________________
અધ્યાત્મસાર
આ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવાનું સૂચન બહુ ઉપયોગી છે, કારણ કે ધર્મધ્યાનના પ્રકારોઆજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનમાં જે ચિંતન કરવાનું છે તેની સાથે અનિત્યાદિ ભાવનાઓના વિષયોનો સુમેળ છે. એટલે ધર્મધ્યાનની ધારા તૂટે ત્યારે આ અનિત્યાદિ ભાવનાઓ એ ધારાને જોડવામાં સહાયરૂપ બને છે. આ ભાવનાઓથી સંસાર પ્રત્યેની આસક્તિ અને દેહ માટેની મમતા છૂટે છે અને શુદ્ધ આત્મતત્ત્વના ઉપયોગમાં ચિત્ત ચોટે છે. એટલા માટે આ ભાવનાઓને ધ્યાનના પ્રાણ સમી ઓળખવામાં આવે છે. ધર્મધ્યાનમાં એ ભાવનાઓ બળ પૂરે છે. [૪૮] તીવ્રાવિમાન: યુનૈશ્યાતિ રૂદ્યોત્તર:
लिंगान्यत्रागमश्रद्धा विनयः सद्गुणस्तुतिः ॥७१॥ અનુવાદ : અહીં તીવ્રાદિ ભેદ(પ્રકાર)વાળી છેલ્લી ત્રણ લેશ્યાઓ હોય છે. આગમશ્રદ્ધા, વિનય અને સદ્ગુણસ્તુતિ એ એનાં લિંગો છે.
વિશેષાર્થ : અહીં પહેલાં ધર્મધ્યાનની વેશ્યાઓની વાત કરી છે. તીવ્રાદિભેદ એટલે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ એમ લઈ શકાય અથવા તીવ્ર, મધ્યમ અને મંદ એમ પણ લઈ શકાય. છ વેશ્યાઓમાંથી કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા અશુભ પ્રકારની છે. તે ધર્મધ્યાનીને હોઈ ન શકે. ધર્મધ્યાનીને શુભ, નિર્મળ અધ્યવસાયો હોવાથી તેમની વેશ્યા શુભ હોય છે. એ ત્રણ શુભ લેશ્યાઓ અનુક્રમે છે : પીત (તેજો) લેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા. એમાં પતિને જો તીવ્ર કહીએ તો શુકલને તીવ્રતમ કહેવાય. પતિને જો મંદ વેશ્યા કહીએ તો શુકલને તીવ્ર વેશ્યા તરીકે ઓળખાવી શકાય. પ્રત્યેક વેશ્યામાં પણ એની માત્રા ચડઊતર કરતી હોય છે. ધર્મધ્યાન ધરનારાઓના શુભ અધ્યવસાયોમાં પણ મંદતા કે તીવ્રતા હોઈ શકે છે અને એ પ્રમાણે તેઓની વેશ્યા રહે છે. સાધના અનુસાર તેઓની વેશ્યા ઉત્તરોત્તર વધુ વિશુદ્ધ બનતી જાય છે.
હવે ધર્મધ્યાનીના લિંગની વાત કરવામાં આવે છે. લિંગ એટલે ચિહ્ન અથવા ઓળખવા માટેની નિશાની. કોઈ વ્યક્તિ ધર્મધ્યાન તરફ વળેલી છે કે નહિ એની આપણને ખબર શી રીતે પડે ? તો કહે છે કે ધર્મધ્યાનવાળાનું પહેલું લક્ષણ છે શ્રદ્ધા. એની શ્રદ્ધા તીર્થંકર પરમાત્માની દેશના પર એટલે કે આગમ ઉપર અચલ હોય છે. પડુ દ્રવ્ય, નવ તત્ત્વ, આઠ કર્મ, ચૌદ ગુણસ્થાન, ગુણ-પર્યાય વગેરેમાં એની શ્રદ્ધા દેઢ હોય છે. આગમોના સ્વાધ્યાયથી આ શ્રદ્ધા વધુ દૃઢ બને છે. જેઓને જાતે આગમસૂત્રો વાંચવા ન મળે તેઓને આચાર્ય મહારાજના ઉપદેશ દ્વારા તે તત્ત્વોની વાત સાંભળવા મળે છે. એ રીતે ઉપદેશ દ્વારા એમની શ્રદ્ધા દઢ થાય છે. કેટલાકને આજ્ઞાથી શ્રદ્ધા થાય છે એટલે કે જિનેશ્વર ભગવાને આજ્ઞારૂપે જે ફરમાવ્યું છે તે યથાર્થ અને વ્યવસ્થિત છે એવી પ્રતીતિ થાય છે. કેટલાકને નિસર્ગરૂપે, સ્વાભાવિક રીતે જ, મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધા પ્રગટે છે. શાસ્ત્રનું કોરું શુષ્ક જ્ઞાન કે વિદ્વત્તાભરી વાણી હોય પણ અંતરમાં સાચી શ્રદ્ધા ન હોય તો ધર્મધ્યાન સંભવી શકે નહિ.
ધર્મધ્યાનીને ઓળખવાનું બીજું લિંગ કે લક્ષણ તે એનામાં રહેલો વિનયભાવ છે. ધર્મધ્યાની ઉદ્ધત કે અવિનયી ન હોય. એના વર્તનમાં નમ્રતાનો ભાવ હોય. એ તીર્થકર ભગવાનના કાળમાં હોય તો તીર્થકર ભગવાનનો એટલો જ વિનય કરે. તે અંજલિબદ્ધ હોય, સામે લેવા જાય, મૂકવા જાય, વંદન કરે. તે
૩૭ર
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org