________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
માટે ખરેખર પોતાને શરમ આવતી હોય તેથી અથવા પોતે વિનમ્ર અને લાશીલ સ્વભાવના છે એવું બતાવવાના આશયથી તેઓ નીચી નજર રાખીને બેસતા કે ચાલતા હોય છે, પરંતુ તેમના અંતરમાં વાસનાઓના ભડકા બળતા હોય છે. આવા દંભી ધર્મપુરુષો પોતાના આત્માને નરકરૂપી દુર્ગતિના કૂવામાં નાખતા હોય છે. [૧૩૩] તંત્રને રVIનાં તદિર : તુંમર્દતિ |
सद्भावविनियोगेन सदा स्वान्यविभागवित् ॥३१॥ અનુવાદ : સ્વ અને પરના વિભાગને જાણનાર વિરક્ત યોગીએ, સદ્ભાવનાથી ભાવિત થઈને હમેશાં ઇન્દ્રિયોની વંચના કરવી જોઈએ.
વિશેષાર્થ : જે વિરક્ત જ્ઞાની મહાત્માઓ છે તેમની પાસે ઇન્દ્રિયોની વંચના કરવાની એટલે કે તેને છેતરવાની સુંદર કલા હોય છે. કોઈ ખોટી પ્રવૃત્તિ કરતા નાના બાળકને અટકાવવા માટે જેમ પટાવવામાં કે ફોસલાવવામાં આવે છે, તેમ વિરક્ત મહાત્માઓએ શુભ ભાવના વડે ભાવિત થઈને, પોતાની ઇન્દ્રિયોને શું ‘સ્વ' છે અને શું “પર” છે તે સમજાવીને તેને પરમાંથી પાછી વાળવી જોઈએ. અહીં ઇન્દ્રિયોને ઠગવામાં કોઈ લુચ્ચાઈનો દુષ્ટ ભાવ નથી, પરંતુ આત્મહિતાર્થ શુભ ભાવ રહેલો છે. વળી અનિત્યાદિ વૈરાગ્યની ભાવના દ્વારા સ્વ અને પર એવા વિભાગ કરીને પોતાના સ્વરૂપમાં રહેવું એ જ કલ્યાણનો માર્ગ છે અને આહારાદિ ભોગપદાર્થો તે પરદ્રવ્ય છે અને તેમાં રાચવું એ પરભાવ છે એવું ઇન્દ્રિયોને સમજાવવું જોઈએ અને ઇન્દ્રિયોને તેમાંથી નિવૃત્ત કરવી જોઈએ. ઇન્દ્રિયોને બળજબરીથી અંકુશમાં રાખવાનો કષ્ટદાયક પુરુષાર્થ કરવાને બદલે અથવા ઇન્દ્રિયોથી છેતરાવાને બદલે પારદ્રવ્યમાં ખેંચાતી ઇન્દ્રિયોને સ્વદ્રવ્ય (આત્મસ્વરૂપ) કેટલું બધું ચડિયાથું છે તે સમજાવી, પટાવીને તેમને સ્વદ્રવ્ય તરફ આકર્ષીને વાળી લેવાની યુક્તિ કરવી જોઈએ. એથી વૈરાગ્ય સહજ બની જાય છે. જીવને તત્ત્વજ્ઞાનની રુચિરૂપ અમૃતનું પાન સતત કરાવતા રહેવાથી સ્થૂલ ભોગેચ્છારૂપ એની સુધા અનુક્રમે શાન્ત પડી જાય છે અને દેહ તથા આત્માની ભિન્નતાની પ્રતીતિ થતાં આત્મહિત સઘાય છે. [૧૩૪] પ્રવૃત્તેિવ નિવૃત્તેë ન સંન્યો ન વ શ્રમ: |
विकारो हीयतेऽक्षाणामिति वैराग्यमद्भुतम् ॥३२॥ અનુવાદ : પ્રવૃત્તિને વિશે અને નિવૃત્તિને વિશે સંકલ્પ નથી કે શ્રમ નથી અને ઇન્દ્રિયોનો વિકાર ક્ષીણ થતો જતો હોય તો તે વૈરાગ્ય અભુત કહેવાય છે.
વિશેષાર્થ : વૈરાગ્યની જુદી જુદી સ્થિતિમાં અભુત એટલે કે આશ્ચર્ય પમાડે એવો વિરલ વૈરાગ્ય કેવો હોય તેનાં લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. સંસારમાં ભોગોપભોગ વિશે મુખ્ય બે પ્રકાર જોવા મળશે, કાં તો એની પ્રવૃત્તિ અને કાં તો એનાથી નિવૃત્તિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે સંકલ્પ અને શ્રમ બહુધા સંકળાયેલાં રહે છે. ક્યારેક સંકલ્પ અને શ્રમ એમ બંને એની સાથે સંકળાયેલાં હોય છે અને ક્યારેક બેમાંથી એક એની સાથે સંકળાયેલો હોય છે. ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિ કરવા
૭૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org