________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : બુભક્ષા એટલે ભૂખ્યા રહેવું, ભૂખ સહન કરી લેવી. દેહકાશ્ય એટલે દેહની કૃશતા, શરીર પાતળું થવું. ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં ભૂખ્યા રહેવાનું હોય છે અને ભૂખ્યા રહેવાથી, શરીરને પોષણ ન મળતાં શરીર સુકાય છે. ભૂખ લાગવી એ સુધાવેદનીય કર્મનો ઉદય અને ખાવાની ઇચ્છા થવી તે મોહનીય કર્મનો ઉદય. સંજોગવશાત્ કેટલાયે માણસોને અનિચ્છાએ ભૂખ્યા રહેવું પડે છે, પણ એ તપ નથી. તપથી કર્મની નિર્જરા થવી જોઈએ. સ્વેચ્છાએ ઉપવાસ આદિ બાહ્ય તપ કર્યું હોય, પરંતુ અંતરમાં તપની પરિણતિ ન હોય, તો એવું તપ માત્ર બાહ્ય ક્રિયારૂપ બને છે. તિતિક્ષા, બ્રહ્મચર્ય, ગુતિ ઇત્યાદિ જ્ઞાનયુક્ત હોય એ જ તપનું લક્ષણ છે. તિતિક્ષા એટલે સહનશક્તિ. ક્રોધાદિ કષાયો શાન્ત થયા હોય અને ક્ષમાનો અને સમતાનો ભાવ દઢ થયો હોય તો જ સહિષ્ણુતા આવે. “બ્રહ્મગુપ્તિ’ને એક શબ્દ તરીકે લઈએ તો બ્રહ્મચર્ય અને તેની નવ વાડનો અર્થ લઈ શકાય અને બ્રહ્મ તથા ગુપ્તિ એમ બે જુદા શબ્દો લઈએ તો બ્રહ્મચર્ય તથા મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એમ પણ લઈ શકાય. આદિ શબ્દથી અન્ય લક્ષણો પણ લઈ શકાય. વસ્તુતઃ તપ દ્વારા ઉત્કૃષ્ટ કર્મનિર્જરા તો તે આત્મજ્ઞાનયુક્ત હોય તો જ થાય. એટલા માટે બાહ્ય તપ આત્માના તેવા પરિણામ સહિત હોવું જોઈએ. તો તે આત્યંતર તપનું, કર્મની નિર્જરાનું નિમિત્ત બની શકે. [૮૩૬] સાનેન નિપુર્નર્ચ પ્રાપ્ત વ ધવત્ |
निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं क्वचित् ॥१५९॥ અનુવાદ : ચંદન અને તેની ગંધની જેમ નિપુણ જ્ઞાન સાથે એકરૂપ થયેલું તપ આત્માને નિર્જરા આપે છે; તે સિવાય બીજું (તપ) ક્યારેય નહિ.
વિશેષાર્થ : ચંદન અને એની સુગંધ એ બંને એકબીજા સાથે એકરૂપ થઈ ગયાં હોય છે. એવી રીતે તપ અને નિપુણ જ્ઞાન જો એકરૂપ થઈ ગયાં હોય તો જ તે દ્વારા કર્મની નિર્જરા થાય. નિપુણ જ્ઞાન એટલે આત્મસ્વરૂપનો યથાર્થ બોધ. તપ સાથે જયારે આવું જ્ઞાન, ચંદન અને ગંધની જેમ એકરૂપ બની જાય છે ત્યારે કર્મની નિર્જરા થાય છે.
તપથી પુણ્ય પણ બંધાય છે અને તપથી કર્મની નિર્જરા પણ થાય છે. જે બાલ તપ છે, જે તપ સંયમના રાગથી થાય છે તે તપથી મુખ્યત્વે પુણ્ય બંધાય છે. જે તપ જ્ઞાન સાથે એકરૂપ થાય છે તે તપથી કર્મની નિર્જરા થાય છે. [૩૭] તપસ્વી નિમવત્યા ર શાસનોદ્ધાનેચ્છા
पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥१६०॥ અનુવાદ : શાસનની પ્રભાવનાની ઇચ્છાથી જિનભક્તિ દ્વારા તપસ્વી વિપુલ પુણ્ય બાંધે છે, પરંતુ જો સ્પૃહારહિત હોય તો તે (તપસ્વી) મુક્ત થાય છે.
વિશેષાર્થ : તપશ્ચર્યા વિવિધ આશયથી થાય છે. વળી તપશ્ચર્યા દરમિયાન જીવને વિવિધ પ્રકારના ભાવો થાય છે.
૪૭૬ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org