________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
ભરતી થઈ હોય છે. પરંતુ તેઓ સ્વભાવે કાયર હોય છે. કેટલાક માણસો યુદ્ધ ન થયું હોય ત્યાં સુધી બહાદુરી બતાવે, પણ યુદ્ધ ખરેખર થાય ત્યારે યુદ્ધભૂમિ પર જતાં કંપવા લાગે. આવા કેટલાક કાયર માણસો યુદ્ધમાં લડવા જતાં પહેલાં જ, ભાગીને જંગલમાં કે એવા બીજા પ્રદેશમાં સંતાઈ જવાનું સ્થાન શોધી રાખે છે. રાજ્ય તરફથી જ્યારે તેમને યુદ્ધ મોરચે મોકલવામાં આવે ત્યારે તેઓ અધવચ્ચેથી ભાગી જઈને વનની ઝાડીમાં ક્યાંક સંતાઈ જાય છે. એથી ન દુશ્મનો એમને જોઈ શકે અને ન તો પોતાના રાજ્યના અધિકારીઓ એમને પકડી શકે. કાયર સૈનિકો જેમ આવી પૂર્વયોજના કરે છે તેમ દુઃખગર્ભિત વૈરાગ્ય ધારણ કરનાર કાયર માણસો પણ આવું કરે છે.
કેવળ દુ:ખગર્ભિત વૈરાગ્યને કારણે અલ્પકાળ માટે મુનિપણું ધારણ કરી ફરી ગૃહસ્થાવાસમાં પાછા ફર્યા હોય એવા માણસોના કિસ્સા ઠેઠ પ્રાચીનકાળથી બનતા આવ્યા છે અને બનતા રહેશે. આના ઉપરથી સમજવું જોઈએ કે અચાનક દુઃખ આવી પડે ત્યારે માણસે તરત સંન્યાસ લેવાની ઉતાવળ ન કરવી જોઈએ અને ગુરુએ પણ તરત એવા દુ:ખી માણસને મહાવ્રતોની દીક્ષા આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. દુઃખી માણસે થોડો વખત ધીરજ ધારણ કરીને પોતાની જાતની પરીક્ષા પહેલાં કરી લેવી જોઈએ.
[૧૪૨] શુતા િહ્રિવિદ્વંદ્યાવિમો ।
पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥४॥
અનુવાદ : તેઓ (દુઃખગર્ભિત વૈરાગ્યવાળા માણસો) શુષ્ક તર્કશાસ્ત્ર વગેરે અથવા કંઈક વૈદકશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે છે, પરંતુ શમની નદીરૂપ સિદ્ધાન્તની પદ્ધતિનો અભ્યાસ કરતા નથી.
વિશેષાર્થ : માણસે દુ:ખથી કંટાળીને દીક્ષા લેતાં તો લઈ લીધી, પણ હવે ગૃહસ્થજીવનમાં પાછા ફરવા માટે કોઈ અનુકૂળતા રહી નથી. સંસારી જીવનમાં હવે એને કોઈ સંઘરે એમ નથી. હવે તો પરાણે સંન્યાસજીવન પૂરું કર્યા વગર છૂટકો નથી. બીજી બાજુ પોતાને કશું આવડતું નથી. શાસ્ત્રજ્ઞાન પોતાને છે નહિ. લોકોનો આદર પોતાને મળતો નથી. પોતાની આવી અપાત્રતાને છુપાવવા અને લોકોને પોતાના તરફ આકર્ષવા એવા સાધુઓ કંઈક રસ્તા શોધી કાઢે છે. પોતાના શિથિલાચારનો બચાવ કરવા માટે શુષ્ક તર્કવાળા ગ્રંથો વાંચીને તે પ્રમાણે ખોટી દલીલો કરવા લાગે છે. બીજાના શિથિલાચારનાં સાચાંખોટાં દૃષ્ટાન્તો આપીને એમના કરતાં તો પોતે સારા છે એવી દલીલ કરે છે. વળી તેઓ જાણે છે કે દુ:ખી, રોગી માણસો પોતાનાં દુઃખ-રોગ દૂર કરવા માટે ઠેર ઠેર ફાંફાં મારે છે. એટલે પોતે વૈદક, જ્યોતિષ, મંત્ર-તંત્ર, દોરા-ધાગા વગેરે ચમત્કારિકતાવાળી વિદ્યાઓ શીખી લે છે અને અનેક અંધશ્રદ્ધાળુ દુ:ખી લોકોને પોતાના તરફ આકર્ષે છે અને પોતાની વાહવાહ બોલાવે છે. તક મળે તો તેઓ એ દ્વારા ગુપ્ત રીતે દ્રવ્યોપાર્જન પણ કરી લે છે અને પોતાની સાંસારિક વાસનાઓને પોષવાના ઉપાયો પ્રયોજે છે. અથવા આર્થિક રીતે નિશ્ચિતતા જણાતાં સંન્યાસ છોડી દઈ ફરી સંસારી જીવન ચાલુ કરી દે છે. કેટલાક મુનિપણામાં ચાલુ રહે છે. પરંતુ તેમને આત્માની શક્તિનો અનુભવ કરાવે એવી શમરૂપી નદી જેવી સિદ્ધાન્તપદ્ધતિનો અભ્યાસ કરવાની રુચિ થતી નથી. તત્ત્વજ્ઞાનમાં, ઊંચી આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરવામાં તેમને રસ પડતો નથી. તેવો પુરુષાર્થ કરવાનો તેમને ભાવ થતો નથી. પરંતુ તેઓ કવિતા, છંદ,
Jain Education International_2010_05
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org