________________
અધ્યાત્મસાર
ગતિનો તીવ્ર અશુભ કર્મનો બંધ પડતો નથી. પરંતુ અજ્ઞાનીને એવી જ ક્રિયા કરવાથી તીવ્ર અશુભ કર્મનો બંધ થાય છે. [૧૨] સેવત્તે સેવાનોfપ સેવાનો ન લેવો
कोपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥२५॥ અનુવાદ : કોઈક (વિષયોને) ન સેવવા છતાં સેવે છે અને કોઈક સેવવા છતાં સેવતા નથી. કોઈક પરજન(શત્રુ)નો આશ્રય લેવા છતાં પરજન થતો નથી. ' વિશેષાર્થ : વિષયોનું સેવન દ્રવ્યથી પણ થાય અને ભાવથી પણ થાય. કોઈક વિષયોનું સેવન દ્રવ્યથી ન કરતું હોય પણ ભાવથી કરતું હોય છે, તો કોઈક વિષયોનું સેવન દ્રવ્યથી કરતું હોવા છતાં ભાવથી નથી કરતું. આદર્શ સ્થિતિ તો એ છે કે વિષયોનું સેવન દ્રવ્યથી ન થતું હોય અને ભાવથી પણ ન થતું હોય. અજ્ઞાની જીવો વિષયોનું સેવન દ્રવ્યથી ન કરતા હોવા છતાં ભાવથી જો સેવન કરતા હોય તો સેવન ન કરવા છતાં તેઓ સેવન કરે છે એમ કહેવાય. બીજી બાજુ સમ્યગૃષ્ટિ જ્ઞાની મહાત્માઓ વિષયોનું સેવન દ્રવ્યથી કરતા હોવા છતાં ભાવથી જો કરતા ન હોય તો તેઓ સેવન કરતા હોવા છતાં સેવન નથી કરતા એમ કહેવાય. આ માટે ગ્રંથકર્તા અહીં ઉદાહરણ આપે છે કે પારકાનો આશ્રય સંજોગાનુસાર લેવા છતાં માણસ પારકો થઈ જતો નથી. “પરજનનો અર્થ શત્રુ એવો લઈએ તો કુટુંબમાંથી કોઈક સભ્યને કોઈક કારણસર શત્રુ ગણાતા માણસનો થોડો સમય આશ્રય લેવાની ફરજ પડે તો તેથી તે સભ્ય કાયમ માટે શત્રુ નથી બની જતો. જ્ઞાનીની અપેક્ષાએ વિચારીએ તો પરજનનો એટલે સંસારનો, ભોગ-વિલાસનો સંજોગવશાત્ આશ્રય લેવો પડે તો તેથી તે સંસારી બની જતો નથી. પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદયને કારણે કેટલીક બાહ્ય ચેષ્ટાઓ કરવી પડતી હોવા છતાં સમ્યગૃષ્ટિ આત્મા એવી ચેષ્ટાઓમાં ભાવથી લપાતો નથી.
દ્રવ્ય કરતાં ભાવ કેટલો મહત્ત્વનો છે તે અહીં સૂચવવામાં આવ્યું છે. [૧૨૮] ૩ ત વ મહાપુ વિપાવપરિશ્રયામ્ |
- गर्भादारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥२६॥ અનુવાદ : એટલા માટે જેમને મહાપુણ્યના વિપાકથી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા ઉત્તમ પુરુષોનો વૈરાગ્ય તો ગર્ભકાળથી આરંભીને હણાતો નથી.
વિશેષાર્થ : કેટલાક મહાન આત્માઓને પોતે માતાના ગર્ભમાં આવે ત્યારથી, એમના પૂર્વજન્મના પુણ્યાનુબંધી પુણ્યના પ્રબળ ઉદયને કારણે અઢળક લક્ષ્મી અને વિવિધ પ્રકારના ભોગવિલાસની સામગ્રી પ્રાપ્ત થાય છે, જેમ કે તીર્થકરો, ચક્રવર્તીઓ વગેરેને આવો વૈભવ પ્રાપ્ત થાય છે અને તે તેમને ભોગવવો પણ પડે છે. પરંતુ તીર્થકરો જન્મથી જ નહિ, પણ માતાના ગર્ભમાં હોય છે ત્યારથી વિરક્ત હોય છે. તેમનો વૈરાગ્ય ક્યારેય હણાતો નથી. શુભ કર્મના ઉદયને કારણે જે કંઈ સુખ તેઓ ભોગવે છે તેમાં તેઓને જરા પણ આસક્તિ હોતી નથી.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org