________________
પ્રબંધ બીજા
અધિકાર છઠ્ઠો 7 વૈરાગ્યભેદ અધિકાર -
[૧૩] તાણં મૃતં સુમોદજ્ઞાનાન્વયાત્રિથા .
तत्राद्यं विषयाप्राप्तः संसारोद्वेगलक्षणम् ॥१॥ અનુવાદ ઃ તે વૈરાગ્ય દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારે કહેલો છે. તેમાં પ્રથમ (દુઃખગર્ભિત) વૈરાગ્ય વિષયોની પ્રાપ્તિ ન થવાથી સંસાર ઉપરના ઉદ્વેગરૂપ હોય છે. ' વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ અધિકારમાં વૈરાગ્યના પ્રકારો અને તેનાં લક્ષણોનો વિગતે પરિચય કરાવે છે. તેઓ પૂર્વાચાર્યોને અનુસરીને કહે છે કે વૈરાગ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારનો છે :
(૧) દુઃખગર્ભિત વૈરાગ્ય, (૨) મોહગર્ભિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. એમાં પ્રથમ તે દુ:ખગર્ભિત વૈરાગ્ય છે. સંસારમાં સૌથી વધુ પ્રમાણમાં આ દુ:ખગર્ભિત વૈરાગ્ય જોવા મળે છે. માણસને
જ્યારે મનવાંછિત પદાર્થ કે સુખ પ્રાપ્ત ન થાય ત્યારે તેને દુઃખગર્ભિત વૈરાગ્ય થાય છે. સંસાર પ્રત્યે તેનું મન ઉદ્વેગ પામે છે. સંસાર તેને અરુચિકર લાગે છે. માણસની ઇચ્છાઓનો અંત નથી. એની તૃષ્ણાનો
આવતો નથી. એની વાસનાઓ વકરેલી રહે છે. રહેવાને સરસ ઘર, સુંદર આકર્ષક કીમતી રાચરચીલું અને જવેરાત, સુંદર વાહનો, મિષ્ટ સ્વાદિષ્ટ ભોજનસામગ્રી, રૂપાળી, વફાદાર પત્ની, આજ્ઞાંકિત સંતાનો, નોકર-ચાકરો વગેરે–આ બધાંની યાદી તો ઘણી લાંબી થાય, આ બધું મળે અને છતાં માણસને સંતોષ ન થાય. એમાં થોડું ઓછું હોય તો માણસને અસંતોષ થાય. એમાંથી ચીડ ચડે. ક્રોધ આવે, ઉદ્વેગ થાય. એવી ઘટના એક વાર કે વારંવાર બનતાં અને તે બાબતમાં પોતાની નિષ્ફળતા તથા વિવશતા જણાતાં ઘર છોડીને ભાગી જવાનું મન થાય. અકાળે પત્ની, પુત્ર કે અન્ય સ્વજનનું અવસાન થાય, ધંધામાં મોટી નુકસાની આવી પડે, પેટપૂરતું ખાવાનું ન મળે, ઘરબાર બળી જાય, પોતાના ઉપર ખોટા આક્ષેપો થાય કે એવી કોઈ દુ:ખદ ઘટનાઓ બને ત્યારે બાવરો બની ગયેલો માણસ બાવો થઇ જાય. આવી રીતે ભોગવિષયોની અપ્રાપ્તિથી કે પ્રાપ્ત વિષયોના નાશથી દુ:ખી થયેલો માણસ વૈરાગી થઈ જાય, તો તે પ્રકારના વૈરાગ્યને દુ:ખગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. [૧૪] ત્રાંસામનોઃ વો જ્ઞાનમાથાય ન યત્
निजाभीप्सितलाभे च, विनिपातोऽपि जायते ॥२॥ અનુવાદ : એમાં શરીરનો અને મનનો ખેદ હોય છે. ત્યાં તૃપ્તિ કરનાર જ્ઞાન હોતું નથી. તેથી તેને જો ઇશ્કેલી વસ્તુનો લાભ થાય તો તેનો વિનિપાત થઈ જાય છે.
૭૭
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org