SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ બીજ, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર આવેલો કામભોગ અનુકૂળ વ્યક્તિ, પરિસ્થિતિ મળતાં ફરી જોરમાં આવે છે અને શાંત થવાને બદલે પ્રજવલિત બને છે. એટલા માટે જ કહેવાયું છે કે – न जातु काम कामानां उपभोगेन शाम्यति । (કામવાસના કામના ઉપભોગથી શાન્ત થતી નથી.) જો કામભોગનું સ્વરૂપ આવું હોય તો તેની તૃપ્તિથી વૈરાગ્ય કેવી રીતે પ્રગટે ? વર્ષોના વૈરાગ્ય પછી, સંયમના પાલન પછી, ઇન્દ્રિયોના વિષયનો જરાક જેટલો સ્વાદ માણવાની ઉત્સુકતાથી નીકળેલા મહાત્માઓ ત્યાર પછી સંયમ તરફ પાછા ફરી શક્યા નથી અને પતનના માર્ગે વધુ અને વધુ ઘસડાયા છે. [૧૦૭] સૌખ્યત્વમિવ સિંહનાં પ્રશ્નનામિવ ક્ષTI विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्वचम् ॥५॥ અનુવાદ : જેમ સિંહોમાં સૌમ્યતા હોવી તે અશક્ય છે, જેમ સર્પોમાં ક્ષમા અશક્ય છે તેમ વિષયોમાં પ્રવૃત્ત થયેલાને વૈરાગ્ય પ્રાપ્ત થાય એમ કહેવું અશક્ય છે. વિશેષાર્થ : કેટલાક જીવોમાં એમનાં પ્રકૃતિગત લક્ષણો હોય છે. ઉદાહરણ તરીકે સિંહ ક્યારેય સૌમ્ય પ્રકૃતિવાળો બની ન શકે. પોતાના શિકારને જોતાં જ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. સર્પ ચાલ્યો જતો હોય અને એના ઉપર કોઈનો પગ પડે તો તે ડંખ માર્યા વગર રહે નહિ. “હશે, જવા દો બિચારાને. એની ભૂલ થઈ હશે.”—એવો ક્ષમાભાવ સર્પમાં ક્યારેય આવી ન શકે, કારણ કે ક્ષમા એની પ્રકૃતિમાં નથી. તેવી રીતે વૈરાગ્ય એ વિષયવાસનાનું લક્ષણ નથી. તીવ્ર વિષયવાસના હોવી અને સાથે સાથે વૈરાગ્ય ભાવ હોવો, એમ એ બે એક સાથે રહી ન શકે. જ્યાં વૈરાગ્ય છે ત્યાં વિષયવાસના નથી અને જયાં વિષયવાસના છે ત્યાં વૈરાગ્ય નથી. [૧૦૮] મત્વા વિષયત્યા ય વૈરાર્થ થિર્વત્તિ अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छिति ॥६॥ અનુવાદ : વિષયોનો ત્યાગ કર્યા વિના જો કોઈ માણસ વૈરાગ્ય ધારણ કરવા ઇચ્છે તો તે અપથ્યનો ત્યાગ કર્યા વિના રોગનો ઉચ્છેદ કરવા ઇચ્છે છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ અહીં વિષયત્યાગ વિના વૈરાગ્યની ઇચ્છા ધરાવનારને રોગી સાથે સરખાવે છે. જે પ્રમાણે રોગ હોય તે પ્રમાણે રોગીના ખાનપાનમાં શું શું પથ્યાપથ્ય છે તે વૈદરાજો જણાવે છે. ભારે તાવ આવ્યો હોય અને દર્દી પેટ ભરીને મિષ્ટાન્ન ખાય, મધુપ્રમેહનો રોગ થયો હોય અને દર્દી ખૂબ સાકર ખાય, ભારે શરદીથી શરીર ઠંડું પડીને ધ્રૂજતું હોય ત્યારે દર્દી બરફ નાંખેલું ઠંડું પાણી પીએ અથવા બહુ ઝાડા થઈ ગયા હોય ત્યારે માણસ દૂધપાક ખાવા બેસે તો એથી દર્દ વધી જાય. એ બધી વસ્તુઓ દર્દીને માટે અપથ્ય છે. દર્દ મટાડવા માટે પહેલાં અપથ્ય કે કુપથ્યનો ત્યાગ કરવો જરૂરી છે. એવી રીતે વિષયભોગ ૫૯ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy