________________
અધ્યાત્મસાર
કર્મનો એટલે કે કર્મનાં પુગલરાશિનો આત્મા સાથે જે સંશ્લેષ અર્થાતુ સંબંધ થવો તેને બંધ કહેવામાં આવે છે. દ્રવ્યથી આ બંધ ચાર પ્રકારનો છે. એટલે કર્મબંધ ચાર પ્રકારે થાય છે : પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ અથવા પ્રકાર, સ્થિતિ એટલે આત્માની સાથે કર્મને રહેવાના કાળનું માપ, રસ એટલે કર્મનું સામર્થ્ય અથવા અનુભાગ અને પ્રદેશ એટલે દલિકોનો સમૂહ.
કર્મના દ્રવ્યબંધના હેતુભૂત જે અધ્યવસાય એટલે કે આત્માનાં પરિણામ તે ભાવબંધ કહેવાય. દ્રવ્યબંધ પુદ્ગલ સાથેનો હોવાથી આત્માનો નથી. કર્મનાં પુદ્ગલોની સાથે કર્મનાં પુદ્ગલોનો જ સંબંધ થઈ શકે, પરંતુ એ બંધને ઉત્પન્ન કરનાર અધ્યવસાયો, રાગાદિક પરિણામો આત્માનાં જ હોવાથી આત્માને બંધરૂપ કહેલો છે.
[૮૪૪] છત્યાત્મનાત્માનં યથા સર્પ તથાસુમાન્ !
तत्तद्भावैः परिणतो बध्नात्यात्मानमात्मना ॥१६७॥ અનુવાદ : જેમ સર્પ પોતાના શરીર વડે પોતાના શરીરને જ વટે છે, તેમ જીવ તે તે ભાવ વડે પરિણત થઈ પોતાના આત્મા વડે પોતાના આત્માને બાંધે છે.
વિશેષાર્થ : આત્મા પોતાના ભાવ વડે કેવી રીતે બંધાય છે તે વિશે અહીં સર્પનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. સાપ જ્યારે ગૂંચળું વળે છે (આહાર પચાવવા, કાંચળી ઉતારવા વગેરે માટે) ત્યારે પોતે જ પોતાને બાંધે છે. તેમ આત્મા પોતાના રાગાદિ ભાવો વડે પોતાને જ બાંધે છે. શુદ્ધ એવો આત્મા અશુદ્ધ ભાવરૂપી આત્માથી બંધાય છે.
આત્મા દ્રવ્યકર્મથી બંધાતો નથી કારણ કે આત્મા (જીવ) અને કર્મપુદ્ગલ એ બંને પૃથક દ્રવ્યો છે. તે બંને એકરૂપ થતાં નથી. એટલે આત્મા કર્મપુદ્ગલોથી બંધાતો નથી, પરંતુ પોતાના રાગાદિ પરિણામથી બંધાય છે એમ અશુદ્ધ નિશ્ચયનય કહે છે. [૮૪૫] વબતિ સ્વં યથા હોશalીટ: સ્વતંતfમઃા.
आत्मनः स्वगतैर्भावैर्बन्धने सोपमा स्मृता ॥१६८॥ અનુવાદ : જેમ રેશમનો કીડો પોતાના જ તંતુઓ વડે પોતાને બાંધે છે તેમ આત્માના પોતાનામાં રહેલા ભાવો વડે થતા બંધન વિશે એ જ ઉપમા યાદ આવે છે.
વિશેષાર્થ : આત્મા કેવી રીતે બંધાય છે એ માટે ગ્રંથકારશ્રીને બીજી ઉપમા યાદ આવે છે. આગળના શ્લોકમાં સર્પનું દષ્ટાન્ત આપ્યા પછી અહીં એ સમજાવવા માટે બીજું દૃષ્ટાન્ત કોશકાર કીડાનું એટલે રેશમના કીડાનું આપવામાં આવ્યું છે.
રેશમના કીડાની પ્રવૃત્તિ જેઓએ નજરે જોઈ હશે તેને આ વાત તરત સમજાશે. એ કીડો પોતાની લાળ વડે તંતુઓ બનાવે છે અને એ તંતુઓ વડે પોતાના શરીરને વીટે છે, બાંધે છે. તેવી રીતે આત્મા સ્વગત ભાવોથી, પોતાના જ રાગાદિ પરિણામથી પોતાને જ બાંધે છે.
૪૮૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org