________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૮૪૧] યહિપૂર્વUT શ્રેજી શબ્દ = ગાયત્તે |
ध्रुवः स्थितिक्षयस्तत्र स्थितानां प्राच्यकर्मणाम् ॥१६४॥ અનુવાદ : કારણ કે એમાં અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણી ઉત્પન્ન થાય છે. ત્યાં રહેલાં પૂર્વકર્મોની સ્થિતિનો ક્ષય અવશ્ય થાય છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહ્યું છે કે જ્ઞાનયોગમાં જયારે અપૂર્વકરણ અને શુદ્ધ ક્ષપકશ્રેણી ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વે બાંધેલાં નિકાચિત સહિત સર્વ ઘાતી કર્મોનો ક્ષય થાય છે.
છ પ્રકારનાં આત્યંતર તપમાં ધ્યાન અને કાઉસગ્ગ દ્વારા વિપુલ કર્મનિર્જરા થાય છે. આ પ્લાનાદિરૂપ તપ એ શુદ્ધ તપ છે, એ જ્ઞાનયોગ છે. એ તપ દ્વારા જીવ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે આરોહણ કરે છે. હજુ ચારિત્ર-મોહનીયાદિ કર્મો સત્તામાં છે. પરંતુ જ્ઞાનયોગ દ્વારા જીવ જ્યારે શુદ્ધ ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે મોહનીયાદિ નિકાચિત ઘાતી કર્મોનો પણ ક્ષય થાય છે.
[૮૪૨] તાત્ જ્ઞાનમઃ શુદ્ધતપસ્વી બાવનિર્ઝTI
शुद्धनिश्चयतस्त्वेषा सदा शुद्धस्य कापि न ॥१६५॥ અનુવાદ : એટલે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી એ ભાવનિર્જરા છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી સદા શુદ્ધ(આત્મા)ને આ (નિર્જર) બિલકુલ નથી.
વિશેષાર્થ : અહીં નિર્જરા તત્ત્વની વિચારણાનું સમાપન કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી એ ભાવનિર્જરા છે. શુદ્ધ તપ એ ભાવનિર્જરા છે એમ કહેવાને બદલે ગ્રંથકારશ્રીએ શુદ્ધ તપસ્વી એ ભાવનિર્જરા છે એમ કહીને તપ અને તપસ્વી વચ્ચેનો અભેદ બતાવ્યો છે. જીવ જ્યારે બારમા ગુણસ્થાનકે પહોંચે છે, શુદ્ધ ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે તપ તપસ્વીમાં એકાકાર બની જાય છે. તપ અને તપસ્વી વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. એટલે તપસ્વી એ ભાવનિર્જરા છે.
શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ ઉપસંહાર કરતાં ફરીથી અહીં કહેવામાં આવ્યું છે કે શુદ્ધાત્માને કર્મની નિર્જરા કરવાની હોતી નથી, નિર્જરા થઈ જાય છે. આત્મા નિર્જરાથી ભિન્ન છે. નિર્જરા એ કર્મની પર્યાય છે. આત્મા સદા શુદ્ધ જ છે.
[૮૪૩] વંથ: ત્મસંન્નેપો દ્રવ્યત: સ વસુવિધા
तद्धत्वध्यवसायात्मा भावतस्तु प्रकीर्तितः ॥१६६॥ અનુવાદ : કર્મની સાથે આત્માનો સંશ્લેષ તે બંધ. દ્રવ્યથી તે ચાર પ્રકારનો છે તથા તેના હેતુભૂત અધ્યવસાય ભાવથી બંધ કહેવાય છે.
વિશેષાર્થ : આત્માના અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર અને નિર્જરા તત્ત્વ સાથેના સંબંધની વિચારણા કર્યા પછી હવે બંધ તત્ત્વ સાથેની આત્માના સંબંધની વિચારણા કરવામાં આવે છે.
૪૭૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org