________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં વળી કહ્યું છે કે શુકલધ્યાનના પ્રથમ બે ધ્યાનનો અપ્રમત્ત ધ્યાતા પૂર્વધર હોવા ઉપરાંત પ્રશસ્ત સંઘયણવાળો એટલે કે વજ-ઋષભ-નારાચ-સંઘયણવાળો હોવો જોઈએ. જો કે આ લક્ષણ પૂર્વધરના લક્ષણ જેટલું મહત્ત્વનું નથી. - શુકલધ્યાનનો ધ્યાતા પૂર્વધર હોવો જોઈએ એમ જો કહેવામાં આવે તો કોઈકને પ્રશ્ન થાય કે તો પછી મરુદેવી માતા અને માસતુષ મુનિ કેવળજ્ઞાન પામ્યાં હતાં અને તેઓ ‘પૂર્વધર’ નહોતાં તો તે કેવી રીતે બની શકે ? એનો ખુલાસો એમ આપવામાં આવે છે કે તેઓને અપ્રમત્ત ગુણસ્થાનકે નહિ પણ ત્યાર પછીના ઉપરના ગુણસ્થાનકે શુકલધ્યાન થયું હતું. કષાયની મંદતાથી, સામર્થ્યયોગના પ્રભાવે, જ્ઞાનાવરણીય વગેરે કર્મનો તેવો ક્ષયોપશમ થવાથી તેઓને શુકલધ્યાન થયું હતું, જેમાં ચૌદ પૂર્વના જ્ઞાનના સૂક્ષ્મ પદાર્થોનું રહસ્ય આવી જાય છે. તેઓ પક-ઉપશમક હતા. પૂર્વધર ન હોય એવા નિર્ઝન્થા ક્ષપકને કેવળજ્ઞાન થઈ શકે છે.
શુકલધ્યાનનો ત્રીજો પાયો તે સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ છે. એ ધ્યાન સયોગી કેવળીને હોય. સયોગી એટલે મન, વચન અને કાયાના યોગવાળા. વિહાર, ગોચરી, ઉપદેશ, શંકાનિવારણ ઇત્યાદિમાં કાયયોગ, વચનયોગ અને મનોયોગવાળા કેવળી ભગવંતોને શૈલેશી અવસ્થા પ્રાપ્ત થવાના પૂર્વના અંતર્મુહૂર્તમાં શુકલધ્યાનનો ત્રીજો પાયો પ્રાપ્ત થાય છે. ત્યારપછી મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરી, અયોગી કેવળી બની તેઓ જ્યારે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે શુકલધ્યાનનો ચોથો પાયો પ્રાપ્ત થાય છે. [૪૭] નિત્યસ્વીનુપ્રેક્ષા સ્થાનો પર
भावयेन्नित्यमभ्रान्तः प्राणा ध्यानस्य ताः खलु ॥७०॥ અનુવાદ : ધ્યાનથી (ધર્મધ્યાનથી) નિવૃત્ત (ઉપર) થવાય ત્યારે પણ અબ્રાન્ત આત્માએ હમેશાં અનિત્યાદિ અનુપ્રેક્ષાઓ ભાવવી, કારણ કે તે ખરેખર ધ્યાનના પ્રાણરૂપ છે. ' વિશેષાર્થ : ધર્મધ્યાન ધરનારાઓ માટે અહીં એક સુંદર વાસ્તવિક ભલામણ કરવામાં આવી છે. કોઈપણ છબસ્થ જીવ દિવસરાત કોઈપણ એક પ્રકારના ધ્યાનમાં સતત રહી શકતો નથી. ચિત્ત એટલું ચંચલ છે કે ક્યારે ધ્યાનનો વિષય છોડી દઈને એ અન્ય વિષયોમાં લાગી જાય છે તેની ખબર પડતી નથી. ધ્યાનના પ્રખર અભ્યાસીઓ નિશ્ચિત સમય માટે કોઈ એક પ્રકારના ધ્યાનમાં તન્મય, સ્થિર થઈ શકે છે, પરંતુ એ સમયાવધિ પૂરી થતાં તેમનું મન બાહ્ય જગતમાં પાછું જોડાઈ જાય છે. છે જ્યારે આવું થાય ત્યારે અથવા ધ્યાન ધરવાના બે-ત્રણ નિશ્ચિત સમયાવધિની વચ્ચેના સમયમાં મન જયારે નિવૃત્ત થાય ત્યારે ધ્યાન ધરનાર અબ્રાન્ત આત્માઓએ વચ્ચેના એ સમયમાં અનિત્યાદિ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી કે તેનું ચિંતન કરવું અને એ ભાવનાઓ વડે મનને ભાવિત કરવું જોઈએ.
બાર ભાવનાઓ આ પ્રમાણે છે : (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) એક ભાવના, (૪) અન્યત્વ ભાવના, (૫) અશુચિ ભાવના, (૬) સંસાર ભાવના, (૭) આશ્રવ ભાવના, ૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) ધર્મ ભાવના અને (૧૨) બોધિદુર્લભ
hવના.
૩૭૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org