________________
અધ્યાત્મસાર
છે. એમાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે જેઓ સમ્યગ્દર્શનને પામેલા છે અને છઠ્ઠી કાન્તા નામની યોગદૃષ્ટિની ભૂમિકાએ પહોંચેલા છે તેવા આત્માઓ, સંસારમાં રહીને સંસારના ભોગ ભોગવતા હોવા છતાં, ભોગોથી અનાસક્ત રહે છે. એ ભોગ ભોગવવામાં તેમને રસ નથી હોતો. તેઓ સંસારના સ્વરૂપને બરાબર જાણે છે. તેઓ પુદ્ગલના સ્વભાવને ઓળખે છે. એટલે તેઓ પુદ્ગલાનંદી નથી બનતા. સંસારનાં પૌલિક સુખોને માયાજળ જેવાં જાણીને એ તેમાંથી નીકળી જાય છે. આથી જ એવા આત્માઓ અનુક્રમે પરમ પદને એટલે મોક્ષને પામે છે.
[૧૨૦] મોળતત્ત્વસ્થ તુ પુનર્ન ભવોધિબંધનમ્ ।
मायोदकदृढावेशात्तेन यातीह कः पथा ॥ १८ ॥
અનુવાદ : ભોગને જ તત્ત્વરૂપ માની લેનાર જીવ સંસારસાગરનું ઉલ્લંઘન કરી શકતો નથી. માયાજળનો જેને દૃઢ આવેશ છે એવો કોણ તે માર્ગે જાય ?
વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’માંથી આ શ્લોક અવતરણ તરીકે ગ્રંથકારે આપ્યો છે.
આ શ્લોકનું તાત્પર્ય એ છે કે કેટલાય જીવો એવા હોય છે કે જેઓ આત્માને નહિ પણ દેહને જ સર્વસ્વ માને છે. તેમને સંસાર જ સારરૂપ લાગે છે. આ સંસારમાં મનુષ્યરૂપે જન્મ મળ્યો છે તે ખાઈપીને મોજમજા કરવા માટે જ મળ્યો છે. ભોગપદાર્થો ભોગવી લેવા જોઈએ. ‘આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે ?' અથવા ‘આ ભવ મીઠો, પરભવ કોણે દીઠો ?' આવાં આવાં વચનો ઐહિક જીવનને ભરપેટ માણી લેવા માટે ભવાભિનંદી જીવો કહેતા હોય છે. પરંતુ તે બિચારાઓને ખબર નથી હોતી કે આ સંસાર-સાગરનાં મોજાંઓમાં તણાઈને તેઓ ક્યાંના ક્યાં અથડાશે ? માયારૂપી જળને સાચું માનીને ગભરાયેલા તેઓ ત્યાં જ અટકી જાય છે. પરિણામે તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ભવોદધિનું ઉલ્લંઘન કરી પાર ઊતરવાનું તેમને માટે અશક્ય છે.
[૧૨૧] સ તંત્રેવ મવોદ્ધિનો યથા તિષ્ઠત્વસંશય ।
मोक्षमार्गेऽपि हि तथा भोगजंबालमोहितः ॥ १९ ॥
અનુવાદ : તે જેમ ભવોદ્વિગ્ન હોવાથી નિઃસંશયપણે ત્યાં જ ઊભો રહી જાય છે, તેમ ભોગના કાદવ(જંબાલ)થી મૂંઝાયેલો તે મોક્ષમાર્ગમાં પણ એમ જ ઊભો રહી જાય છે.
વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિકૃત ‘યોગષ્ટિ સમુચ્ચય'માંથી આ શ્લોક ટાંકવામાં આવ્યો છે.
‘યોગદૃષ્ટિ સમુચ્ચય’માં બતાવ્યા પ્રમાણે સંસારના જીવો આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ જુદા જુદા તબક્કામાં હોય છે. આત્મવિકાસમાં પાછળ રહેલા એવા બહિરાત્માના પ્રકારના કેટલાયે જીવો સંસારથી ઉદ્વેગ પામતા રહેવા છતાં સંસારનાં ભૌતિક સુખોમાં રચ્યાપચ્યા રહે છે અને એથી આગળ ન વધતાં ત્યાં જ સ્થિર થઈ જાય છે. વળી કેટલાયે જીવો ભોગોપભોગરૂપી કાદવમાં મોહ પામેલા મૂઢમતિ બનીને મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કરતા નથી. એટલે તેઓ પણ ત્યાં જ અટકી જાય છે.
Jain Education International2010_05
દદ
For Private & Personal Use Only
www.jainelibrary.org