________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
[૧૧૫] યા મરુદ્રશ્રર્વથા નાથvમુજેતે !
यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥१३॥ અનુવાદ : હે નાથ ! આપ જ્યારે (પૂર્વ ભવમાં) દેવેન્દ્રની કે નરેન્દ્રની લક્ષ્મીને ભોગવો છો ત્યારે, જ્યાં તમારી રતિ જણાય છે ત્યાં પણ તમારો વૈરાગ્ય જ હોય છે. વિશેષાર્થ : આ શ્લોક, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યત “શ્રી વીતરાગસ્તવમાંથી લેવામાં આવ્યો છે.
દેવાધિદેવ તીર્થંકર પરમાત્માનો જીવ પૂર્વ ભવમાં સમ્યકત્વ પામ્યા પછી ચોથે ગુણસ્થાનકે વર્તતો હોય છે. પૂર્વના પુણ્યના ઉદયે તે દેવગતિમાં જાય કે મનુષ્યભવમાં રાજા કે ચક્રવર્તિનું પદ પામે ત્યારે પણ તે ચોથા ગુણસ્થાનકે હોય. તીર્થંકરના ભાવમાં પણ તે જ્યાં સુધી સર્વ વિરતિઘર ન બને ત્યાં સુધી પણ ચોથા ગુણસ્થાનકે હોય. હવે પૂર્વના દેવેન્દ્રના કે નરેન્દ્રના ભવમાં એમણે ઐશ્વર્ય માણ્યું એવું આપણે સ્વાભાવિક રીતે માનીએ છીએ. પરંતુ ત્યાં પણ જે જે પ્રકારનું સુખ તેઓ માણતા હોય તેમાં પણ તેમની વિરક્તિ જ રહેલી હોય છે. એટલે ચોથા ગુણસ્થાનકે અમુક દશાના જીવોમાં બાહ્ય દૃષ્ટિએ અવિરતિ જણાતી હોય ત્યાં પણ તેઓ આસક્તિરહિત હોઈ શકે છે. સર્વવિરતિરૂપ સંપૂર્ણ ત્યાગ-વૈરાગ્ય ત્યાં નથી હોતાં, તેમ છતાં ત્યાં વૈરાગ્યનો સાવ અભાવ હોય છે એમ પણ નહિ કહી શકાય. [૧૧] મચ્છી થી વિચ્છિન્ન પ્રવૃત્તિઃ જમાવના
रतिस्तस्य विरक्तस्य सर्वत्र शुभवेद्यतः ॥१४॥ અનુવાદ : જેમની ભવની ઇચ્છા વિચ્છેદ પામી છે તેમની જે કાંઈ પ્રવૃત્તિ છે તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. તેવા વિરક્ત પુરુષની જે રતિ દેખાય છે તે સર્વત્ર શુભ વેદનીય કર્મના ઉદયથી જ છે.
વિશેષાર્થ : “વીતરાગસ્તવ'ના એ શ્લોક ઉપર વિશેષ પ્રકાશ પાડતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જેઓને સંસાર ગમતો નથી તથા સંસારના વિચ્છેદ માટે જેમની અભિલાષા બહુ તીવ્ર છે એવા વિરક્ત મહાત્માઓની સાંસારિક પ્રવૃત્તિઓમાં જે રતિ હોય છે તે કર્મના ઉદયથી જ છે. ત્યાં ઉદયમાં આવેલું કર્મ ભોગવાય છે. એ કર્મ પ્રાયઃ નિકાચિત હોય છે. એટલે તે ભોગવ્યા વગર છૂટકો નથી. આ કર્મ પ્રાયઃ વેદનીય કર્મ હોય છે અને તે શુભ પ્રકારનું શતાવેદનીય કર્મ હોય છે. તેઓ ઉદયમાં આવેલું કર્મ ભોગવે છે, પરંતુ એ ભોગવતી વખતે તેઓને નવા કર્મો બંધાતાં નથી, કારમ કે એમના હૃદયમાં વૈરાગ્ય જ હોય છે. આથી તીર્થંકર પરમાત્માના જીવે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછીના ભવોમાં જે કંઈ ભોગવિલાસની પ્રવૃત્તિ કરી હોય તેમાં તેમના શતાવેદનીય કર્મનો જ ઉદય રહેલો હોય છે.
ચોથે ગુણસ્થાનકે વર્તતા શું બધા જ જીવોમાં આ પ્રમાણે વૈરાગ્ય હોય ? ના, એ ગુણસ્થાનકે વર્તતા જીવોમાંથી જેઓએ વિશિષ્ટ દશા પ્રાપ્ત કરી હોય તેમને વિશે જ આ કહી શકાય. જે જીવોનો અન્ય કર્મનો ઉદય બળવાન હોય તેઓની આવી વિશિષ્ટ દશા ન હોય. અલબત્ત, આ ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી પ્રકારના કર્મનો ઉદય ન સંભવી શકે, કારણ કે જયાં સુધી અનંતાનુબંધી કર્મ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ.
૬૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org