________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
તપથી કર્મની નિર્જરા થાય છે : તપસનિર્નર ૨ એમ સૂત્રમાં કહ્યું છે. પરંતુ તપથી એકાન્ત કર્મની નિર્જરા જ થાય છે એવું નથી. અમુક પ્રકારના શુભભાવથી કરેલા તપથી મુખ્યત્વે પુણ્યનું ઉપાર્જન થાય છે. કેટલાક તપસ્વી ઘોર તપશ્ચર્યા કરીને બદલામાં એનું લૌકિક ફળ માગીને નિયાણ બાંધે છે. કેટલાકના તપમાં માયાચાર હોય છે. અન્ય પ્રકારના પ્રશસ્ત આશય માટે પણ તપ થાય છે. ક્યારેક દુકાળ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિના નિવારણ અર્થે વૈયક્તિક કે સામુદાયિક તપ થાય છે. કોઈ મહોત્સવની ઉજવણી માટે સામુદાયિક તપ થાય છે, તપ-સાંકળી પણ થાય છે. કેટલાક લોકો જ્યારે કઠિન તપશ્ચર્યા કરે છે ત્યારે બીજા અજૈન લોકો પણ પ્રભાવિત થાય છે. એથી જૈન ધર્મની, જૈન શાસનની પ્રભાવના થાય છે. આવી રીતે શાસનની પ્રભાવનાના કે ઉન્નતિના આશયથી, જિનભક્તિથી પ્રેરાઈને ક્યારેક કેટલાક સાધુ મહાત્માઓ પણ તપ કરે છે અને કરાવે છે. એમાં પ્રશસ્ત રાગ રહેલો હોય છે. એવા તપથી પુણ્ય બંધાય છે, કારણ કે એમાં સ્પૃહા, આકાંક્ષા, ઇચ્છા રહેલાં હોય છે. પરંતુ જેઓ કોઈપણ પ્રકારની સ્પૃહા વગર, રાગ વગર આત્માના લક્ષ તપ કરે છે તેમનું એ તપ કર્મની નિર્જરાનું મોટું નિમિત્ત બને છે. - જિનશાસનની પ્રભાવના ઇત્યાદિ માટે ઉચ્ચ પ્રશસ્ત ભાવથી કરાતી તપશ્ચર્યાનો નિષેધ છે એમ નહિ કહી શકાય, પરંતુ તેથી બહુધા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય છે એ વાત ચિત્તમાં સ્પષ્ટ રહેવી જોઈએ.
[૮૩૮] તાપેક્ટર જ્ઞાન તપન્નેવ વેત્તિ યઃ |
प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ॥१६१॥ અનુવાદ : “કર્મને તપાવે એ જ્ઞાન જ તપ છે' એવું જ જાણતો નથી તે હણાયેલા ચિત્તવાળો વિપુલ નિર્જરા શી રીતે પ્રાપ્ત કરી શકે? ' વિશેષાર્થ : બાહ્ય અને આત્યંતર તપ પણ વિવિધ પ્રકારનું છે. સામાન્ય જીવોના બાલતપથી માંડીને જ્ઞાની મહાત્માઓના શ્રેષ્ઠતમ તપ સુધી તપની ઘણી ઉચ્ચાવચતા છે. એમાં તપનો સર્વોત્કૃષ્ટ આદર્શ શો? ભારેમાં ભારે કર્મની નિર્જરા એ એનો આદર્શ. કર્મની કેવી રીતે નિર્જરા થાય ? કર્મને તપાવવાથી નિર્જરા થાય. જ્ઞાન વડે કર્મને તપાવી શકાય. આત્માના જ્ઞાનગુણની જેમ જેમ શુદ્ધિવૃદ્ધિ થતી જાય તેમ તેમ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ છૂટાં પડતાં જાય. એથી કર્મની નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય છે. એટલે સાધકે પોતે જ્ઞાનોપયોગમાં સ્થિર થવાની આવશ્યકતા છે. જેઓ આ રહસ્ય જાણતા નથી તેઓ હણાયેલા ચિત્તવાળા છે. તેઓ ઉપવાસ વગેરે બાહ્ય જે તપશ્ચર્યા કરે છે એથી બિલકુલ નિર્જરા નથી થતી એમ નથી, પણ તે જેટલી વિપુલ પ્રમાણમાં થવી જોઈએ તેટલી થતી નથી. જ્ઞાન સહિત કરેલા તપ વડે એ થાય છે. [૮૩૯] અજ્ઞાની તપસ કનોટિfમ વર્ષ વયેત્
अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत् ॥१६२॥ અનુવાદ : અજ્ઞાની કરોડો જન્મના તપ દ્વારા જે કર્મની નિર્ભર કરે છે તેનો (કર્મનો) જ્ઞાનતપથી યુક્ત (તપસ્વી) ક્ષણવારમાં નાશ કરી શકે.
૪૭૭
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org