________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
[૧૧૮] માયામતત્ત્વત: પશ્યન્નતિનસ્તતો દ્રુતમ્ |
तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६॥ અનુવાદ : માયાજળને તત્ત્વથી જાણી લેતો જીવ ત્યાં ઉદ્વિગ્ન થતો નથી અને તેથી તે તેમાંથી નિર્વિઘ્નપણે ત્વરાથી પસાર થઈ જાય છે.
વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ શ્લોક શ્રી હરિભદ્રસૂરિકૃતિ “યોગદષ્ટિ સમુચ્ચય'માંથી અવતરણ તરીકે આપ્યો છે.
અંભ એટલે જળ. માયાભ એટલે માયાજળ. એમાં જળ ખરેખર ન હોય, પણ જળનો આભાસ એવો થાય કે જાણે સાચે જ જળ ન હોય ! જે માયાજળનો જાણકાર ન હોય તે માણસ માયાજળમાં દાખલ થતાં પોતાનાં વસ્ત્ર સહેજ ઊંચાં લે અને ધીમાં ડગલાં માંડે. પરંતુ પછી એને ખબર પડે છે કે
ત્યાં પાણી નથી અને પોતે દૃષ્ટિભ્રમથી છેતરાયો છે. બીજાને ભ્રમમાં નાખવા માટે પણ કેટલાક આવી યુક્તિ કરતા હોય છે. મહાભારતમાં આવે છે કે પાંડવોના મહેલની એવી રચના કરવામાં આવી હતી કે
જ્યાં જળ ન હોય ત્યાં જળ જેવું દેખાય અને જ્યાં જળ હોય ત્યાં સ્થળ જેવું દેખાય. યુધિષ્ઠિર દુર્યોધનને એ મહેલમાં પધારવા નિમંત્રણ આપે છે ત્યારે એવે સ્થળે દુર્યોધન છેતરાઈ જાય છે.
ઉનાળામાં રણમાં રેતી ઉપર સૂર્યનાં કિરણો એવી રીતે પડતાં હોય છે કે દૂર દૂર પાણીથી ભરેલું સરોવર હોય એવો ભાસ થાય. મૃગ એવું પાણી જોઈને તે પીવા દોડે છે, પરંતુ જેમ એ દોડતું જાય તેમ એ સરોવર આપે ને આઘે જતું જાય અને છેવટે મૃગ થાકીને લોથ થઈ જાય, મૃત્યુ પણ પામે, પરંતુ એને પાણી ન મળે. એટલે આવા આભાસને મૃગજળ કહેવામાં આવે છે.
જ્યારે દૃષ્ટિભ્રમ નીકળી જાય, અથવા પહેલેથી ભ્રમ થાય જ નહિ તેવી વ્યક્તિ વાસ્તવિકતા અનુસાર સાચી રીતે ગતિ કરે છે. આ સંસાર પણ માયાજળ જેવો છે. સામાન્ય લોકો એને સાચું જળ માનીને પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે. પરંતુ જે તત્ત્વજ્ઞાનીઓ છે તેઓ તો સંસારને બરાબર ઓળખી લે છે. જેમ માયાજળની ખબર પડ્યા પછી માણસ એવા પાણીથી ડરતો નથી અને ત્યાંથી અચકાયા વગર સડસડાટ ચાલ્યો જાય છે, તેમ સંસારના સ્વરૂપને ઓળખનારા તત્ત્વજ્ઞાનીઓ અલના પામ્યા વિના સંસારને પાર કરી જાય છે. “યોગદૃષ્ટિની સઝાય”માં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે :
માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ;
સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. [૧૧૮] મોII સ્વરૂપત પડ્યું તથા માયોપમાન
भुंजानोऽपि ह्यसंगः सन् प्रयात्येव परं पदम् ॥१७॥ અનુવાદ : તે જ પ્રમાણે ભોગોના સ્વરૂપને માયાજળ જેવા જાણીને તે ભોગોને ભોગવતો હોવા છતાં અનાસક્ત રહીને પરમ પદ તરફ જાય છે. ' વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિકૃત ‘યોગદષ્ટિ સમુચ્ચય'નો આ શ્લોક ઉપાધ્યાયજી મહારાજે અહીં ટાંક્યો
૬૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org