________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
મુનિઓના જીવનમાં જે ચડાવ-ઉતાર આવે છે તેને અનુલક્ષીને “આચારાંગ સૂત્રમાં કેટલાક પ્રકારો બતાવ્યા છે, જેમકે (૧) પૂર્વોત્થાયી – પશ્ચાત્ અનિપાતી = એટલે કે જેઓ પહેલાં ઉદ્યમવંત થઈ ઉલ્લાસપૂર્વક દીક્ષા લે છે અને એવો જ ચડતો ભાવ જીવનના અંત સુધી ટકાવી રાખે છે. તેઓ ક્યારેય પાછા પડતા નથી. (૨) પૂર્વોત્થાયી – પશ્ચાન્નિપાતિ = એટલે કે જેઓ પહેલાં ઉદ્યમવંત થઈ દીક્ષા લે છે, પણ પછી શિથિલ, પતિત થઈ જાય છે. (૩) ન પૂર્વોત્થાયી – ન પશ્ચાન્નિપાતિ = એટલે કે જેઓ આરંભથી ઊંચે ઊઠ્યા નથી અને પછીથી પતિત થયા નથી. મતલબ કે દીક્ષિત જીવનમાં તેમણે કશો જ વિકાસ સાધ્યો નથી. તેઓ માત્ર વેશથી જ સાધુ થયા છે અને રહ્યા છે. દુઃખગર્ભિત વૈરાગ્યવાળા મુનિઓ આવા હોય છે. [૧૪૫ ડન્નમત્રવર્તુષ્ય નાગને મોરવા તે !
वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥७॥ અનુવાદ : ઘરમાં પૂરું અન્ન પણ મળતું નથી અને વ્રત લેવામાં તો લાડુ મળે છે. જે વૈરાગ્યમાં આવો આશય હોય તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે.
વિશેષાર્થ : અશુભ કર્મોનો ઉદય હોય ત્યારે ગરીબી કે બેકારીને કારણે માણસને ઘરમાં ઘી-દૂધ, શાકભાજી કે મિષ્ટાન્ન ખાવાની વાત તો દૂર રહી પણ બે ટંક રોટલા પણ ન ખાવા મળતા હોય અને બીજી બાજુ સાધુઓને નિયમિત આહાર મળતો હોય અને તેમાં પણ ગૃહસ્થો ભાવપૂર્વક આગ્રહ કરીને લાડુ વગેરે મિષ્ટાન્ન વહોરાવતા જોવા મળતા હોય ત્યારે એવા નિર્ધન માણસને દીક્ષા લેવાનું મન થઈ જાય. પરંતુ આવી રીતે ઘર પ્રત્યે વૈરાગ્ય જન્મતો હોય તો તે દુ:ખગર્ભિત વૈરાગ્ય કહેવાય. એમાં વૈરાગ્યનો સાચો ભાવ નથી હોતો. સારું ખાવાનું અને બહુ માનપાન મળે છે માટે સાધુપણું સ્વીકારવાનું ગમે છે એવી વૃત્તિ પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. આવી આશાથી કેટલીક અયોગ્ય વ્યક્તિઓ દુનિયાના દરેક ધર્મમાં સાધુસંસ્થામાં ઘૂસી જાય છે. આથી જ લોકોક્તિ પ્રચલિત બનેલી છે કે :
शिरमुंडन में तीन गुण मिट जाये शिर की खाज;
खाने कु लड्डू मिले और लोक कहे 'महाराज' । (શિરમુંડન કરાવી સાધુ બનવામાં ત્રણ લાભ છે. માથાની ખૂજલી હોય તો તે મટી જાય છે. ખાવામાં લાડુ મળે છે અને વળી લોકો “મહારાજ’ કહી માનપૂર્વક ભાવથી બોલાવે છે.) [૧૪] શાસ્ત્રાગાસતંબૂત-ભવનૈયરના
मोहगर्भं तु वैराग्यम् मतं बालतपस्विनाम् ॥८॥ અનુવાદ : કુશાસ્ત્રના અભ્યાસથી સંસારની નિણતા જણાય અને એથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય. તે બાલતપસ્વીઓને હોય છે.
વિશેષાર્થ : દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યા પછી હવે મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કેટલાકને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ તે કુશાસ્ત્રના અભ્યાસથી. કુશાસ્ત્ર એટલે જે શાસ્ત્રો મિથ્યાત્વ
૮૧ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org