________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : મુખ્ય બાર પ્રકારનાં તપ છે. છ પ્રકારનાં બાહ્ય તપ છે અને છ પ્રકારનાં આત્યંતર તપ. તપથી કર્મની નિર્જરા થાય છે. પરંતુ પ્રત્યેક પ્રકારના તપથી અમુક જ પ્રકારની અમુક જ પ્રમાણમાં નિર્જરા થાય એવો કોઈ ક્રમ કે કોઠો નથી હોતો. એકના એક તપસ્વીથી એક વખતે અમુક પ્રમાણમાં નિર્જરા થાય અને એવા જ તપથી બીજી વખતે ઓછાવત્તી નિર્જરા થાય એમ બની શકે. ચિત્તના ભાવો સાથે અને તત્ત્વના બોધ સાથે પણ એને સંબંધ છે. આયંબિલ કરવા સાથે સાથે બેઠેલા બે તપસ્વીઓની કર્મની નિર્જરાનું પ્રમાણ એકસરખું જ હોવું જોઈએ એવું નથી. એક સ્પૃહા સાથે તપ કરતો હોય અને બીજો સ્પૃહારહિત તપ કરતો હોય અથવા એક લૌકિક ફળ માટે તપ કરતો હોય અને બીજો આત્મશુદ્ધિ માટે તપ કરતો હોય. જે બાળજીવો છે, અજ્ઞાની છે તેને તપ દ્વારા કર્મની નિર્જરા અલ્પ પ્રમાણમાં થાય છે. તામલી તાપસ ઘોર તપશ્ચર્યા કરતો હતો, પણ એની તપશ્ચર્યા અજ્ઞાનયુક્ત હતી. અજ્ઞાનીની તપશ્ચર્યાનું કશું જ ફળ ન હોય એવું નથી, પણ તે અન્ય પ્રકારનું અને અલ્પ પ્રમાણમાં હોય. જેઓ તત્ત્વબોધવાળા છે, જ્ઞાની છે તેઓ જ્યારે ભાવોલ્લાસ સાથે સમજણપૂર્વક બાહ્ય કે આભ્યતર તપ કરે છે ત્યારે અલ્પ સમયમાં કર્મની વિપુલ નિર્જરા કરે છે. એટલે જ કહ્યું છે કે અજ્ઞાની કરોડો જન્મના તપ દ્વારા જે કર્મની નિર્જરા કરે છે તેટલી જ્ઞાનતપથી તપસ્વી ક્ષણવારમાં કરે છે. કોઈને આવા વિધાનમાં અતિશયોક્તિ લાગે, પણ તેમાં અતિશયોક્તિ નથી. આ યથાર્થ છે, સત્ય વાત છે. તપમાં જ્ઞાન અત્યંત મહત્ત્વનું છે અથવા જ્ઞાન એ જ સર્વોત્કૃષ્ટ તપ છે એમ કહેવાય છે. એટલે જ કહ્યું છે :
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મનો ખેહ. પૂર્વ કોડી વરસાં લગે અજ્ઞાને કરે તેહ.
[૮૪૦] જ્ઞાનયોગાતા: શુદ્ધમત્યદુનિપું વ: |
तस्मानिकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ॥१६३॥ અનુવાદ : જ્ઞાનયોગરૂપી તપ શુદ્ધ છે એમ શ્રેષ્ઠ મુનિપુંગવોએ કહ્યું છે. એનાથી નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે.
વિશેષાર્થ : સામાન્ય પ્રકારના તપ અને શુદ્ધ પ્રકારના ઉચ્ચ તપ વચ્ચે ભેદ રહેલો છે. તપથી કર્મની નિર્જરા થાય છે. કર્મબંધની દૃષ્ટિએ બંધ ચાર પ્રકારના છે : સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. એમાં નિકાચિત અથવા ચીકણાં કર્મ એકંદરે ભોગવવાં જ પડે છે, પરંતુ અહીં જણાવ્યું છે તે પ્રમાણે વિરલ સંજોગોમાં જ્ઞાનયોગરૂપ તપથી તો નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે. - જ્ઞાનયોગરૂપી તપ શુદ્ધ તપ છે એમ મુનિપુંગવોએ, શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું છે. જ્ઞાનયોગ એ શ્રુતજ્ઞાનરૂપી અથવા આત્મજ્ઞાનરૂપી નિર્મળ ઉપયોગ છે. એ ઉપયોગ વખતે જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. કોઈ પણ પદાર્થ માટે સ્પૃહા રહેતી નથી. એ સર્વ પદાર્થો કેવળ જ્ઞયરૂપ રહે છે. આવી ઉચ્ચ જ્ઞાનદશાવાળા મહાત્માઓ ઉચ્ચતર ગુણસ્થાનકે આરોહણ કરે છે ત્યારે શ્રેણી માંડતાં, અપૂર્વકરણ ગુણસ્થાનકે નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે.
४७८ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org