________________
પ્રબંધ બીજો.
અધિકાર પાંચમો * વૈરાગ્યસંભવ અધિકાર 24
[૧૦૩] મવસ્વરૂપવિજ્ઞાનાત્ પાળ્યદષ્ટિનાત્
तदिच्छोच्छेदरूपं द्राग् वैराग्यमुपजायते ॥१॥ અનુવાદ : ભવનું સ્વરૂપ જાણવાથી, તે નિર્ગુણ છે એવી દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એથી તે પ્રત્યે દ્વેષ (અભાવ, અરુચિ) થાય છે. એથી સંસારની ઇચ્છાનો ઉચ્છેદ થવારૂપી વૈરાગ્ય તત્કાળ ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ : કેટલાક માણસોને સંસાર પ્રત્યે અચાનક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ધનહાનિ, માનહાનિ, અણબનાવ, વિશ્વાસઘાત, રાજ્યની મોટી ચોરી પકડાઈ જવી, સ્વજનનું મૃત્યુ વગેરે પ્રકારના આઘાતજનક અનુભવો વૈરાગ્ય જન્માવે છે. પણ એ વૈરાગ્ય એકંદરે ક્ષણિક હોય છે. જેઓ જ્ઞાની છે તેઓનો વૈરાગ્ય આવો ક્ષણિક નથી હોતો. તેઓને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાનાં મુખ્ય બે કારણ છે. એક તો સંસારના સ્વરૂપનું તેઓ ચિંતન કરે છે અને એથી સંસાર અત્યંત દુઃખમય, કષ્ટમય, વિષમતાથી અને વિચિત્રતાથી ભરેલો તેમને જણાય છે. બીજું કારણ એ છે કે પોતાની વિકસિત દૃષ્ટિથી નિહાળતાં એમને સંસારમાં ક્યાંય ગુણ દેખાતો નથી. સંસાર નિર્ગુણ છે, ગુણરહિત છે, એટલે કે અસાર છે એવી એમને દઢ પ્રતીતિ થાય છે. આથી સંસાર પ્રત્યે એમને વૈષ થાય છે અર્થાત્ સંસાર પ્રત્યે એમને અરુચિ અને અભાવ થાય છે. સંસારનાં પૌગલિક સુખો ભોગવવાની એમને અભિલાષા થતી નથી. આથી સાંસારિક ઇચ્છાઓનો તેઓ ઉચ્છેદ કરે છે. સંસાર પ્રત્યે તેઓ ઉદાસીન બને છે. એથી સંસાર પ્રત્યે તેમને તત્કાળ વૈરાગ્ય થાય છે. એ વૈરાગ્ય તેમને આત્મસ્વરૂપના ચિંતન તરફ લઈ જાય છે. [૧૦૪] સિદ્ધયા વિષયસ્તર્થસ્થ વૈરા વત્તિ છે.
__ मतं न युज्यते तेषां यावदाप्रसिद्धितः ॥२॥ અનુવાદ : વિષયસુખની સિદ્ધિ થતાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવું જેઓ વર્ણવે છે તે યોગ્ય નથી, કારણ કે જ્યાં સુધી અર્થ (વિષય) છે ત્યાં સુધી એની અપ્રસિદ્ધિ છે. (અર્થાતુ બધા જ પદાર્થો પ્રાપ્ત થાય જ એવું કહી શકાતું નથી.) ' વિશેષાર્થ : આ શ્લોકમાં ‘સિદ્ધિ અને “અપ્રસિદ્ધિ એ બંને શબ્દો વિશિષ્ટ અર્થમાં વપરાયા છે. સિદ્ધિ એટલે સંપૂર્ણપણે પ્રાપ્તિ અને તૃપ્તિ. અસિદ્ધિ એટલે સંપૂર્ણપણે અપ્રાપ્તિ અને અતૃપ્તિ અથવા પ્રાપ્તિ અને તૃપ્તિમાં અપૂર્ણતા. અપ્રસિદ્ધિ એટલે વિશેષપણે અસિદ્ધિ.
કેટલાક એવું માને છે કે એક વસ્તુ ભોગવી લીધા પછી માણસનું મન ધરાઈ જાય છે અને એનાથી
૫૭. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org