________________
પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર
સ્ત્રીઓ છે તેમ ચિત્તમાં આત્મરતિરૂપી સ્ત્રી નથી ? તો પછી આવું સ્વાધીન સુખ ત્યજીને પરાધીન સુખ કોણ ઇચ્છે ?
વિશેષાર્થ : સામાન્ય લોકો માટે ભૌતિક સુખ એ જ સર્વસ્વ છે. તેવી રીતે યોગી મહાત્માઓ પાસે પણ સુખ છે, પરંતુ તે વધુ ચડિયાતું સુખ છે. એ સુખને જોવાની, સમજવાની અને વિશેષતઃ અનુભવવાની દૃષ્ટિ અને શક્તિ અને પાત્રતા જોઈએ. સંસારમાં હાથી, ઘોડા, પાળેલાં પશુ, પંખીઓ, હીરા, મોતી, માણેક, વાડી, બંગલા અને જાતજાતનાં સાધનો, વાહનો, ઉપકરણો, અલંકારો વગેરે છે. એક મોટા રાજા પાસે હોય એટલી લક્ષ્મીને રાજ્યલક્ષ્મી તરીકે ઓળખાવી શકાય. કોઈની પાસે આવી રાજ્યલક્ષ્મી જો હોય, તો શું અધ્યાત્મયોગીઓ પાસે ઓછી રાજ્યલક્ષ્મી છે ? એમના અધ્યાત્મરાજ્યમાં શ્રુતાભ્યાસ, સંયમ, ઉપશમ, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ, શાંતિ, સ્થિરતા, વિવેક, વિનય, ઔદાર્ય, ક્ષમા, સરળતા, ભેદજ્ઞાન વગેરે વિવિધ પ્રકારની લક્ષ્મી કેટલી બધી ડિયાતી છે ! આ વાતની સાક્ષી તો અનુભવી જ આપી શકે. વળી ભૌતિક રાજ્યલક્ષ્મી તો ચંચળ છે, નાશવંત છે. અધ્યાત્મિક રાજ્યલક્ષ્મી નાશવંત નથી. આવ્યા પછી તે ચાલી જતી નથી. ભવાંતરમાં પણ તે સાથે આવી શકે છે.
સંસારમાં રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરે પાસે રૂપવતી પ્રિયા છે, તો જ્ઞાનીઓ પાસે શું આત્મરતિ નામની પ્રિયા નથી ? પેલી પ્રિયાનું રૂપ તો વૃદ્ધાવસ્થા આવતાં કરમાઈ જવાનું છે. આત્મરતિનું રૂપલાવણ્ય તો ઉત્તરોત્તર ખીલતું જવાનું. ભૌતિક સુખ તો અન્ય વ્યક્તિ અને અન્ય પદાર્થ ઉપર આધાર રાખનારું છે, પરાધીન છે. આત્મિક સુખ માટે કોઈની યે ગરજ રહેતી નથી. જો આ પ્રમાણે હોય તો જ્ઞાની માણસો સ્વાધીન સુખ છોડી પરાધીન સુખની ઇચ્છા કરે ખરા ?
[૧૦૧] પરાધીન શર્મ ક્ષયિ વિષયાંક્ષાયતિનમ્ ।
भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ॥२६॥
અનુવાદ : સંસારનું આ સુખ પરાધીન છે, ક્ષય પામવાના સ્વભાવવાળું છે, વિષયોની આકાંક્ષાના સમૂહથી મલિન છે, ભીતિવાળું છે, તેમ છતાં કુબુદ્ધિવાળા તેમાં રાચે છે. પરંતુ જે જ્ઞાની પુરુષો છે તેઓ તો જે સ્વાધીન છે, અવિનાશી છે, ઇન્દ્રિયોની ઉત્સુકતાથી રહિત છે, ભયરહિત છે એવા આધ્યાત્મિક સુખમાં જ લીન બની રહે છે.
વિશેષાર્થ : સુખનો વિષય ઘણો ગહન છે. અનેક પ્રકારની સંભાવનાઓ એમાં રહેલી છે. એમાં ઉચ્ચ ભાવના છે અને એટલી જ એમાં ભ્રમણા પણ રહેલી છે. સંસારનાં ભૌતિક સુખો ઘણી ઊતરતી કક્ષાનાં છે, કારણ કે તે પરાધીન છે, અલ્પસમયનાં છે. વિષયોની ઇચ્છાઓને કારણે તે મલિન છે અને ભીતિ ઉત્પન્ન કરે એવાં છે. જેની પાસે અતિશય ધન હોય તેને ચોરનો ભય રહે. રૂપવતી સ્ત્રી હોય તો એને શિયળનો ભય રહે. ધન, રૂપ વગેરે સાથે પણ ચંચળતાનું લક્ષણ જોડાયેલું છે. આવા હલકા પ્રકારના, નિંદનીય સુખમાં તો મિથ્યામતિવાળા અથવા કુબુદ્ધિવાળા જ રાચી શકે. જેઓ જ્ઞાની છે,
Jain Education International2010_05
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org