________________
અધ્યાત્મસાર
વૈરાગ્ય માટે અપથ્ય છે. અપથ્યના સેવનથી પરિસ્થિતિ બગડે છે, મોહદશા વધે છે અને વૈરાગ્ય તો ઘણો
ડે છે. માટે વૈરાગ્ય કેળવવા માટે વિષયભોગરૂપી અપધ્યનો ત્યાગ પ્રથમ થવો જોઈએ.
[૧૦] ન વિત્તે વિષયવૈરાર્થ સ્થા/મધ્યત્રમ્
अयोधन इवोत्तप्ते निपतन्बिदुरंभसः ॥७॥ અનુવાદ : લોઢાના તપાવેલા ઘણ ઉપર પડેલું પાણીનું બિંદુ જેમ શોષાઈ જાય, તેમ વિષયથી આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહી શકતો નથી.
વિશેષાર્થ : અહીં બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. લોઢાના તપાવેલા ઘણ ઉપર પાણીનું એક ટીપું નાંખવામાં આવે તો તે છમ્ કરીને તરત જ શોષાઈ જાય છે. ક્ષણવાર પણ તે ટકી શકતું નથી. તેવી રીતે વિષયભોગમાં લયલીન બનેલા ચિત્તમાં વૈરાગ્યની વાત જરા પણ ટકતી નથી. તે વખતે એને બોધવચનો તો પ્રિય નથી લાગતાં પણ વિષયાન્તરની વાત પણ ગમતી નથી. ભાવતું ભોજન ખાવા બેઠેલા ભૂખ્યા માણસને કહેવામાં આવે કે ખાવાનું રહેવા દો અને આ ફૂલની સરસ સુંગધ માણો તો તે પણ એને ગમતી વાત નથી. એવી જ રીતે અન્ય પ્રકારના ભોગોપભોગમાં પણ બને છે. તો પછી ભોગોપભોગ વખતે વૈરાગ્યની વાત કેવી રીતે ગમે ? કદાચ વૈરાગ્યની વાત કરવા ખાતર કે મજાક ખાતર માણસ કરે તો પણ એના અંતરમાં વૈરાગ્ય હોતો નથી. ભોગપભોગ વખતે ઇન્દ્રિયો બાહ્ય પદાર્થોમાં દોડે છે. વૈરાગ્ય માટે અંતર્મુખ બનવું પડે છે. જો આમ, ક્ષણવાર માટે પણ વિષયભોગની સાથે વૈરાગ્ય ન ટકી શકતો હોય તો પછી કાયમ વિષયભોગની સાથે કાયમનો વૈરાગ્ય તો ક્યાંથી સંભવી શકે ?
[૧૧] વીવુડ થાત્ દૂત્રો પહને યવશિનિ ..
तदा विषयसंसर्गिचित्ते वैराग्यसंक्रमः ॥८॥ . અનુવાદ : જો અમાસની રાતે ચંદ્રનો ઉદય થાય અને જો વંધ્ય (અવકેશિ) વૃક્ષને ફળ આવે, તો વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યનો પ્રવેશ થાય.
વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ આ વાતને વધુ દૃઢ રીતે સમજાવવા માટે બીજાં બે દૃષ્ટાન્ત આપે છે. અમાસની ઘોર અંધારી રાતે ચંદ્રદર્શન શક્ય નથી. તેવી જ રીતે જે વૃક્ષ વંધ્ય હોય તેને ફળ આવતું નથી. અમાસની રાતે જો ચંદ્રદર્શન સંભવિત બને અથવા વંધ્ય વૃક્ષને ફળ આવે, તો જ વિષયાસક્ત ચિત્તની અંદર વૈરાગ્યનું સંક્રમણ થાય. એટલે કે એ ક્યારેય શક્ય બને નહિ. [૧૧૧] મવહેતુપુ તષા-શિષ્યવૃત્તિતઃ |
वैराग्यं स्यान्निराबाधं भवनैर्गुण्यदर्शनात् ॥९॥ અનુવાદ : ભવના હેતુ ઉપર દ્વેષ થવાથી, વિષયોમાં પ્રવૃત્તિ ન થવાથી અને ભવને ગુણરહિત જોવાથી નિરાબાધ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org