SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર એટલે આત્મા કર્મથી બંધાય છે અર્થાત્ કર્મપુદ્ગલોથી બંધાય છે એમ વ્યવહારમાં કહેવાય છે, પરંતુ વસ્તુતઃ આત્મા પોતાના વૈભાવિક પરિણામથી બંધાય છે એમ કહેવું વધુ યોગ્ય છે. [૮૪૬] ગંતૂનાં સાપરથાનાં વંધાર નહીશ્વર: तबंधकानवस्थानादबंधस्याप्रवृत्तितः ॥१६९॥ અનુવાદ : બંધ કરનારના અનવસ્થાનને લીધે તથા બંધરહિતની પ્રવૃત્તિના અભાવને કારણે ઈશ્વર અપરાધી જીવોને બંધ કરનાર નથી. વિશેષાર્થ : આત્મા દ્રવ્યકર્મથી બંધાતો નથી, પણ પોતાના સ્વભાવગત ભાવો વડે, પોતાનાં પરિણામોથી બંધાય છે. આની સામે એવી પણ એક માન્યતા રજૂ કરવામાં આવે છે કે જગતના જીવોને શુભાશુભ કર્મના બંધમાં નાખનાર ઈશ્વર છે. દુનિયાના કેટલાક ધર્મો સૃષ્ટિના કર્તા તરીકે તથા એના સંચાલક તરીકે ઈશ્વરને માને છે. ઈશ્વર જીવોને સારાં કામ માટે બક્ષિસ આપે છે અને અપરાધ માટે સજા કરે છે. બંધતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો આ માન્યતાવાળા કહે છે કે ઈશ્વર સંસારના જીવોને બંધ કરનાર છે. આ સૃષ્ટિનું સંચાલન કોઈક અદષ્ટ તત્ત્વ કરી રહ્યું છે. એ અદષ્ટ તત્ત્વ તે જ ઈશ્વર. એ ઉપર બેઠો બેઠો સૃષ્ટિ ચલાવી રહ્યો છે. તે જીવોને એમનાં સારાનરસાં કામો માટે તે તે પ્રમાણે તે તે પ્રકારનાં પરિણામ ભોગવાવે છે ઈશ્વર સૃષ્ટિના કર્તા અને સંચાલક છે એ માન્યતા જૈન દર્શનને સ્વીકાર્ય નથી, કારણ કે તેમ માનવાથી ઘણા પ્રશ્નો ઊઠશે અને એના સંતોષકારક ઉત્તર આપી નહિ શકાય. ઈશ્વરે સૃષ્ટિ બનાવી, તો તે શાના વડે બનાવી ? એ તત્ત્વોને કોણે બનાવ્યાં ? ઈશ્વરને કોણે બનાવ્યો ? ઈશ્વર સર્વશક્તિમાન હોય તો આવી અપર્ણ, હલકી સષ્ટિ કેમ બનાવી ? જીવોને ઇનામ આપવાની કે શિક્ષા કરવાની ઇચ ' જીવોને ઇનામ આપવાની કે શિક્ષા કરવાની ઇચ્છા ઈશ્વરને કેમ થઈ ? વગેરે પ્રશ્નો થશે. બંધ તત્ત્વની દષ્ટિએ વિચારીએ તો ઈશ્વર પોતે બંધવાળો કે બંધ વગરનો ? જો ઈશ્વરને બંધવાળો માનીએ તો તેના બંધને કરનાર અન્ય ઈશ્વર માનવો પડશે અને એ ઈશ્વરનો પણ બીજો ઈશ્વર માનવો પડશે અને એ રીતે એનો અંત નહિ આવે. એટલે કે અનવસ્થા ઊભી થશે. હવે જો ઈશ્વરને બંધ વગરનો માનીએ તો બંધ વગરનાને પ્રવૃત્તિ શા માટે કરવી પડે ? પ્રવૃત્તિ એ તો બંધ છે. ઈશ્વર જો પ્રવૃત્તિ કરે તો રાગદ્વેષ આવ્યા વગર રહે નહિ અને જ્યાં રાગદ્વેષ હોય ત્યાં બંધ હોય જ. એટલે જીવના બંધતત્ત્વમાં ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી. ઈશ્વર જેવું કોઈ તત્ત્વ છે જ નહિ. જીવો પોતે જ પોતાનાં ભાવકર્મો વડે બંધાય છે એમ માનવું પડશે. [८४७] न चाज्ञानप्रवृत्त्यर्थे ज्ञानवनोदना ध्रुवा । ___ अबुद्धिपूर्वकार्येषु स्वप्नादौ तददर्शनात् ॥१७०॥ અનુવાદ : વળી બુદ્ધિપૂર્વક કરવાનાં ન હોય એવાં સ્વમાદિ કાર્યોમાં તે (પ્રેરણા) જોવા ન મળતી હોવાથી, અજ્ઞાનજનિત પ્રવૃત્તિ માટે જ્ઞાનવાન(ઈશ્વર)ની પ્રેરણા અવશ્ય હોય જ નહિ. ૪૮૧ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy