________________
અધ્યાત્મસાર '
વિશેષાર્થ : એ સાચી વાત છે કે ચોથા ગુણસ્થાને ભવની નિર્ગુણતાનું દર્શન થવા છતાં, ત્યાં અવિરતિ હોય છે. સામાન્ય રીતે જ્યાં હેતુ એટલે કારણ હોય ત્યાં તે કાર્યમાં પરિણમે. અન્ય પક્ષે
જ્યાં કાર્ય હોય ત્યાં કારણ રહેલું હોય. પરંતુ ચોથા ગુણસ્થાનકે ભવની નિર્ગુણતાનાં દર્શનરૂપી હેતુ વિદ્યમાન હોવા છતાં તે કાર્યમાં પરિણમતો નથી. તેનું કારણ ચારિત્ર-મોહનીય કર્મની પ્રબળતા છે. આ ચારિત્ર-મોહનીય કર્મ એટલું બધું વિચિત્ર છે કે તેમાં બીજા હેતુનો યોગ હોવા છતાં તેનું મૂળ જોવામાં ન આવે. ચારિત્ર-મોહનીય કર્મનો ઉદય ત્યાં એટલો જોરદાર છે કે વૈરાગ્યની પ્રાપ્તિમાં તે પ્રતિબંધક બને છે. ચારિત્ર-મોહનીય કર્મ, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય અને નવ નોકષાયથી બંધાય છે. ચાર કષાયના પણ તરતમતા અનુસાર અનંતાનુબંધીય, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર છે. આમ ચારિત્ર-મોહનીય કર્મ સંસારના જીવોને ઘણું ભમાડે છે.
ચોથે ગુણસ્થાનકે ભવસ્વરૂપજ્ઞાન, ભવની નિર્ગુણતાનું દર્શન, તત્ત્વમાં શ્રદ્ધા વગેરે કારણો ઉપસ્થિત હોવા છતાં તે વૈરાગ્યમાં પરિણમતાં નથી. ત્યાં હેતુનો યોગ હોવા છતાં ફળનો યોગ નથી થતો. ન્યાયશાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે જયાં હેતુ હોય ત્યાં ફળ હોય, પરંતુ એક કરતાં વધુ હેતુ હોવા છતાં જો કોઈ પ્રબળ પ્રતિબંધકભાવ હોય, તો તે બધા હેતુઓ મળીને પણ પ્રતિબંધકભાવને હઠાવવા શક્તિમાન થતા નથી. ચોથે ગુણસ્થાનકે ચારિત્ર-મોહનીય કર્મ આવા પ્રતિબંધક-ભાવરૂપે રહે છે. એટલે ત્યાં વૈરાગ્યમાં શ્રદ્ધા હોવા છતાં સંપૂર્ણ વૈરાગ્ય પ્રગટતો નથી, એટલે કે નિવૃત્તિરૂપે પરિણમતો નથી. અલબત્ત, ત્યાં કષાયોની તીવ્રતા હોતી નથી.
[૧૧૮] રાવિષે તંત્રપિ = ઘેટું નતિ સર્વથા ..
स्वव्यापारहतासंगं तथा च स्तवभाषितम् ॥१२॥ અનુવાદ : વિશિષ્ટ દશામાં ત્યાં (ચોથા ગુણસ્થાનકે) વૈરાગ્ય સર્વથા ન હોય એવું નથી. ત્યાં પણ પોતાના વ્યાપાર (સ્વભાવ-રમણતા) દ્વારા આસંગ (આસક્તિ)નું હરણ થાય છે. વીતરાગસ્તવમાં પણ એ પ્રમાણે કહ્યું છે.
વિશેષાર્થ : ચોથું ગુણસ્થાનક અવિરતિનું છે, પરંતુ એ ગુણસ્થાનકે સર્વથા, સર્વપ્રકારે સંપૂર્ણપણે સદાને માટે અવિરતિ જ હોય એવું નથી. એ ગુણસ્થાનકે પણ એવી વિશિષ્ટ દશા જો હોય તો ત્યાં વૈરાગ્ય સંભવી શકે છે. જે સમકિતી જીવો આઠ યોગદૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિમાં આવે છે ત્યારે તેમનામાં, વિષયોની અપ્રવૃત્તિ ન થઈ હોય તો પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. તેઓ વિષયોમાં પ્રવૃત્ત હોવા છતાં તેમાંથી આસંગ (આસક્તિ)ને હરી લે છે. વિષયોના સ્વરૂપના જ્ઞાન વડે તેઓ આસક્તિની તીવ્રતાને ન્યૂન કરતા રહે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે પોતાના “વીતરાગસ્તવ અથવા “વીતરાગસ્તોત્ર'માં પણ આ જ વાત કહી છે.
ઉપાધ્યાયજી મહારાજ હવે “શ્રી વીતરાગસ્તવનો નીચેનો શ્લોક ટાંકે છે.
૬૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org