________________
અધ્યાત્મસાર
અને મૃગ એટલે અજ્ઞાની મનુષ્યો એવો અર્થ પણ ઘટાવી શકાય. (આ શ્લોકના જુદી જુદી રીતે અર્થ ઘટાવાય છે.) વસ્તુતઃ આ પરિસ્થિતિ અપવાદરૂપ છે એમ સમજવાનું છે. [૧૩૮] મલાણીને જ્ઞાને પરિપવિમુષિા
चतुर्थेऽपि गुणस्थाने तद्वैराग्यं व्यवस्थितम् ॥३६॥ અનુવાદ : ઉદાસીનતાના ફળવાળું જ્ઞાન પરિપાને પામે છે. એટલે ચોથા ગુણસ્થાનકે પણ તે વૈરાગ્ય વ્યવસ્થિત રહેલો છે.
વિશેષાર્થ : સમ્યજ્ઞાન એટલે સ્વ અને પરના ભેદને જાણવાવાળું જ્ઞાન. જેને એ હોય તેનામાં ઉદાસીનતાનો ભાવ આવ્યા વગર રહે નહિ. ઉદાસીન એટલે ઉત્ + આસીન અર્થાત્ વિવિધ કંદોથી પર થઈ ઊંચા આસને બેસનાર. ઉદાસીન વ્યક્તિમાં કુદરતી રીતે નિસ્પૃહતા અને માધ્યસ્થતા આવવા લાગે છે. જ્ઞાની ઋતં વિરતિઃ | એમ કહેવાય છે. ઉદાસીનતા એ પણ જ્ઞાનનું ફળ કહેવાય છે. આવું જ્ઞાન ઉત્તરોત્તર પરિપક્વ થાય છે.
ચોથું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગૃષ્ટિનું છે. એ સ્થાને વર્તતા જીવોમાં ક્યારેક બાહ્ય વૈરાગ્યનો અભાવ દેખાય. પરંતુ વસ્તુતઃ તેઓ પ્રાયઃ પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદયને કારણે ભોગ ભોગવતા દેખાય છે. તેમના અંતરમાં તો ઉદાસીનતા-રૂપી વૈરાગ્ય રહેલો હોય છે. એટલે ચોથે ગુણસ્થાનકે પણ વૈિરાગ્ય રહેલો હોય છે એણ કહેવામાં કોઈ સૈદ્ધાત્તિક બાધ નથી.
इति वैराग्यसंभवाधिकारः । વૈરાગ્યસંભવ અધિકાર સંપૂર્ણ.
Jain Education Interational 2010_05
૭૬ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org