________________
અધ્યાત્મસાર
હતી. ત્યારથી જ એમની અધ્યાત્મદષ્ટિ ખૂલી ગઈ હતી અને તત્ત્વની પ્રતીતિ એમને થઈ ગઈ હતી. એટલે અહીં શ્લોકના પૂર્વાર્ધમાં મૂકેલો અભિપ્રાય તે એમનો અંગત અભિપ્રાય નહોતો કે એવો એમને અનુભવ નહોતો. એટલે એમણે સાંસારિક સુખ માટે રજૂ કરેલો અભિપ્રાય તે કાલ્પનિક છે. અન્યનો હોય તે પોતાનો કરીને મૂક્યો છે. વસ્તુની સચોટ રજૂઆત માટે તથા બીજાના ચિત્તમાં વસ્તુને સારી રીતે ઠસાવવા માટે આવી રીતે રજૂઆત કરવાની પ્રાચીન સમયથી ચાલી આવતી એક શૈલી છે. ઉપાધ્યાયજી
I શૈલીનો અહીં આશ્રય લીધો છે કે જેથી પોતાને જે અભિપ્રેત છે તે વાચકના ગળે તરત ઉતારી શકે. [૯] રંધાની ચિં નિરવધિમવિદ્યક્રમ
प्रपंचाः पांचालीकुचकलशवन्नातिरतिदा ॥ गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ ।
चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ॥२४॥ અનુવાદ : પૂતળીના સ્તનરૂપી કળશની જેમ અવધિરહિત કઠિનતાને ધારણ કરનારા એવા તથા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા એવા સંસારના પ્રપંચો પ્રતિકારક નથી થતા. અજ્ઞાનરૂપી વાદળાં વિખરાઈ જવાથી અને વિકાસ પામતી કાન્તિવાળા આત્મ-ચન્દ્રનો ઉદય થવાથી સહજ એવા ચિદાનંદનો રસ પ્રાપ્ત થાય છે. એટલે સંસારના પ્રપંચોમાં વિરતિ થઈ છે.
વિશેષાર્થ : સંસારના પ્રપંચો અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા છે. અહીં પ્રપંચ એટલે સંસારની માયાજાળનો વિસ્તાર. એ પ્રપંચોમાં કઠોરતા રહેલી છે. એ કઠોરતા હદ વગરની છે. એથી એ પ્રપંચોમાં જરા પણ આનંદ આવતો નથી. પાંચાલીના સ્તનની કઠોરતાથી કોને આનંદ આવે ? પાંચાલી એટલે પૂતળી. લાકડામાંથી કે પથ્થરમાંથી કોતરેલી પૂતળીના કળશ જેવા સ્તનમાં વાગે એવી નરી કઠિનતા હોય છે. એ પ્રીતિકર નથી હોતા. તેવી રીતે સંસારના પ્રપંચો કઠોર છે. જેમ વાદળાં વીખરાઈ જાય અને ચંદ્ર પ્રકાશે અને આનંદ આપે તેમ અજ્ઞાનરૂપી વાદળાં વીખરાતાં આત્મારૂપી ચંદ્રનો ઉદય થયો છે અને તે ચિદાનંદનો અનુભવ કરાવે છે. જ્યારે આત્મજ્ઞાનનો, એટલે કે સ્વસ્વરૂપનો આવો ઉત્તમ અનુભવ થાય ત્યારે સાંસારિક પ્રપંચોમાંથી સ્વાભાવિક રીતે જ નિવૃત્ત થવાનું મન થાય. [૧૦૦] વે યા રાજ્યશ્રીનરTrivહતા !
न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि ॥ बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतय
स्ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ॥२५॥ અનુવાદ : સંસારમાં હાથી, ઘોડા, ગાય, બળદ વગેરેના સમુદાયથી બનેલી રાજ્યલક્ષ્મી છે, તો શું જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ચિત્તમાં ઉત્પન્ન થયેલી લક્ષ્મી નથી ? જેમ બાહ્ય જગતમાં
Jain Education Interational 2010_05
For Priva
47
For Private & Personal Use Only
www.jainelibrary.org