________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સંસારમાં જીવોની વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓ આપણે નિહાળીએ છીએ તેમાં કેટલીક પ્રવૃત્તિઓ જોતાં આપણને એમ લાગે છે કે માણસે કેવી સરસ અક્કલ-હોશિયારીથી પોતાનું કામ કર્યું છે, તો કેટલીક વાર લાગે કે અમુક માણસમાં જો અક્કલનો છાંટો પણ હોત તો એણે આમ ન કર્યું હોત. આમ જીવોની પ્રવૃત્તિ કાં તો બુદ્ધિથી થાય છે અને કાં તો અજ્ઞાનથી થાય છે. હવે જે વ્યક્તિ પોતાની બુદ્ધિથી કામ કરે છે તેમાં તો સમજી શકાય છે કે એના કામમાં એની બુદ્ધિની, એના વ્યવહારુ જ્ઞાનની પ્રેરણા રહી છે. પરંતુ અજ્ઞાની માણસ જે કંઈ સાચું કે ખોટું કામ કરે છે તેમાં કોઈકની પ્રેરણા તો રહેલી હોવી જોઈએ ને ? જે માણસને જે વસ્તુ ન આવડતી હોય તે બીજા જ્ઞાનવાન, અનુભવી પાસેથી પ્રેરણા મેળવીને શીખે છે. સુથાર, લુહાર, કડિયા વગેરેનાં કામો શિખાઉ માણસ જાણકાર પાસેથી પ્રેરણા મેળવીને શીખે છે તે આપણને જોવા મળે છે. માંદો માણસ દાક્તરની સલાહ અનુસાર દવા લઈને સાજો થાય છે તે પણ જોઈ શકાય છે. તેવી રીતે સંસારના અજ્ઞાની જીવોની કર્મબંધની જે પ્રવૃત્તિ થાય છે તેમાં પણ કોઈ અદષ્ટ જ્ઞાનવાનની પ્રેરણા રહેલી છે એમ સ્વીકારવું પડશે એવું ઈશ્વરવાદીઓ કહે છે. તેઓ કહે છે કે એ અદષ્ટ જ્ઞાનવાન તે ઈશ્વર છે. માટે અજ્ઞાની, અપરાધી જીવોને ઈશ્વર કર્મબંધ કરાવે છે.
આ વાતનો અસ્વીકાર કરતાં જૈન દર્શન કહે છે કે અજ્ઞાનીની પ્રવૃત્તિમાં પ્રેરક તત્ત્વ ઈશ્વર છે એમ કદાપિ સ્વીકારી શકાય નહિ, કારણ કે સંસારમાં જેમ જ્ઞાનવાનની પ્રેરણાથી પ્રવૃત્તિ થાય છે તેમ જ્ઞાનવાનની પ્રેરણા વગર પણ પ્રવૃત્તિ થતી જોવા મળે છે. એ માટે ઉપાધ્યાયજી મહારાજ અહીં દૃષ્ટાન્ત આપે છે કે સ્વપ્રાવસ્થામાં કે બેહોશીમાં કે અજાણતાં માણસ બુદ્ધિ વગર કાર્ય કરે છે. એમાં કોઈ જ્ઞાનવાનની પ્રેરણા હોતી નથી. તેવી રીતે અજ્ઞાની જીવના કર્મબંધમાં પણ કોઈ જ્ઞાનવાનની પ્રેરણા સ્વીકારવાની જરૂર નથી. એમાં જીવ પોતાના જ શુભાશુભ ભાવબંધનાં પરિણામવાળો થાય છે.
[૮૪૮] તથા મથતયા તુનતિશ પ્રવર્તે |
बध्नन् पुण्यं च पापं च परिणामानुसारतः ॥१७१॥ અનુવાદ : પરિણામ અનુસાર પાપ અને પુણ્ય બાંધતો જીવ તથાભવ્યતાથી પ્રેરાઈને પ્રવર્તે છે.
વિશેષાર્થ : કેટલાક ધર્મો એમ માને છે કે ઈશ્વર જેમ જેમ કરાવે તેમ તેમ જીવ કરે છે. બાજી ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર જેમ રમાડે તેમ જીવ રમે છે.
હવે જો ઈશ્વર જેવા તત્ત્વનો સ્વીકાર કરવામાં ન આવે તો પ્રશ્ન એ થાય કે સંસારમાં જ્ઞાની કે અજ્ઞાની એવા સર્વ જીવો જે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તે તેમની પાસે કોણ કરાવે છે ?
એનો ઉત્તર આપતાં જૈન દર્શન કહે છે. પ્રત્યેક જીવ પોતાનામાં જે શુભાશુભ અધ્યવસાય થાય તે પ્રમાણે તે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે. તે પુણ્ય કે પાપનો બંધ કરે છે. એટલે પુણ્ય અથવા પાપના કર્મબંધમાં તેની પોતાની તથાભવ્યતા એટલે કે તેવા પ્રકારના ભાવની યોગ્યતા રહેલી છે. જીવમાં ભવસ્થિતિ અનુસાર જેવાં જેવાં પરિણામ થાય તેને અનુરૂપ તે તેવાં કાર્યો કરે છે. એટલે તેમાં કોઈ જ્ઞાનવાન ઈશ્વરની અપેક્ષા રહેતી નથી.
૪૮૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org