________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
[૧૨૨] ધર્મસજીિ જ્યત્ર માયોmો વત્નીય છે
हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दवानलम् ॥२०॥ અનુવાદ : દીવાને બુઝાવનારો વાયુ જેમ બળતા દાવાનળને હણી શક્તો નથી, તેમ ભોગનો યોગ બળવાન ધર્મશક્તિને હણી શકતો નથી.
વિશેષાર્થ : કેટલાક જીવો કાન્તા દષ્ટિને પામેલા હોય છે એટલે કે એવી ઊંચી દશાએ પહોચેલા હોય છે કે જેમની ધર્મશક્તિને ભોગ પણ હણી શકતા નથી. સામાન્ય રીતે જીવો ભોગપભોગમાં રચ્યાપચ્યા રહે છે. ભોગ પ્રત્યેની એમની આસક્તિ સરળતાથી છૂટતી નથી. ઇન્દ્રિયોના ભોગવિલાસ માટેના પદાર્થોની જગતમાં કોઈ ન્યૂનતા નથી. જેમનામાં સામાન્ય પ્રકારની ધર્મરુચિ થોડી ઘણી થઈ હોય તેવા જીવો ડૂબેલા રહે છે. તેઓની ધર્મરુચિ અલ્પ સમયમાં વિલીન થઈ જાય છે. પરંતુ બીજી બાજુ સંસારમાં એવા મહાત્માઓ પણ હોય છે કે જેઓની ધર્મચિ, ધર્મપ્રવૃત્તિ, ધર્મશક્તિ અતિ બળવાન હોય છે. એવા સમ્યગ્દષ્ટિ જીવોને પુણ્યના ઉદયે મળેલા સાંસારિક ભોગવિલાસ આકર્ષી શકતા નથી. સંજોગવશાત્ તેઓને તેમ કરવું પડે તો પણ તેઓની શ્રદ્ધા-શક્તિ ડગતી નથી. કેટલીક વાર તો આવી કસોટીને કારણે તેઓની શક્તિ વધુ દઢ થાય છે. દષ્ટાન્ત આપવામાં આવે છે કે જોરદાર પવન તો તેનો તે જ છે. પરંતુ એવા જોરદાર પવનને કારણે નાનો દીવો હોય તો તે ઓલવાઈ જાય છે; બીજી બાજુ એવા વેગવંતા વાયુને કારણે દાવાગ્નિ ઓલવાઈ જતો નથી, પરંતુ વધુ પ્રજવલિત થાય છે. આમ, કાન્તાદૃષ્ટિને પામેલા જીવો આગળ ભોગવિલાસ ક્ષુદ્ર બની જાય છે. ભોગવિલાસો તેઓની શ્રદ્ધાને ચલિત કરી શકતા નથી. [૧૨૩] વધ્યતે વઢિમસ યથા નૈMળ મક્ષા .
शुष्कगोलवदश्लिष्टो विषयेभ्यो न बध्यते ॥२१॥ અનુવાદ : જેમ માખી શ્લેષ્મમાં બંધાઈ (ચોંટી) જાય છે તેમ પ્રાણી ગાઢ આસક્તિને લીધે વિષયોમાં બંધાઈ જાય છે. સૂકી માટીના ગોળાની જેમ આસક્તિરહિત જીવો વિષયોમાં બંધાતા નથી.
વિશેષાર્થ : કેટલાક અજ્ઞાની જીવો વિષયોમાં, ભોગવિલાસમાં અત્યંત આસક્ત બની બંધાય છે. બીજી બાજુ સમ્યગ્દષ્ટિ જીવો વિષયોની પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમાં આસક્ત ન હોવાને કારણે બંધાતા નથી. અહીં આસક્તિ એ જ મુખ્ય કારણ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં સરસ દષ્ટાન્ત આપ્યું છે. આસક્તિ હોવાને કારણે માખી શ્લેખમાં લેવાય છે અને ચોંટી જાય છે. પરંતુ માટીના શુષ્ક ગોળા ઉપર માખી ચોટતી નથી. અથવા એમ પણ કહી શકાય કે ચીકણી ભીની માટીનો ગોળો ભીંત ઉપર અફાળવામાં આવે તો તે ત્યાં ચોંટી જાય છે, પરંતુ સૂકી માટીનો ગોળો ભીંત ઉપર અફાળવાથી ચોંટતો નથી. એવી રીતે જે જીવો સંસારના વિષયભોગને શુષ્ક માટી જેવા સમજે છે તેઓ તેના પ્રત્યે આસક્ત થતા નથી. કર્મના ઉદયને કારણે એવા વિરક્ત જીવોને જયારે ભોગ ભોગવવા પડે છે ત્યારે પણ તેઓ તેનાથી અનાસક્ત જ રહે છે. તેઓ મોક્ષપ્રાપ્તિમાં વ્યાઘાતરૂપ એવાં ભારે કર્મ બાંધતા નથી.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org