________________
અધ્યાત્મસાર
તત્ત્વના જાણકાર છે, સંસારના સ્વરૂપને સમજનાર છે અને સ્વરૂપમાં રમનાર છે તેઓ તો જે સુખ સ્વાધીન હોય, આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું હોય, ભયરહિત હોય, વિષયોની અભિલાષા, ઉત્સુકતા કે અપેક્ષા વિનાનું હોય, નિર્મળ હોય, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય, શાશ્વત હોય એવું સુખ પ્રાપ્ત કરવાનું અને એમાં જ મગ્ન રહેવાનું ઇચ્છે.
[૧૦૨] તવેતદ્વાષન્ને નામયવાન વસ્તુ ભવस्वरूपानुध्यानं शमसुखनिदानं कृतधियः ॥ स्थिरीभूते ह्यस्मिन्विधुकिरणकर्पूरविमला । यशः श्री प्रौढा स्याज्जिनवचनतत्त्वस्थितिविदाम् ॥२७॥
અનુવાદ : એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે ભવસ્વરૂપનું ધ્યાન જગતને અભયદાન આપનારું અને સમતાના સુખનું કારણ છે. એ ધ્યાનમાં સ્થિર થવાથી જિનાગમનાં તત્ત્વોની સ્થિતિને જાણનાર પુરુષો માટે તો ચંદ્રનાં કિરણો જેવી અને કપૂર જેવી ઉજ્જવળ યશલક્ષ્મી (મોક્ષલક્ષ્મી) વૃદ્ધિ પામે છે.
વિશેષાર્થ : આ અધિકારનું સમાપન કરતાં આ છેલ્લા શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ રીતે અહીં ભવસ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું ચિંતન પ્રજ્ઞાવાન મનુષ્યો માટે શમસુખનું કારણ બને છે. તે જગતને અભયદાન દેવાવાળું છે. જગતમાં બનતી વિચિત્ર, વિષમ ઘટનાઓનું અવલોકન કરતાં અને તે વિશે ચિંતનમનન કરતાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા વગર રહેશે નહિ. એ વૈરાગ્યભાવ જીવનમાં શાન્તિ લાવશે. ચિત્તમાં ઊઠતા વિકારો, કષાયો, આવેગો વગેરેને તે શાન્ત કરશે. ભવસ્વરૂપના ચિંતનથી જેઓનું ધ્યાન સ્થિર થઈ જાય છે તેમની યશલક્ષ્મી પ્રૌઢ બને છે, અર્થાત્ વૃદ્ધિ પામે છે. એ યશશ્રી કેવી છે ? જિનેશ્વર ભગવાનના સિદ્ધાન્તોના તત્ત્વને જાણવાવાળાની એ લક્ષ્મી છે. ચન્દ્રનાં કિરણો જેવી અથવા કપૂર જેવી ધવલ અને નિર્મળ એ લક્ષ્મી છે.
પ્રાચીન ગ્રંથશૈલી અને કવિપરંપરા અનુસાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અહીં આ પ્રથમ પ્રબંધના છેલ્લા શ્લોકમાં પોતાનું નામ ‘યશ' શ્લેષથી ગૂંથી લીધું છે.
Jain Education International2010_05
इति भवस्वरूपचिंताधिकारः । ભવસ્વરૂપચિંતા અધિકાર સંપૂર્ણ. इति प्रथम प्रबंध: ।
૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org