SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૧૧૭] મતક્ષાક્ષેપલસાનાત્ વત્તીય મોડાસંનિથી ! न शुद्धिप्रक्षयो यस्माद्धारिभद्रमिदं वचः ॥१५॥ અનુવાદ : એટલે આક્ષેપક જ્ઞાનને લીધે ભોગની સમીપે રહ્યા છતાં તેમની શુદ્ધિનો નાશ થતો નથી, એવું કાન્તા નામની “યોગદષ્ટિ' વિશે શ્રી હરિભદ્રસૂરિનું વચન છે. વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ-સમુચ્ચય'માં કાન્તા દૃષ્ટિનું લક્ષણ વર્ણવતાં કહ્યું છે श्रुतधर्मे मनोनित्यं कायास्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ (એની કાયા અન્ય કાર્ય કરતી હોય છે, પરંતુ એનું મન હમેશાં શ્રતધર્મમાં રહેલું હોય છે, એટલે આક્ષેપક જ્ઞાનને લીધે એને ભોગો ભવના હેતુરૂપ થતા નથી.) જીવ ઉત્તરોત્તર આત્મિક વિકાસ સાધતો સાધતો જેમ જેમ ઉપર ચડતો જાય છે તેમ તેમ તેનામાં વિશિષ્ટ ગુણલક્ષણો પ્રગટ થતાં જાય છે. હેય-ઉપાદેય વિશે તેની વિવેકદૃષ્ટિ વિકસતી જાય છે. આત્મિક વિકાસના આવા આઠ તબક્કાને આઠ યોગદષ્ટિ તરીકે શ્રી હરિભદ્રસૂરિએ ઓળખાવ્યા છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા નામની આઠ યોગદષ્ટિમાંથી અહીં છઠ્ઠી કાન્તા દૃષ્ટિવાળા જીવનું લક્ષણ વર્ણવાયું છે. શ્રી હરિભદ્રસૂરિને અનુસરીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “યોગદષ્ટિની સઝાય'માં આ કાન્તા દષ્ટિ વિશે કહ્યું છે : મન મહિલાનું રે વ્હાલા ઉપરે, બીજાં કામ કરત; તિમ શ્રતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત. એહવે જ્ઞાને રે વિઘન-નિવારણે, ભોગ નહિ ભવ હેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. કાન્તા દૃષ્ટિમાં આવેલા જીવોને આક્ષેપક જ્ઞાન હોય છે. આક્ષેપક એટલે ખેંચી લેનારું. આક્ષેપક જ્ઞાન વડે જીવ રાગ દશામાંથી પોતાના ચિત્તને ખેંચી લે છે. આ દૃષ્ટિવાળા જીવોમાં સારાસારનો એવો વિવેક હોય છે કે પોતાના ચિત્તમાં અશુભ વિચારધારા ચાલુ થાય કે તરત ત્યાંથી પોતાના ચિત્તને પાછું ખેંચી લે છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માઓ ભોગસામગ્રીની સમીપ હોવા છતાં તેમના ચિત્તની શુદ્ધિ હણાતી નથી. તેમને શ્રુતજ્ઞાનનો એવો ઉત્કટ રસાનુભવ થાય છે કે પછી બાહ્યદૃષ્ટિએ ભોગ વિલાસમાં હોવા છતાં તેમાં તેમને આસક્તિ રહેતી નથી. તેઓ સ્વરૂપાનુભવમાં રમતા હોય છે. શ્રી આનંદઘનજી મહારાજે પોતાના એક પદમાં એ વિશે નીચે પ્રમાણે બે સરસ દેખાત્ત આપ્યાં છે : ચારો ચરન કે કારણે રે ગૌઆ બનમેં જાય; ચારો ચરે ફિરે ચિહું દિશિ, વાકી નજર બડ્ડરિયા માંહ્ય. ચાર પાંચ સાહેલિયાં મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાકી નજર ગગુરિઆ માંહ્ય. Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy