________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
[૧૨૯] વિષયેમ્ય: પ્રશાન્તાનામશ્રાનં વિમુદ્ધીતેઃ । करणैश्चारुवैराग्यमेष राजपथः किल ॥२७॥
અનુવાદ : વિષયોથી પ્રશાન્ત થયેલાઓ માટે તો ઇન્દ્રિયોને વિષયોથી સતત વિમુખ કરવાથી જે સુંદર વૈરાગ્ય થાય છે એ જ રાજમાર્ગ છે.
વિશેષાર્થ : વૈરાગ્યનો વિષય ઘણો વ્યાપક અને ગહન છે. બધા માણસોનો વૈરાગ્યનો અનુભવ એકસરખો ન હોઈ શકે. કેટલાકનો વૈરાગ્ય બહારથી દેખાડવાનો હોય, પરંતુ અંતરમાં વૈરાગ્ય ન હોય, કેટલાકનો વૈરાગ્ય ક્ષણિક હોય, કેટલાકમાં વૈરાગ્યના ભાવો ચડઊતર કરતા હોય. કેટલાક ભોગવિલાસમાં સ્થૂલ દૃષ્ટિએ પડેલા હોય પણ એમના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય. કેટલાકનો વૈરાગ્ય એવો બળવાન હોય કે બાહ્ય દૃષ્ટિએ તેમની ભોગવિલાસની પ્રવૃત્તિ ન હોય અને અંતરમાં પણ એવો જ દંઢ પ્રતીતિયુક્ત વૈરાગ્ય હોય. આવી વૈરાગ્યવાન વ્યક્તિઓમાંથી કસોટીના પ્રસંગે કોઈક ટકી શકે અને કોઈક ચલિત થાય. કેટલાક માણસો નાનાં નિમિત્તો સામે ટકી શકે, પણ મોટાં પ્રલોભનો આગળ ન ટકી શકે. કેટલાંક મોટાં પ્રલોભનો આગળ દૃઢ રહે, પણ એકાંતમાં નાનાં નાનાં પ્રલોભનોની બાબતમાં શિથિલ થઈ જાય અને ખોટા તર્ક કરી મનને મનાવી લે.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સ્થૂલ અને સૂક્ષ્મ એવા વૈરાગ્યના વિવિધ પ્રસંગોમાં, રાજમાર્ગરૂપ શ્રેષ્ઠ વૈરાગ્ય તો તે જ છે કે જેઓ પોતાની જાતને વિષયોની બાબતમાં શાંત રાખી શકે છે અને એથી જેમના વિકારો સહજ રીતે શાન્ત હોય છે અથવા જ્યાં વિકારો ઉદ્ભવવાનો અવકાશ ન હોય એવો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ચિત્ત સહજ રીતે નિર્વિકાર રહ્યા કરે અને કાયાથી ભોગવિલાસની કોઈ પ્રવૃત્તિ ન થતી હોય તો તેવો વૈરાગ્ય સ્થિર રહે છે.
[૧૩૦] સ્વયં નિવર્તમાનૈÔનુવીયિંત્રિતૈ: ।
तृतैर्ज्ञानवतां तत्स्यादसावेकपदी मता ॥ २८ ॥
અનુવાદ : પોતાની મેળે નિવૃત્ત થયેલી, ઉદીરણા તથા નિયંત્રણા નહિ કરેલી તથા તૃપ્ત થયેલી ઇન્દ્રિયો વડે જ્ઞાનીઓને જે વૈરાગ્ય થાય છે તે કેડીમાર્ગ (એકપદી) કહેવાય છે.
વિશેષાર્થ : વૈરાગ્યનો રાજમાર્ગ સમજાવ્યા પછી એની એકપદી એટલે કે પગદંડીની વાત અહીં કરવામાં આવી છે. રાજમાર્ગ સીધો, મોટો, સરળ અને ઘણી અવરજવરવાળો હોય છે. પગદંડી નાની, સાંકડી, ઓછી અવરજવરવાળી અને ક્યારેક જોખમી પણ હોય છે. વૈરાગ્યની પગદંડી કેવી છે ? એમાં જ્ઞાની મહાત્માઓને પોતાની ઇન્દ્રિયો ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ લાદવું પડતું નથી, કારણ કે તેમની ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે જ સંતૃપ્ત હોવાથી વિષયોથી સહજ રીતે જ નિવૃત્ત હોય છે. તેઓને પોતાની ઇન્દ્રિયોને શાંત કરવાનો કે વિષયોમાંથી પાછી ખેંચવાનો કોઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી, કારણ કે ઇન્દ્રિયો તેમાં પ્રવૃત્ત થતી જ નથી.
Jain Education International_2017_05
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org