________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
વિશેષાર્થ : વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય અને તે કેવી રીતે ટકી શકે ? પ્રથમ તો ભવના હેતુ પ્રત્યે દ્વેષ થવો જોઈએ. ભવ એટલે સંસાર. હેતુ એટલે કારણ. સંસાર ગમતો ન હોવો જોઈએ. જન્મ, મરણ અને પુનર્જન્મનું જે ચક્ર ચાલ્યા કરે છે તેમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા થવી જોઈએ. તે ચક્ર ક્યા કારણે ચાલે છે ? જો વિચાર કરવામાં આવે તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરેને કારણે જન્મમરણના ફેરા ચાલ્યા કરે છે એવું પોતાને સમજાવું જોઈએ. સંસારના આ હેતુ છે એ સમજાયા પછી તે પ્રત્યે દ્વેષ, અભાવ, ખેદ વગેરે થવાં જોઈએ. વળી સંસારનું સ્વરૂપ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં તેમાં માત્ર અવગુણો કે દોષો જ છે અને તેમાં કોઈ ગુણ રહેલો નથી એવી અંતરમાં પ્રતીતિ થવી જોઈએ. બીજા લોકોને સંસારમાં જે ગુણ દેખાય છે તે વસ્તુતઃ તત્ત્વસ્વરૂપે અને પરમાર્થ દૃષ્ટિએ દોષ જ છે અને ગુણાભાસ છે એમ સમજાવું જોઈએ. આ સમજાયા પછી સંસારના કામભોગમાં અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આવવી જોઈએ. મન સંસારના સ્વરૂપને સમજે, પણ હૃદય વિષયભોગમાં દોડવા પોતાને પ્રેર્યા કરે એવી સંઘર્ષમય સ્થિતિ સર્જાય ત્યારે જીવનમાં ઘડીક વૈરાગ્ય અને ઘડીક વિષયભોગ એવી ડામાડોળ સ્થિતિ રહે છે. એવો બાધાવાળો વૈરાગ્ય સામાન્ય વૈરાગ્ય કે કામચલાઉ વૈરાગ્ય હોય છે. જયારે વિષયભોગમાંથી પૂરી સમજણ સાથેની, શ્રદ્ધા સહિતની નિવૃત્તિ આવે ત્યારે જ અનુક્રમે નિરાબાધ વૈરાગ્ય પ્રગટ થાય છે અને તે સ્થિર તથા દઢ રહે છે.
[૧૧૨] ચતુર્થે પુસ્થાને નવૅવં તત્ પ્રસજ્જતે
युक्तंखलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ॥१०॥ અનુવાદ : જો એમ હોય તો ચોથા ગુણસ્થાનકે પણ વૈરાગ્યની ઉત્પત્તિ થશે, કારણ કે પ્રમાણ જાણનારાઓને (પ્રમાતાને) સંસારની નિર્ગુણતાનું દર્શન થઈ શકે છે.
વિશેષાર્થ : અહીં એક તાત્ત્વિક પ્રશ્ન ઊભો થશે. જો સંસારની નિર્ગુણતાનું દર્શન થવાથી વૈરાગ્યની ઉત્પત્તિ અવશ્ય થતી હોય તો ચોથે ગુણસ્થાનકે વર્તતા સમ્યગુષ્ટિ જીવોને વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે તેઓને સંસારની નિર્ગુણતાનું દર્શન થાય છે. એ ગુણસ્થાનકે વર્તતા જીવો પ્રમાતુ (પ્રમાણને જાણવાવાળા) હોય છે. તેથી તેઓ સંસારના સ્વરૂપને યથાર્થપણે જાણવાવાળા હોય છે એમ કહી શકાય. પરંતુ ચોથું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિનું છે. એ ગુણસ્થાનકે વિરતિ એટલે વૈરાગ્ય નહિ પણ અવિરતિ હોય છે. ત્યાં કામભોગની અપ્રવૃત્તિ હોતી નથી. તો પછી ત્યાં વૈરાગ્ય કેવી રીતે સંભવે ? એક જ ગુણસ્થાનકે વૈરાગ્ય અને અવૈરાગ્ય એમ બંને જો સ્વીકારવામાં આવે તો અસંગતિનો દોષ ન આવે ?
આ પ્રમાણે તર્કયુક્ત શંકા પોતે ઊભી કરીને ગ્રંથકર્તા હવે પછીના શ્લોકમાં એનું સમાધાન કરે છે. [૧૧૩ સત્યં વારિત્રમોહસ્થ મહિમા જોડણયં વસ્તુ
यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥११॥ અનુવાદ : સાચી વાત છે. ચારિત્ર-મોહનીય કર્મનો કોઈ એવો મહિમા છે કે અન્ય હેતુનો યોગ હોય તે છતાં પણ ફળનો અયોગ (અભાવ) દેખાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org