________________
અધ્યાત્મસાર
[૧૨૪] બહુવોષનિોધાર્થમનિવૃત્તિપિ ઋષિત્ । निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ॥२२॥
અનુવાદ : યોગના અનુભવ વડે શોભતા મહાત્માઓ માટે તો ઘણા દોષોના નિરોધ માટે ક્યારેક અનિવૃત્તિ પણ નિવૃત્તિની જેમ દૂષિત થતી નથી.
:
વિશેષાર્થ : શરીરમાંથી રોગરૂપી દોષ દૂર કરવા માટે અમુક પ્રકારનાં ભારે ઔષધોની ક્યારેક જરૂર પડે છે. તેવી રીતે મોટા દોષના નિવારણાર્થે અનિવૃત્તિ(પ્રવૃત્તિ)ની પણ જરૂર પડે છે. સમ્યગ્- દૃષ્ટિ જીવો માટે પ્રવૃત્તિ પોતે દોષરૂપ છે, પરંતુ ક્યારેક કર્મોના ઉદયને કારણે વ્રતભંગ થવાનો ભય હોય, આર્ટરૌદ્ર ધ્યાન થવાનાં નિમિત્તો હોય, જિનાજ્ઞા કે ગુર્વજ્ઞાની વિરાધનાનો સંભવ હોય, અતિચારોની શક્યતા હોય તો તે સર્વને નિવારવા માટે પ્રવૃત્તિનો આશ્રય લેવો પડે છે. પરંતુ એવા જ્ઞાનીઓ ત્યારે અંતરથી એવી પ્રવૃત્તિમાં જોડાતા નથી. એવી પ્રવૃત્તિ ત્યારે સમ્યગ્દષ્ટિ જીવને માટે દોષરૂપ કે ગાઢ કર્મબંધરૂપ બનતી નથી. આવા મહાત્માઓ યોગાનુભવશાલી હોય છે. એટલે કે તેઓ વિશિષ્ટ યોગના અનુભવી હોય છે અથવા સ્વસ્વરૂપના ગૂઢ અનુભવના યોગવાળા હોય છે. આવા મહાત્માઓને વિષયોની પ્રવૃત્તિ સંજોગોનુસાર વૈરાગ્યનું નિમિત્ત બની ઉપકારક નીવડવા સંભવ છે. તેઓ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમનાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ વગેરે યથાવત્ રહે છે. મહાત્માઓ માટે અપવાદરૂપ બતાવેલી આ વાત સાર્વત્રિક નિયમ જેવી નથી એ અવશ્ય લક્ષમાં રહેવું જોઈએ. અન્યથા પ્રવૃત્તિને બહાને સ્વચ્છંદનું પોષણ થવાનો ભય રહે છે.
[૧૨૫] યસ્ક્રિન્નિષેવ્યમાળેપ યસ્યાશુદ્ધિ: વાચન । तेनैव तस्य शुद्धिः स्यात् कदाचिदिति हि श्रुतिः ॥२३॥
અનુવાદ : જે (ભોગાદિક) સેવવાથી કોઈક પ્રાણીની કદાચિત્ અશુદ્ધિ થતી હોય તો તે જ સેવવા વડે તેની ક્યારેક શુદ્ધિ પણ થાય છે એમ શ્રુતિમાં કહ્યું છે.
વિશેષાર્થ : શ્રુતિ એટલે વેદ. વેદાંતીઓ એમ કહે છે' એવો શ્રુતિનો અર્થ અહીં લઈ શકાય. અથવા શ્રુતિ એટલે ગુરુપરંપરાથી ચાલી આવતી સાંભળેલી વાત. અહીં શ્રુતિ શબ્દ પ્રયોજીને ઉપાધ્યાયજી મહારાજ એમ સૂચવવા માગે છે કે આ કથનને સંપૂર્ણ શાસ્ત્રીય માનવાની અનિવાર્યતા નથી. આવાં ઉદાહરણો અપવાદરૂપ જ ગણાય, પરંતુ સંભવી શકે છે એવું જો ન જાણતા હોઈએ તો કોઈકને અન્યાય કરી બેસવાનો સંભવ રહે છે.
શ્રુતિમાં એમ કહ્યું છે કે જે વિષયભોગના સેવનથી કોઈક જીવને અશુદ્ધ થવું પડ્યું હોય તે જ વિષયભોગ કાલાંતરે, વિશિષ્ટ અવસ્થા પ્રાપ્ત થતાં તે જ જીવને શુદ્ધિનું કારણ બની શકે છે. કોઈ એક પદાર્થના અતિસેવનથી તે પદાર્થ પ્રત્યે હમેશને માટે અભાવ કે અરુચિ જન્મે છે. આવું કોઈક વિરલ વ્યક્તિઓ માટે ભોગવિલાસની બાબતમાં પણ સંભવે છે.
શ્રી વીરવિજયજી મહારાજે આ શ્લોકનો અર્થ કરતાં શત્રુની સેવા કરનારનું ઉદાહરણ આપ્યું છે. શત્રુની પાસે જઈ તેની સેવા કરનારને આરંભમાં ઘણું કષ્ટ પડે છે, પણ પછી સમય જતાં તેનું કષ્ટ દૂર
Jain Education International2010_05
૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org