________________
અધ્યાત્મસાર
નિવૃત્ત થઈ જાય છે. ત્યાર પછી એ વસ્તુ તરફ એની આસક્તિ રહેતી નથી. એના તરફ વૈરાગ્ય આવી જાય છે. કેટલાક વળી એમ કહે છે કે વિષયોને ભોગવ્યા વિના સીધા વૈરાગ્ય તરફ વળવાથી ક્યારે વિષયેચ્છા જાગ્રત થશે તે કહી શકાય નહિ. માટે પહેલાં વિષયભોગ અને પછી વૈરાગ્ય એ સ્વાભાવિક ક્રમ છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. વિષયો અનેક પ્રકારના છે અને તે દરેકનો ભોગવટો કર્યા પછી વૈરાગ્ય તરફ વળવાની વાત કરવામાં આવે તો ક્યારેય વારો જ નહિ આવે. વળી વિષયોનું સ્વરૂપ એવું નથી કે એક વખત ભોગવટો કર્યો એટલે તરત મન તૃપ્ત અને નિવૃત્ત થઈ જાય, કારણ કે જ્યાં સુધી વિષયો છે ત્યાં સુધી અતૃપ્તિ રહેવાની જ. [૧૦૫] પ્રાતત્વમાકુરૈરવાષ્પષ્યનંતશ: I
कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥३॥ અનુવાદ : કામભોગો અનંતવાર પ્રાપ્ત થયા હોવા છતાં જાણે પોતાને એક પણ વાર પ્રાપ્ત થયા નથી એવા ભ્રમને લીધે મૂઢ જીવોની કામભોગની ઇચ્છા શાંત થતી નથી.
વિશેષાર્થ : ફક્ત એક વર્તમાન જીવનમાં બધા પ્રકારનાં ભૌતિક સુખો ભોગવવા જીવ નીકળે તો જીવન પૂરું થઈ જાય, પણ સુખના પદાર્થો અને પ્રકારો પૂરા ન થાય. જો એક ભવની અપેક્ષાએ પણ આ પ્રમાણે હોય તો જીવે આ પૂર્વે અનંત ભવ કર્યા છે અને તે દરેક ભવમાં વિષયોનું જે સુખ ભોગવ્યું છે એનો જો વિચાર કરીએ તો કલ્પના પણ કામ ન કરે. એમ કહી શકાય કે એક એક વિષયનું સુખ જીવે અનંત ભવમાં અનંત વાર ભોગવ્યું છે અને છતાં જીવને તૃપ્તિ નથી થઈ. મૂઢ જીવોને એમ જ લાગે છે કે વર્તમાન ભવમાં પોતાને પ્રાપ્ત થયેલા જે કામ ભોગો છે તે પહેલી જ વાર પ્રાપ્ત થાય છે. વળી ભોગોનું સ્વરૂપ એવું છે કે વારંવાર ભોગવવા છતાં તે જાણે નવું સ્વરૂપ ધારણ કરીને પહેલી વાર પોતાની પાસે આવ્યા હોય એવો ભાસ થાય છે. આથી વિષયો માટેની, વિવિધ પ્રકારના કામભોગોની વાસના-તૃષ્ણા ક્યારેય શાંત થતી નથી. [૧૦] વિષ: ક્ષયતે નો નેજોનૈરિવ પાવવા
प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ॥४॥ અનુવાદ : જેમ ઈંધણથી અગ્નિ ક્ષય પામતો નથી તેમ વિષયોના સેવન વડે કામ ક્ષીણ થતો નથી, પરંતુ તે શક્તિનો ઉલ્લાસ કરી વારંવાર વૃદ્ધિ પામે છે.
વિશેષાર્થ : કોઈ કદાચ એવી દલીલ કરે કે વસ્તુ જેમ વપરાતી જાય તેમ ક્ષીણ થતી જાય, ખૂટતી જાય અને એમ કરતાં કરતાં છેવટે જીર્ણ થઈને, શીર્ણ થઈને નષ્ટ પામે. કેટલીક સ્કૂલ નિર્જીવ ચીજવસ્તુઓની બાબતમાં એ સાચું હશે કે તે વપરાઈ, ઘસાઈને છેવટે નાશ પામે, પરંતુ કામભોગની બાબતમાં એવું નથી. એ તો અગ્નિ જેવો છે. અગ્નિમાં ઈંધણ નાખવાથી અગ્નિ શાંત થતો નથી, પરંતુ વધુ અને વધુ બળવા લાગે છે. ક્યારેક શાંત પડવા આવેલા અગ્નિમાં લાકડાં, કોલસા નાખવામાં આવે તો તે પાછો વધુ જોરથી બળવા લાગે છે, જાણે કે, એનામાં ફરી નવી શક્તિ આવી ન હોય ! તેવી રીતે મંદ પડવા
૫૮
Jain Education Interational 2010_05
on International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org