________________
અધ્યાત્મસાર
[૧૩૧] વર્લૅન પ્રેર્યમાઈનિ રવિ વમવત્ |
न जातु वशतां यान्ति प्रत्युतानर्थवृद्धये ॥२९॥ અનુવાદ : બળથી પ્રેરેલી ઈન્દ્રિયો, વનના હાથીની જેમ, કદાપિ વશ થતી નથી, પણ ઊલટી તે અનર્થને વધારનારી થાય છે.
વિશેષાર્થ : જીવનને સંયમિત રાખવા માટે ચિત્ત અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાં જોઈએ. જો સંયમમાં પૂરી રુચિ અને શ્રદ્ધા હોય અને આત્મવિશ્વાસ હોય તો ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે જ સંયમમાં રહે. જો તેમાં કંઈક કચાશ હોય તો ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું સરળ નથી. ઇન્દ્રિયોનો સ્વભાવ વહી જવાનો છે. એકાંત મળતાં, આકર્ષક નિમિત્તો મળતાં ચિત્તને સંયમમાં રાખવાનું ઘણું દુષ્કર છે. પ્રલોભનો ન હોય, ભોગોપભોગની સામગ્રીનો અભાવ હોય અને ચિત્ત તથા ઇન્દ્રિયો શાંત રહે એ એક સ્થિતિ છે અને પ્રલોભનો કે ચિત્તાકર્ષક ભોગસામગ્રી ઉપલબ્ધ હોય અને છતાં ચિત્ત તથા ઇન્દ્રિયો એનાથી સહજ રીતે વિમુખ રહે તે બીજી સ્થિતિ છે. આ બીજી સ્થિતિ વધુ ચડિયાતી છે. ક્યારેક ઇન્દ્રિયો અને મન વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાય છે. મનમાં વિકારોના આવેગ ઊઠતા હોય છે અને તે પ્રમાણે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય વગેરેમાં સળવળાટ પણ થવા લાગે છે. પરંતુ સંજોગોની પ્રતિકૂળતા, નિમિત્તોનો અભાવ, લજ્જા, અપયશ, રાજયદંડ વગેરેનો ભય ઇન્દ્રિયોને પરાણે અંકુશમાં રાખે છે. બીજી બાજુ સંજોગોની અનુકૂળતા, નિમિત્તોની ઉપસ્થિતિ અને સહકાર, એકાન્ત, નિર્ભયતા વગેરેને લીધે ઇન્દ્રિયો ચંચળ બની પ્રલોભનો તરફ ખેંચાવા લલચાય છે, પરંતુ સમજણ, શ્રદ્ધા, સંયમની આરાધના, ઉચ્ચ આધ્યાત્મિક ધ્યેય તરફની પ્રગતિ વગેરેનો વિચાર કરી મન ઇન્દ્રિયોને વશ રાખે છે.
આવી સંઘર્ષમય સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે તે અનર્થો જન્માવે છે. અશાન્ત ઇન્દ્રિયોને બળપૂર્વક શાંત કરવાથી તે થોડો વખત શાંત રહે છે, પણ પછી ફરીથી વનના હાથીની જેમ નિરંકુશ બની જાય છે. બીજી બાજુ શાંત ઇન્દ્રિયોને પરાણે જાગ્રત કરવામાં આવે તો તે તરત શાંત પડતી નથી. પછી તે મનને વશ રહેતી નથી. તે વનમાં છૂટા ફરતા હાથીની જેમ નિરંકુશ બની ઉત્પાત મચાવે છે.
આમ ઇન્દ્રિયો પાસે પરાણે પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કામ કરાવવામાં ઘણાં જોખમો રહેલાં છે. [૧૩૨] પતિ નન્નયા ની વૈરૂંધ્યનં પ્રવું તે !
आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे ॥३०॥ અનુવાદ : ધર્મનો આડંબર કરનારા લજ્જાથી નીચું જુએ છે, પરંતુ મનમાં દુર્ગાન ચિંતવે છે. એમ કરીને તેઓ પોતાના આત્માને નરકના કૂવામાં નાખે છે.
વિશેષાર્થ : દુનિયામાં ધર્મનો ઢોંગ કરનારા માણસોનો તોટો નથી. કેટલાક માણસો સંન્યાસ લેતાં તો લઈ લે છે અથવા પરાણે કોઈકે તેમને સંન્યાસ આપ્યો કે અપાવ્યો હોય છે, પરંતુ તેનું યથાર્થ પાલન તેમનાથી થતું નથી. વ્રત વગેરે દ્વારા, વેશ દ્વારા, થોડાક બાહ્યાચાર દ્વારા પોતે ઘણા ધાર્મિક હોવાનો આભાસ તેઓ ઉત્પન્ન કરે છે, પરંતુ એમના હૃદયમાં તો વાસનાઓ માટે અશુભ ધ્યાન ચાલતું હોય છે. તેમના વિચારોમાં કામવાસના, વિ7ષણા વગેરે ખદબદતાં હોય છે. પોતાના આવા માનસિક વિકારો
૭૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org