________________
અધ્યાત્મસાર
જ્ઞાનેન્દ્રિયોને એના વિષયોમાં જવા દેતા નથી. તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં લેવાતા નથી. એટલે કે તેઓ ખાય છે છતાં ખાતા નથી. તેઓ જએ છે છતાં જોતા નથી. તેઓ સાંભળે છે છતાં સાંભળતા નથી, ઇન્દ્રિયનિગ્રહને કારણે તેમનું મન શાન્ત થઈ જાય છે. એમની પ્રજ્ઞા સ્થિર થઈ જાય છે. તેઓ આત્મસ્વરૂપમાં લીન બની જાય છે. તેમનામાંથી કર્તુત્વ અને ભોક્નત્વનો ભાવ નીકળી જાય છે. માટે તેઓ કર્તા છતાં કર્તા નથી અને ભોક્તા છતાં ભોક્તા નથી.
શ્રીમદ્ભગવદ્ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો અહીં બતાવવામાં આવ્યાં છે તે જ લક્ષણો જૈન દર્શનમાં ધર્મધ્યાનના યોગીનાં છે. [૬૪૫] શીખ્તો તાન્તો મલીદાત્મારામતથા સ્થિત
सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥६८॥ અનુવાદ : જે શાન્ત, દાત્ત અને આત્મપરાયણતામાં સ્થિત હોય તે જ આ પ્રમાણે (ધ્યાતા) થાય છે. સિદ્ધનો (સિદ્ધયોગીનો) જે સ્વભાવ છે તે જ સાધકની યોગ્યતા છે.
વિશેષાર્થ : ધર્મધ્યાનના અધિકારી ધ્યાતા વિશે અહીં ફરીથી કહેવામાં આવ્યું છે. ૬૩મા શ્લોકમાં ધર્મધ્યાનના ધ્યાતાનાં લક્ષણો બતાવતાં ગ્રંથકર્તાશ્રીએ કહ્યું છે કે જે મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવનાર, નિર્વિકાર, બુદ્ધિવાળો, શાન્ત અને દાત્ત હોય તે જ ધર્મધ્યાનનો અધિકારી બની શકે. જૈન દર્શનમાં દર્શાવેલા ધર્મધ્યાન-ધ્યાતાની સાથે શ્રીમદ્ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞને સરખાવ્યા પછી ગ્રંથકાર મહર્ષિ કહે છે કે ‘સિદ્ધયોગી” અથવા સ્થિતપ્રજ્ઞનો જે સ્વભાવ બતાવવામાં આવ્યો છે તેવી જ યોગ્યતા આવા સાધક અથવા ધર્મધ્યાનના શાન્ત, દાન્ત ધ્યાતામાં પણ હોય છે. (અહીં “સિદ્ધ' શબ્દ સિદ્ધાત્માના અર્થમાં લેવાનો નથી.)
એટલે શ્રીમદ્ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞ અને જૈન દર્શનના ધર્મધ્યાનધ્યાતા એકસરખા છે એમ કહી શકાય.
[૪૬] ધ્યાતાયમેવ શુક્યામત્તઃ પાયોર્તિયો: |
पूर्वविद् योग्ययोगी च केवली परयोस्तयोः ॥६९॥ અનુવાદ : આ જ અપ્રમત્ત (મુનિ) શુકલધ્યાનના (પ્રથમ) બે પાયાના પૂર્વધર ધ્યાતા છે, તેમાં પછીનાં બે (શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાયાના ધ્યાતા) સયોગી અને અયોગી કેવલી (અનુક્રમે) છે. ' વિશેષાર્થ : ધર્મધ્યાનના ધ્યાતાની યોગ્યતા કેવી હોવી જોઈએ તેનો નિર્દેશ અગાઉ થઈ ગયો છે. અહીં ધર્મધ્યાનના ધ્યાતાની અને શુકલધ્યાનના ધ્યાતાની યોગ્યતા વિશે બીજી થોડીક વાત કરવામાં આવી છે.
વસ્તુતઃ ધર્મધ્યાનનો જે ધ્યાતા હોય તે જ આગળ જતાં વધુ યોગ્યતા પ્રાપ્ત થતાં શુકલધ્યાનનો ધ્યાતા બની શકે. ધર્મધ્યાનનો ધ્યાતા પ્રમત્ત ગુણસ્થાનકવાળો હોઈ શકે અને અપ્રમત્ત ગુણસ્થાનકવાળો પણ હોઈ શકે. એમાં અપ્રમત્ત ગુણસ્થાનકવાળો ધ્યાતા જો શુકલધ્યાનના પહેલા બે પાયાનું ધ્યાન ધરે તો તે અવશ્ય પૂર્વધર એટલે કે ચૌદ પૂર્વનો જ્ઞાતા હોવો જોઈએ.
૩૭૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org