________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
થાય છે અને તે શત્રુને વહાલો બની બહુ સુખ ભોગવે છે. આવું જ ભોગવિલાસની બાબતમાં બનવા સંભવ છે.
અહીં જે કથન થયું છે તે અપવાદરૂપ સંજોગોની દૃષ્ટિએ જ વિચારવાનું છે. એવું નથી કે જેટલા માણસો વિષયભોગના સેવનથી અશુદ્ધ બને તેટલા બધા જ પાછા કાલાંતરે વિશુદ્ધ બને છે. વસ્તુતઃ એમાં ભયસ્થાન ઘણાં જ રહેલાં છે. પરંતુ તત્ત્વદષ્ટિએ સમજવા માટે જ આ અપવાદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઉપાધ્યાયજી મહારાજ વૈરાગ્યના વિષયને કેવાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી તપાસે છે એની અહીં પ્રતીતિ થશે.
જ્યાં સુધી માણસ અજ્ઞાની હોય છે ત્યાં સુધી શું સારું અને શું ખરાબ એ વિશે તે વિવેકપૂર્વક જાણી શકતો નથી. એથી તે જ્યારે ભોગ ભોગવવા તરફ વળે છે ત્યારે એ ભોગોથી તે અશુદ્ધ બને છે. એથી એના દોષોની વૃદ્ધિ થાય છે. એ અશુભ કર્મ બાંધે છે. પરંતુ ઊંચી દશાવાળો સમ્યગુષ્ટિ આત્મા ઉદયને કારણે જ્યારે ભોગ ભોગવે છે ત્યારે તે અનાસક્ત ભાવે ભોગ ભોગવતો હોવાથી અશુદ્ધ થતો નથી. એટલું જ નહિ, ઉદયમાં આવેલાં એનાં કર્મોનો ક્ષય થાય છે. એટલે ભોગ ભોગવવાથી એ શુદ્ધ બને છે. પૌગલિક પદાર્થો અને પરિસ્થિતિનું તાત્ત્વિક સ્વરૂપ દરેક વખતે એકસરખું નથી હોતું. એક પદાર્થ એકને માટે વિષ સમાન હોય તો અન્યને માટે અમૃત સમાન હોય. એક રોગીને ઘી નુકસાનકારક હોય તે જ ઘી બીજા રોગીને માટે ઉપકારક બની શકે છે. રાજ્યનો એક નવો કાયદો થતાં કેટલાકને તે મુશ્કેલીમાં મૂકે છે તો બીજા કેટલાકને તે સગવડરૂપ બને છે. એવી જ રીતે ભોગપદાર્થોનો ભોગોપભોગ એક જીવને એક અપેક્ષાએ અશુદ્ધ બનાવે છે, તો અન્ય જીવને અન્ય અપેક્ષાએ શુદ્ધ બનાવે છે. આ પ્રમાણે શ્રુતિ છે. [૧૨] વિષયTUTI તતો વંધનનને નિયમોર્તિ 7 |
अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कहिचित् ॥२४॥ અનુવાદ : એટલે વિષયો કર્મબંધ ઉત્પન્ન કરે છે એવો એકાંતે નિયમ નથી. જે અજ્ઞાની છે તેને કર્મબંધ થાય છે અને જ્ઞાનીઓને તે કદાપિ થતો નથી.
વિશેષાર્થ : વિષયોથી હમેશાં કર્મબંધ થાય છે એવો એકાન્ત નિયમ નથી. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ તેને કેવી રીતે ભોગવે છે તેના ઉપર તેનો આધાર રહે છે. પૂર્વ કર્મના ઉદયને કારણે જ્ઞાનીઓ વિષયો ભોગવતા હોવા છતાં અંતરથી સર્વથા અનાસક્ત હોય તો તેમને તે બંધરૂપ બનતા નથી. અજ્ઞાની જીવો વિષયોને રસપૂર્વક, આસક્તિ સહિત ભોગવતા હોવાથી તેમને બંધરૂપ બને છે. તેઓ મિથ્યાદેષ્ટિ હોવાને કારણે સંસારના સ્વરૂપને અને કર્મના વિપાકને જાણતા નથી. ભવપરંપરામાંથી છૂટવાનો ભાવ પણ તેમને થતો નથી, એટલું જ નહિ ભવપરંપરા જેવી વાતમાં પણ તેમની શ્રદ્ધા બેસતી નથી. ખાવું, પીવું અને અમનચમન કરવાં એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ અને એ જ પ્રકારનું જીવન શ્રેષ્ઠ ગણાય એવી બ્રાન્તિમાં તેઓ રહે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની મહાત્માઓને વાસના કે તૃષ્ણાનો અભાવ હોવાથી તેઓને કર્મોદયને કારણે વિષયો કદાચ ભોગવવા પડતા હોય તો પણ અંતરમાં તેવી પરિણતિ ન હોવાથી તેમને કર્મનો બંધ થતો નથી. અહીં જે કહેવામાં આવ્યું છે તે સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું છે. જ્ઞાનીને નરકાદિ
Jain Education Interational 2010_05
૬૯ For Private & Personal Use Only
www.jainelibrary.org