________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : જે જીવોને દુઃખના અનુભવને કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય છે તેઓને શરીર અને મનનો ખેદ થાય છે. આ ખેદ વૈરાગ્ય ઉત્પન્ન થયા પહેલાં પણ હોય છે. અને વૈરાગ્યથી પ્રેરાઈ ઘરબાર છોડી સંન્યાસ અંગીકાર કર્યો હોય ત્યારે પણ થાય છે. દુઃખ આવે ત્યારે ચિત્તમાં કલેશ થાય. નહિ ધારેલું પોતાના જીવનમાં થયું એનો સંતાપ ભારે હોય છે. મનમાં ખેદ, શોક, સંતાપ વગેરે ચાલતાં હોય તેની અસર શારીરિક સ્થિતિ ઉપર પણ થાય. ક્યારેક દુઃખ શારીરિક પ્રકારનું હોય અને એને લીધે મન પણ કષ્ટ અનુભવ્યા કરતું હોય. બીજી બાજુ એવા પણ પ્રસંગો બને કે દુઃખથી જન્મેલા વૈરાગ્યને કારણે ઘર છોડી સંન્યાસ ધારણ કર્યો હોય, પણ સંન્યાસમાં તો ભૂખ, તૃષા, નિદ્રા વગેરે પ્રકારનાં કષ્ટ તો આપોઆપ સહન કરવામાં આવે. એથી સંન્યાસમાં પૂરું ચિત્ત ન ચોટે. ક્યારેક શરીરથી સંન્યાસ હોય પણ મનથી તે માટે પ્રીતિ ન હોય. મનમાં તો એ જ વિમાસણ ચાલતી હોય કે પોતે એમાંથી ક્યારે છૂટે. આવા અધકચરા સંન્યાસીઓનું જ્ઞાન પણ જેટલું હોય એટલું જ રહે કે કદાચ ઘટે, પણ વધે તો નહિ. વસ્તુતઃ દુઃખગર્ભિત વૈરાગ્ય પછી પણ જીવ જો જ્ઞાનવૃદ્ધિ પામે તો શરીરથી અને મનથી કશું કષ્ટ ન લાગે અને પશ્ચાત્તાપનો વખત ન આવે. પરંતુ આવા તત્કાલીન વૈરાગીઓનું મન તો પોતાની ઇચ્છાનુસાર અનુકૂળતા મળતાં ફરી સંસારમાં ચાલ્યા જવા માટે તત્પર થાય છે. ઉદાહરણ તરીકે, ધંધામાં દેવાળું કાઢવાનો વખત આવે ત્યારે દુઃખી થયેલો માણસ વૈરાગી થઈ જાય, પણ અચાનક જો વાત આવે કે પોતાને કોઈક કારણસર મોટો ધનલાભ થવાનો સંભવ છે અને દેવું બધું ચૂકવ્યા પછી પણ ઘણું ધન બચે એમ છે તો માણસનું ચંચળ ચિત્ત વૈરાગ્ય છોડી ફરી વેપારધંધે લાગી જાય છે. એવું જ સ્વજન વગેરેના વિયોગને કારણે ઉત્પન્ન થતા વૈરાગ્યની બાબતમાં કે અન્ય દુ:ખગર્ભિત વૈરાગ્યની બાબતમાં બને છે. આ રીતે વૈરાગ્યપ્રેરિત સંન્યાસમાર્ગમાંથી તેમનો વિનિપાત, તેમનું અધ:પતન થાય છે. તેઓ ફરી પાછા સંસારમાં આવી જાય છે. દુઃખપ્રેરિત વૈરાગ્ય સ્થિર રહેવો એ ઘણી કઠિન વાત છે.
[૧૪૧) ટુકડ્યાદિરા: પ્રાપોવેચ્છતિ પ્રત્યા તે પમ્ |
अधीरा इव संग्रामे प्रविशन्तो वनादिकम् ॥३॥ અનુવાદ : જેમ યુદ્ધમાં જનારા અધીરા (કાયર) પુરુષો વન વગેરેમાં પ્રવેશી જવાની ઈચ્છા રાખે છે, તેમ દુઃખને કારણે વૈરાગ્ય પામેલા પુરુષો પહેલેથી પાછા આવવાના સ્થાનને ઇચ્છે છે.
વિશેષાર્થ : માણસને માથે દુઃખ આવી પડે ત્યારે ઘર છોડીને દીક્ષા લેવાનું મન થઈ આવે. પણ જયારે તે ખરેખર દીક્ષા લે છે ત્યારે પહેલાં એના મનમાં જાતજાતના વિકલ્પો ઊઠે છે. એને પ્રશ્ન થાય છે કે જો સંન્યાસજીવન બહુ કષ્ટવાળું લાગ્યું તો શું કરવું ? “ઘરની દાઝી વનમાં ગઈ અને વનમાં લાગી આગ” એવી કહેવત પ્રમાણે સ્થિતિ થાય તો ઘર અને સંન્યાસ બેયમાં તકલીફ લાગે. એટલે સંન્યાસજીવન સ્વીકારતાં પહેલાં, તેમાંથી પાછા ફરવાનું થાય તો પોતે કેવી રીતે પાછા ફરવું અને કેવી રીતે જીવનનિર્વાહ કરવો તેનો વિચાર કરી લે છે. દુઃખી માણસની આવી વૃત્તિને સ્પષ્ટતાથી સમજાવવા માટે જૂના વખતનું દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યું છે. યુદ્ધ થાય ત્યારે સૈનિકોને યુદ્ધભૂમિમાં મોકલવામાં આવે છે. એમાં બધા જ સૈનિકો રાજીખુશીથી સેનામાં જોડાયા નથી હોતા. કેટલાક માણસોની રાજય તરફથી ફરજિયાત
૭૮
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org