SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર વ્યાકરણ, જ્યોતિષ, વૈદક જેવાં લૌકિક શાસ્ત્રોમાં જ નિપુણતા મેળવવાનો પ્રયત્ન કરે છે, જેથી લોકો સાથે તેઓ ગામગપાટા મારી શકે. અંતર્મુખ બની ઉપશમ રસની નદીમાં સ્નાન કરવાનું તેમને રુચતું નથી. તેઓ મુનિનો વેશ ધારણ કરે છે, પણ એ વેશને શોભાવતા નથી. એનું મૂળ કારણ તો તેમનો વૈરાગ્ય દુઃખગર્ભિત છે એ છે. [૧૪૩] ગ્રંથપવવોધન ચોખાળું = વિષ્રતિ । तत्त्वान्तं नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ॥५॥ અનુવાદ : ગ્રંથોનો પલ્લવ માત્ર (છૂટાં છૂટાં પાંદડાં જેવો) બોધ થવાથી તેઓ ગર્વની ઉષ્ણતા ધારણ કરે છે, પરંતુ પ્રશમરૂપી અમૃતના ઝરણા સમાન તત્ત્વના રહસ્યને તેઓ પામતા નથી. વિશેષાર્થ : પલ્લવગ્રાહી પાંડિત્ય એટલે કેટલાક ગ્રંથોના છૂટાંછવાયાં વાક્યો, શ્લોકો વગેરે કંઠસ્થ કરી લઈને, વાતે વાતે તે ટાંકીને પોતે તે ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે એવી છાપ ઊભી કરવી. મુનિપણામાં પણ આવા પલ્લવગ્રાહી પાંડિત્યનો ગર્વ આવવાનો સંભવ રહે છે. થોડાક તત્ત્વદર્શી ગ્રંથોનું સળંગ અધ્યયન માત્ર નહિ, એનું સંપૂર્ણ પિરશીલન કરવાથી જે તત્ત્વનો આસ્વાદ મળે છે અને તેનું રહસ્ય પમાય છે એનાથી તો પોતાનામાં જો ગર્વ હોય તો તે પણ વિગલિત થઈ જાય છે. પરંતુ ગ્રંથપલ્લવબોધથી તો ગર્વ વધવાનું ભયસ્થાન રહે છે. જેઓ આ પ્રકારના દાંભિક પાંડિત્યને ધારણ કરે છે તેઓ બિચારા પ્રશમરૂપી અમૃતના ઝરાના જલરૂપી રહસ્યનું પાન કરી શકતા નથી. [૧૪૪] વેષમાત્રવૃત્તોડવ્યેતે ગૃહસ્થાન્નતિશેતે । न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ॥६॥ અનુવાદ : તેઓ સાધુનો વેષમાત્ર ધારણ કરે છે. તેઓ ગૃહસ્થથી કંઈ અધિક નથી, કેમકે તેઓ પૂર્વોત્થાયી (જેઓ પહેલાં ઊંચે ઊઠેલા) નથી, તેમ પશ્ચાત્ નિપાતી (પાછળથી પડેલા) પણ નથી. વિશેષાર્થ : કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યવાળા માણસો ગૃહવાસ ત્યજી મુનિપણું સ્વીકારે છે. તેઓ એ રીતે વેશથી મુનિ થયા હોય છે, પરંતુ તેમનામાં સાચા મુનિનાં લક્ષણ પ્રગટ થયાં નથી હોતાં. એવા મુનિઓ વેશ સિવાય બીજી બધી રીતે ગૃહસ્થ જેવા જ હોય છે. ગૃહસ્થ કરતાં કોઈ પણ રીતે તેઓ ચડિયાતા નથી હોતા. માત્ર વેશધારી એવા મુનિઓના પણ વિવિધ પ્રકાર હોય છે. કેટલાકમાં મુનિપણામાં યત્કિંચિત આગળ વધવાપણું હોય છે, તો કેટલાકમાં મુનિ થયા પછી ગૃહસ્થ કરતાં પણ વધુ શિથિલાચાર આવી જાય છે અને એમનું નૈતિક અધઃપતન થઈ જાય છે. અહીં ગ્રંથકર્તા એવા વેષધારી મુનિનો નિર્દેશ કરે છે કે જેઓ દીક્ષા લીધા પછી સમગ્ર જીવન દરમિયાન હતા ત્યાં ને ત્યાં રહે છે. અહીં આચારાંગસૂત્રના ‘લોકસાર’ નામના અધ્યયનના શબ્દો પ્રયોજવામાં આવ્યા છે : ‘ન પૂર્વોત્થાયિનઃ’ અને ‘પશ્ચાત્ ન નિપાતિન’. Jain Education International2010_05 ८० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy