________________
પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર
[૧૩૬] ૩ = રામતિ પ્રાં રે :
लोकानुग्रहहेतुत्वान्नास्यामपि च दूषणम् ॥३४॥ અનુવાદ : આ વૈરાગ્યદશાને અન્ય દર્શનીઓ સ્પષ્ટ રીતે યોગમાયા કહે છે, પરંતુ લોકના અનુગ્રહનું કારણ હોવાથી એમાં દૂષણ નથી.
વિશેષાર્થ : ભોગપ્રવૃત્તિ હોય અને છતાં વૈરાગ્યદશા હોય તો તેવી દશાને અન્ય દર્શનીઓ યોગમાયા'ના નામથી ઓળખાવે છે. જેમકે –
सम्यग्दर्शनया बुद्ध्या योगवैराग्ययुक्तया ।
मायाविरचिते लोके चरेन्न्यस्य कलेवरम् ॥ (યોગ અને વૈરાગ્યથી યુક્ત એવી સમ્યગદર્શનવાળી બુદ્ધિથી, માયા વડે રચાયેલા આ લોકમાં માત્ર શરીર ધારણ કરીને ફરવું.)
આવી યોગમાયા દ્વારા લોકોના કલ્યાણનાં કાર્ય થતાં હોય તો તેમાં કોઈ દૂષણ નથી, એમ ગ્રંથકર્તા કહે છે.
આવી સ્થિતિમાં બાહ્ય દૃષ્ટિએ વિસંવાદ જણાય. અંતરમાં વૈરાગ્ય હોય અને બહાર ભોગપ્રવૃત્તિ હોય અથવા લોકોના કલ્યાણ માટેની સાંસારિક પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવાનું બનતું હોય તો એ બેનો મેળ કેમ બેસાડવો ? અન્ય દર્શનવાળા આવી સ્થિતિને માયા તરીકે અથવા યોગમાયા તરીકે ઓળખાવે છે. જૈન દર્શન પ્રમાણે કેટલાક ઊંચી દશાના જીવોમાં અંતરમાં ભારોભાર વૈરાગ્ય પડેલો હોય, પરંતુ પૂર્વના નિકાચિત કર્મના ઉદયને કારણે હજુ સંસાર છોડવાની અનુકૂળતા ન આવી હોય. ઉદયમાં આવેલાં કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી. એવા અવિરતિ સમ્યગૃષ્ટિવાળા જીવોને શ્રી હરિભદ્રસૂરિએ છઠ્ઠી કાન્તા દષ્ટિવાળા જીવો તરીકે ઓળખાવ્યા છે અને કાન્તા દૃષ્ટિવાળા જીવોનાં લક્ષણો એમણે બતાવ્યાં છે. [૧૩૭] સિદ્ધાને શ્રયતે ચેયમપવા પધ્વપિ
मृगपर्षत्परित्रासनिरासफलसंगता ॥३५॥ અનુવાદ : આવી દશા સિદ્ધાન્તને વિશે પણ અપવાદ પદમાં સંભળાય છે. મૃગલા સરખી પર્ષદાના ત્રાસને દૂર કરવારૂપ ફળ સાથે તે જોડાયેલી છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં લોકાનુગ્રહના હેતુથી કરવામાં આવતી યોગમાયા જેવી પ્રવૃત્તિમાં દોષ નથી એવું જે કહ્યું તેના અનુસંધાનમાં ગ્રંથકર્તા અહીં સ્પષ્ટતા કરતાં કહે છે કે સિદ્ધાન્તને વિશે પણ આવી પ્રવૃત્તિ સંભળાય છે. આવી પ્રવૃત્તિ મહાન ગીતાર્થ મહાત્માઓ જ કરી શકે. સામાન્ય સાધકોનું એ કામ નહિ. ગીતાર્થ મહાત્માઓ પણ તે અપવાદરૂપે જ કરે, સિદ્ધાંત તરીકે નહિ. આવી પ્રવૃત્તિના પ્રયોજન માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, મૃગલાઓની પર્ષદાના ત્રાસનું. અહીં મૃગ, પર્ષદા, પરિત્રાસ અને નિરાસ એ ચાર શબ્દો સમાસરૂપે પ્રયોજાયા છે. એ શબ્દોનો “મૃગલાંઓના સમુદાયને થતા ત્રાસનું નિવારણ” એ રીતે અર્થ પ્રયોજી શકાય. મૃગ એટલે ભોળા નિર્દોષ જીવો એવો અર્થ થાય
Jain Education International 2010_05
૭૫ For Private & Personal Use Only
www.jainelibrary.org