________________
અધ્યાત્મસાર
માટે સંકલ્પ કરવામાં આવે છે અને પછી તેમાં પ્રવૃત્ત થવાય છે. એ પ્રવૃત્તિનો શ્રમ પણ રહે છે. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થવા માટે સંકલ્પ કરવામાં આવે છે અને નિવૃત્ત થવા માટે પણ શ્રમ કરવો પડે છે. જે મહાત્માઓની જ્ઞાનદશા ઘણી ઊંચી હોય છે તેઓ પ્રવૃત્તિ માટે કોઈ સંકલ્પ કરતા નથી અને તેઓ કંઈ પ્રવૃત્તિ કરતા હોય તો તેમાં તેઓનો કોઈ સંકલ્પ, ઇચ્છા, આસક્તિ હોતાં નથી. પ્રવૃત્તિમાં પણ તેઓનું અકર્તાપણું રહે છે. બીજી બાજુ તેઓ ઇન્દ્રિયોના વિષયોથી જ્યારે નિવૃત્ત થઈ ગયા હોય છે, ત્યારે પણ તેવી નિવૃત્તિ માટે તેઓને કોઈ શ્રમ કરવો પડતો નથી, કારણ કે નિવૃત્તિ એમને માટે સહજ સ્વભાવરૂપ બની ગઈ હોય છે. વળી આવા વૈરાગ્યવાન જ્ઞાની મહાત્માઓના ચિત્તમાં પણ જો કદાચ યત્કિંચિત વિકારો રહી ગાય હોય તો તે ઉત્તરોત્તર ક્ષીણ થતા જાય છે. , વૈરાગ્યનો રાજમાર્ગ અને કેડીમાર્ગ દર્શાવ્યા પછી એથી પણ ચડિયાતી અદ્ભુત દશા કેવી હોય છે તે અહીં બતાવવામાં આવી છે. [૧૩૫] વાયંત્ર સ્થપાંચાત્ની નૃત્યતુલ્ય: પ્રવૃત્ત: |
योगिनो नैव बाधायै ज्ञानिनो लोकवर्तिनः ॥३३॥ અનુવાદ : કાષ્ઠના યંત્રમાં રહેલી પૂતળીઓના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ લોકમાં વર્તનારા જ્ઞાનીને અને યોગીને બાધાકારક થતી નથી. વિશેષાર્થ : અહીં જ્ઞાની એવા યોગીઓની પ્રવૃત્તિ માટે કઠપૂતળીનું ઉદાહરણ આપવામાં આવ્યું
કઠપતળી નત્ય કરે છે. એ નત્યમાં તે હર્ષ કે શોકનો અભિનય કરે છે. એમ છતાં એના અભિનયમાં પોતાનો કોઈ હર્ષનો કે શોકનો ભાવ નથી હોતો, કારણ કે તે કઠપૂતળી છે. તે તો તેના દોરીસંચાર કરનાર સૂત્રધારની નચાવી નાચે છે. એવી જ રીતે જેઓ જ્ઞાની છે અને યોગી છે તેમની લૌકિક પ્રવૃત્તિઓ તેમને બાધાકારક થતી નથી. અહીં જ્ઞાની અને યોગી એવા બે શબ્દો હેતુપૂર્વક પ્રયોજાયા છે. જેઓ શ્રુતજ્ઞાનના અભ્યાસી છે, પરંતુ મન, વચન અને કાયાના યોગો ઉપર જેમણે હજુ પૂરો સંયમ પ્રાપ્ત નથી કર્યો એવા શુષ્ક જ્ઞાનીઓ ભોગવિલાસનાં નિમિત્તો મળતાં પતિત થયાના દાખલા વખતોવખત જોવા મળશે. કેટલાક કાયા કે વચનથી ભ્રષ્ટ થયેલા ન દેખાતા હોય તો પણ મનથી તેઓ ભ્રષ્ટ થયા હોય છે અને એનો સાક્ષી માત્ર એમનો આત્મા જ હોય છે. જેઓએ જ્ઞાન સંપાદન કરવા સાથે સાથે સંયમની પણ આરાધના કરી હોય છે તેવા યોગીઓ નિમિત્ત મળતાં પણ પતિત થતા નથી અને નવાં કર્મ બાંધતા નથી. આવા કેટલાક જ્ઞાની-યોગી સમ્યગૃષ્ટિવાળા હોય છે, પરંતુ તેઓ હજુ લૌકિક વ્યવહારમાં હોય છે. તેઓ છઠ્ઠી કાન્તા દષ્ટિને પામેલા હોય છે. એમના લૌકિક વ્યવહારમાં આહારાદિ કેટલીક ભોગોપભોગની પ્રવૃત્તિ જણાતી હોય તો તે પ્રાયઃ તેમનાં પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદય અનુસાર હોય છે. તે ભોગવ્યા વગર તેમનો છૂટકો નથી. પરંતુ એવી લૌકિક પ્રવૃત્તિ કરતી વખતે પણ તેઓ તેનાથી લપાતા નથી. તેઓ તેમાં રાચતા નથી. તેમાં તેમની આસક્તિ નથી હોતી. એથી જ તેમની વ્યાવહારિક પ્રવૃત્તિઓ કઠપૂતળીના નૃત્ય જેવી હોય છે. કર્મસત્તા નચાવે તેમ તેમને નાચવું પડે છે, પરંતુ અંતરથી તો તેઓ નિર્લેપ જ રહે છે, કારણ કે તેઓ તેવી વૈરાગ્યદશા ધરાવે છે.
S
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org