________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
તીર્થંકર ભગવાનના વિરહકાળમાં એમની પ્રતિમાજીનો પણ એટલો જ વિનય કરે. તે ગુરુ ભગવંતનો પણ વિનય કરે. એમને આસન આપે, સુખશાતા પૂછે, એમના આહાર વગેરેની વ્યવસ્થા અંગે ધ્યાન રાખે, વૈયાવચ્ચ કરે.
ધર્મધ્યાનીનું ત્રીજું લિંગ છે સદ્ગુણસ્તુતિ. તે જિનેશ્વર ભગવાનનાં સદ્ગુણોનું કીર્તન કરે. તે સ્તવનસ્તુતિ લલકારે, ભક્તિ-સેવા કરે. તે સાધુ ભગવંતોનાં નિરતિચાર ચારિત્રની પ્રશંસા, અનુમોદના કરે. એનું હૃદય આનંદોલ્લાસથી સભર હોય.
ધર્મધ્યાની માત્ર ઉપચાર ખાતર, દેખાવ તરીકે બીજાને બતાવવા માટે વિનયભક્તિ, સદ્ગુણસ્તુતિ કરતો હોય અને એના અંતરમાં એવા સાચા ભાવો ન હોય તો એની એ દંભી પ્રવૃત્તિ તરત પરખાઈ જાય છે. એમાં રહેલી કૃત્રિમતાની ગંધ આવી જાય છે. તો એ સાચો ધર્મધ્યાની નથી, પછી ભલેને પોતાની જાતને ધર્મિષ્ઠ તરીકે ઓળખાવતો હોય. એનું આર્તધ્યાન અને એની અશુભ લેશ્યા – એ બે વધુ વખત છાનાં રહી શકતાં નથી.
[૬૪૯] શીલસંયમયુસ્ય ધ્યાયતો ધર્મમુત્તમમ્ । स्वर्गप्राप्तिं फलं प्राहुः प्रौढपुण्यानुबंधिनीम् ॥७२॥
અનુવાદ : શીલ અને સંયમથી યુક્ત એવા, ઉત્તમ ધર્મધ્યાનના ધ્યાતાને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી સ્વર્ગપ્રાપ્તિરૂપી ફળ કહ્યું છે.
વિશેષાર્થ : અહીં ધર્મધ્યાનના ફળનો નિર્દેશ છે. ધર્મધ્યાન ધરનાર જો શીલ અને સંયમથી યુક્ત હોય તો તેને ધર્મધ્યાનના ફળરૂપે સ્વર્ગપ્રાપ્તિ થાય છે.
ધર્મધ્યાનથી પુણ્યોપાર્જન થાય છે અને કર્મની નિર્જરા પણ થાય છે. જે પુણ્યોપાર્જન થાય છે તે પ્રૌઢ એટલે ઘણું મોટું હોય છે અને વળી તે પુણ્યાનુબંધી હોય છે. મોટા પુણ્યના ફળરૂપે ઊંચી દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવગતિ એટલે માત્ર ભોગવિલાસ અને રંગરાગ એવું નથી. ઊંચી દેવગતિમાં તો મોક્ષાભિલાષા અને આત્મચિંતન પણ ચાલતાં હોય છે.
સાધુઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, શીલ અને સંયમની સરસ આરાધના કરે તો એમને દેવગતિ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે. પરંતુ એમનું લક્ષ્ય તો મોક્ષગતિ છે. તેમના અંતરમાં સ્વર્ગનાં સુખોનો મહિમા નથી હોતો, પરંતુ તેમનું પુણ્ય એટલું બધું હોય છે કે તેમને ઊંચી દેવગતિ પ્રાપ્ત થાય છે. તેઓ સમકિતી હોય છે. એટલે ધર્મધ્યાન એમને દેવગતિમાં લઈ જતું હોવા છતાં પરંપરાએ તે તેઓને મોક્ષગતિ અપાવે છે.
[૬૫૦] ધ્યાવેર્જીનમથ ક્ષાન્તિમૃડુત્વાર્નવમુિિમ: ।
छद्मस्थोऽणौ मनो धृत्वा व्यपनीय मनो जिनः ॥७३॥
અનુવાદ : ત્યારપછી ક્ષમા (ક્ષાન્તિ), મૃદુતા, સરળતા (આર્જવ) અને નિસ્પૃહતાથી યુક્ત છદ્મસ્થે (મુનિએ) પરમાણુમાં મન જોડીને અને જિને (કેવળીએ) મનનો નિરોધ કરીને શુકલધ્યાન ધ્યાવવું.
Jain Education International_2010_05
૩૭૩
For Private Personal Use Only
www.jainelibrary.org