________________
અધ્યાત્મસાર
[૬૪૨] સુષ્યનુદ્ધિનમના: સુષ વિગતણૂક |
'વીતરામ: સ્થિતથી મુનિસુવ્યતે દવા અનુવાદ : દુઃખમાં જે ઉગરહિત મનવાળો છે, સુખમાંથી જેની સ્પૃહા જતી રહી છે, જેના રાગ, ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે તે મુનિ સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે. ' વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી સ્થિતપ્રજ્ઞ વિશેનો આ બીજો શ્લોક અહીં આપવામાં આવ્યો છે. સ્થિતપ્રજ્ઞ મુનિ સંસારમાં કેવી રીતે રહે? કેવી રીતે બેસે ? કેવી રીતે બોલે ? – ઇત્યાદિ પ્રકારના અર્જુનના પ્રશ્નોના ઉત્તર શ્રીકૃષ્ણ અહીં સંક્ષેપમાં માર્મિક રીતે આપીને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવ્યાં છે.
સંસારમાં સર્વ લોકોને સુખદુઃખના અનુભવો તો થયા જ કરે છે. વળી સુખદુઃખની કલ્પના પણ દરેકની જુદી જુદી હોય છે. સામાન્ય માણસ સુખમાં રાજી થાય છે અને દુઃખમાં દુઃખી થાય છે. આ સુખ અને દુઃખ સ્થૂલ ઇન્દ્રિયોના ભોગ-ઉપભોગને લગતું, અનુકૂળતા અને પ્રતિકૂળતાવાળું હોય છે. એ જ સુખદુ:ખને જ્ઞાનીઓ જુદી રીતે જોતા હોય છે. ગમે તેવા શોક-સંતાપના પ્રસંગો આવે તે વખતે જ્ઞાનીઓ ઉદ્વિગ્ન કે સંતપ્ત થતા નથી. તેઓ દુઃખને સમતા ભાવથી સહન કરી લે છે. તેમની પ્રસન્નતા જરા પણ ઓછી થતી નથી. તેઓ સમજે છે કે જે કોઈ દુઃખનો પ્રસંગ આવી પડ્યો હોય છે તે તો પોતાના પૂર્વબદ્ધ અશુભ કર્મોને કારણે જ છે. એમાં કોઈનો દોષ નથી. દોષ હોય તો તે પોતાનાં કર્મોનો જ છે. વળી દુઃખ તે તો દેહને પડ્યું છે, આત્માને નહિ. એવી સમજણ સાથે તેઓ દુઃખનું વેદન સાક્ષીભાવથી કરી લે છે.
જેમ દુઃખના પ્રસંગે તેમ સુખના પ્રસંગે પણ આત્મજ્ઞાની મહાત્માઓનું વલણ નિરાળું જ હોય છે. સુખમાં તેઓ હરખાઈ જતા કે છલકાઈ જતા કે છકી જતા નથી. આ બધું ક્ષણિક કે અનિત્ય જ છે એમ તેઓ સમજે છે. સુખના અનુભવ વખતે તેમને તેની વધુ સ્પૃહા થતી નથી કે રહેતી નથી. વધુ સુખ મેળવવા માટે અભિલાષા તેમને સતાવતી નથી. સુખ અને દુઃખ તો આવે ને જાય એમ જ તેઓ સમજતા હોય છે. તેથી જ તેઓ તેનાથી અલિપ્ત રહી શકે છે.
સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના જીવનમાંથી રાગ, ભય, અને ક્રોધ નીકળી ગયા હોય છે. તેઓ અનાસક્ત ભાવે જીવન જીવતા હોવાથી, રાગમુક્ત હોવાથી, દેહાતીત અવસ્થામાં રહેતા હોવાથી તેમને મૃત્યુનો ભય રહેતો નથી. મૃત્યુનો ભય નીકળી જતાં અન્ય પ્રકારના ભય પણ તેમને રહેતા નથી. વળી રાગમુક્ત હોવાથી ષમુક્ત પણ તેઓ હોય છે. એથી કોઈ વાતે ક્રોધ કે ઉગ કરવાનું તેમને કારણ રહેતું નથી. આવી ઊંચી દશા સ્થિતપ્રજ્ઞ યોગીની હોય છે. [૬૪૩] : સર્વત્રામદક્તિત્તસ્ત્રાણ ગુમાશુમમ્T
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥६६॥ અનુવાદ : જે સર્વત્ર સ્નેહરહિત (રાગરહિત, અનાસક્ત) છે અને જે શુભાશુભ પામીને નથી આનંદિત થતો કે નથી કૅષ કરતો, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે.
૩૬૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org