________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી આ શ્લોક અહીં ટાંકવામાં આવ્યો છે. એમાં સ્થિતપ્રજ્ઞ યોગીનું બીજું એક મહત્ત્વનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે.
સ્થિતપ્રજ્ઞ મહાત્મા અનાસક્ત હોય છે. તેઓ અભિસ્નેહરહિત હોય છે એટલે કે તેઓને સ્નેહનું વળગણ હોતું નથી. તેઓ રાગરહિત, આસક્તિરહિત હોય છે. સામાન્ય સંજોગોમાં સાધારણ કક્ષાના લોકો કદાચ થોડો વખત આસક્તિરહિત હોવાનો દાવો કરી શકે. પરંતુ કસોટીનો કાળ જ વધુ મહત્ત્વનો છે. પોતાને સ્થિતપ્રજ્ઞ કે અનાસક્ત તરીકે ઓળખાવનાર મહાત્માઓ પણ કસોટીના પ્રસંગે ડગી જાય છે. ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે કે માણસને એકનો અથવા બીજાનો પક્ષ લેવાનું મન થઈ જાય. ક્યારેક વિપરીત પ્રસંગોમાં, શારીરિક કે માનસિક કષ્ટોના વખતે મનથી કે વચનથી બીજા માણસો કે પર પદાર્થો પ્રત્યે ઇતરાજી, નારાજગી, આવેગ, આક્રોશ, ઈર્ષા, દ્વેષ જેવું કંઈક વ્યક્ત થઈ જાય છે. પોતાનાં પૂર્વબદ્ધ મોટાં નિકાચિત શુભ કર્મનો કે અશુભ કર્મનો જ્યારે ઉદય હોય છે ત્યારે તો માણસની બરાબર કસોટી થાય છે. પરંતુ જેઓએ અંતર્મુખ બનીને, આત્મસ્વરૂપમાં લીન થઈને, સ્વ અને પરનો ભેદ પારખીને બરાબર સાધના કરી હોય છે તેઓ તો આવી બધી વાતોને ક્ષણિક, અનિત્ય અને સંસારના સ્વભાવરૂપ માનીને નિર્લેપ રહે છે. તેવા સાધકો સ્થિર બુદ્ધિવાળા, સ્થિતપ્રજ્ઞ અથવા ધર્મધ્યાનના અધિકારી કહેવાય છે. [૬૪૪] ય સંદરતે વાર્થ નવ સર્વશ: I
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठता ॥६७॥ અનુવાદ : અને જેમ કાચબો બધી બાજુથી અંગોને સંહરી (સમેટી) લે છે તેમ ઈન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી સંહરી લેનારની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત (સ્થિર) છે. ' વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી આ શ્લોક અહીં આપવામાં આવ્યો છે. એમાં સ્થિતપ્રજ્ઞ મુનિ અથવા યોગીનું વધુ એક લક્ષણ કાચબાના ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે.
કાચબો એક એવું પ્રાણી છે જે જળચર પણ છે અને સ્થળચર પણ છે. એની પીઠ વજ જેવી મજબૂત હોય છે. તે ઢાલ જેવી હોય છે. એના પર પ્રહારો કરવા છતાં કાચબાને વાગતું નથી. પણ એનાં અંગાંગો કોમળ છે. તે પોતાનું મુખ અને ચારે પગ પીઠની બહાર કાઢીને હરે ફરે છે, પાણીમાં તરી શકે છે. પરંતુ જરાક ભય જણાય કે તરત તે પોતાનાં અંગાંગોને પીઠની અંદર ખેંચી લે છે. એથી એ તરત સુરક્ષિત બની જાય છે. હવે એને કોઈ ભય રહેતો નથી. ઇન્દ્રિયોના સંરક્ષણ અને સંગોપન માટે કુદરતે કાચબાને જેવી વ્યવસ્થા આપી છે તેવી અન્ય પ્રાણીઓને આપી નથી. એટલે ઇન્દ્રિયોના સંયમ માટે કાચબાનું ઉદાહરણ અનુરૂપ અને તરત સમજાય એવું છે. કાચબાને એ પ્રમાણે કરતો જેણે નજરે જોયો હોય તેને તો આ ઉદાહરણની યથાર્થતા તરત સમજાય એવી છે.
સ્થિતપ્રજ્ઞ મુનિઓ પણ એ પ્રમાણે જ કરે છે. તેમની ઇન્દ્રિયો બહાર હોય છે. કાચબાના શરીરના જેવી આપણા શરીરમાં વ્યવસ્થા નથી. પરંતુ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લઈ શકાય છે. માણસની આંખ ખુલ્લી હોય અને છતાં તે કશું જોતો ન હોય, જોવા ઇચ્છતો ન હોય એમ તે કરી શકે છે. એ પ્રમાણે જેમની પ્રજ્ઞા અર્થાત્ પરિપક્વ બુદ્ધિ સ્થિર થયેલી છે, જેઓ અનાસક્ત છે તેઓ પોતાની
૩૬૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org