________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
અભ્યાસ કર્યો હતો. એટલે અન્ય દર્શન સાથેની તુલના એમના ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ આવી જાય. વળી બીજી બાજુ કેટલાક મુગ્ધ ભોળા લોકોમાં પોતાના ધર્મની – દર્શનની એટલી જાણકારી ન હોય અને અન્ય દર્શનની થોડી વાત સાંભળતાં તેઓ રાજી રાજી થઈ જાય એવું બને છે. કેટલાક કદાચ એવું કહેશે કે “ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં કેવા સરસ લક્ષણો બતાવ્યાં છે. આપણે ત્યાં છે એવું કંઈ ?' વસ્તુતઃ જૈન દર્શનમાં ધર્મધ્યાનીનાં જે લક્ષણો કહ્યાં છે તેવાં જ લક્ષણો સ્થિતપ્રજ્ઞનાં છે. એમાં શબ્દો કદાચ જુદા હોય તો પણ અર્થથી તે બંનેનાં લક્ષણો એકબીજા સાથે ઘટાવી શકાય એમ છે. એટલે જૈન દર્શનમાં ધર્મધ્યાનીનાં જે લક્ષણો બતાવવામાં આવ્યાં છે તે સર્વથા યોગ્ય અને વ્યવસ્થિત જ છે. આ સરખામણી માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતામાંથી હવે પછીના ચાર શ્લોક ટાંક્યા છે. [૬૪૧] પ્રજ્ઞાતિ માન્ સર્વાવાર્થ મનોકાતાના
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥६४॥ અનુવાદ : હે અર્જુન (પાર્થ) ! જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને તે (સાધક) ત્યજી દે છે, (અને) પોતાનામાં જ પોતાના (આત્મા) વડે સંતુષ્ટ હોય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી ચાર શ્લોક (નં. ૫૫ થી ૫૮) અહીં ટાંક્યા છે. આ શ્લોકો શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધીને કહેલા છે. તેઓ અર્જુનને ‘સ્થિતપ્રજ્ઞ'નાં લક્ષણો સમજાવે છે. જૈન દર્શનમાં જે ધર્મધ્યાનયોગી છે તે જ ગીતામાં સ્થિતપ્રજ્ઞ છે. અહીં આ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં બે મુખ્ય લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. સ્થિતપ્રજ્ઞ એ કહેવાય કે જેણે બધી વાસનાઓનો ત્યાગ કર્યો છે અને જે પોતાના આત્મામાં જ સંતુષ્ટ હોય છે.
અહીં વાસનાઓના ત્યાગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મનુષ્યનું મન વાસનાઓને કારણે જ સંકલેશવાળું રહે છે. મનુષ્યને આહારસંજ્ઞા વળગેલી છે. ભાતભાતની વાનગીઓનો વિવિધ પ્રકારનો રસ તે માણવા ઇચ્છે છે. તેની સર્વ ઇન્દ્રિયો અને મન ભોગોપભોગ માટે સતેજ રહે છે. મનુષ્યની વિવિધ પ્રકારની એષણાઓને ચાર મુખ્ય વિભાગમાં શાસ્ત્રકારોએ વહેંચી નાખી છે. એ છે દારેષણા, પુત્રેષણા, વિષણા અને લોકેષણા. પુરુષને સ્ત્રી સાથે અને સ્ત્રીને પુરુષ સાથે કામભોગ ભોગવવાની પ્રબળ વાસના રહ્યા કરે છે. તદુપરાંત સંતાનપ્રાપ્તિની અને ધનમિલકત મેળવવાની એષણા રહે છે. કેટલાક આ ત્રણે વાસનાઓ ઉપર વિજય મેળવે છે, પરંતુ લોકેષણા, લોકખ્યાતિ, લોકોમાં પોતાની વાહવાહ થાય, પોતાનાં યશકીર્તિ વધે, પોતે મોટા પ્રસિદ્ધ પુરુષ થાય, લોકનેતા કે અભિનેતા થાય એવી મહત્ત્વાકાંક્ષા સેવતા રહે છે અને તે સંતોષાતાં ઉત્તરોત્તર વધુ અને વધુ પૂજા-સત્કાર માટેની તેઓની અભિલાષા વધતી રહે છે. પરંતુ જે આવી બધી એષણાઓ, ઇચ્છાઓ, વૃત્તિઓ, આકાંક્ષાઓ, વાસનાઓનો ત્યાગ કરે છે, તેના પર વિજય મેળવે છે, નિષ્કામ અને અનાસક્ત બને છે તે જ સ્થિતપ્રજ્ઞ બનવાને અધિકારી થઈ શકે છે.
વાસનાઓની ઉપર વિજય મેળવનાર જ અંતર્મુખ બની શકે છે. જે અંતર્મુખ થાય છે, આત્મવિચાર, આત્મજ્ઞાન, આત્મધ્યાન તરફ આગળ વધે છે તે જ અધ્યાત્મમાર્ગમાં આગળ વધે છે. તે જ અધ્યાત્મમાર્ગનો સાચો પ્રવાસી બની શકે છે. પછીથી એને પોતાનામાં જ એટલો સંતોષ રહે છે કે દુન્યવી કોઈ પણ બાબત એને આકર્ષી શકતી નથી. આમ, આત્મસંતુષ્ટ, આત્મસ્થ, આત્મજ્ઞાની વ્યક્તિ જ ‘સ્થિતપ્રજ્ઞ' બની શકે છે.
૩૬૭ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org