________________
અધ્યાત્મસાર
તરફ દોરી જનારાં હોય છે. સંસાર ક્ષણિક છે, શૂન્યવત્ છે એવું બૌદ્ધદર્શન કહે છે. તાપસ વગેરેનાં કેટલાંક શાસ્ત્રો પણ સંસારને કારાગાર તરીકે ઓળખાવે છે. આવા અભ્યાસથી બાળજીવોને એટલે કે અજ્ઞાની માણસોને ભવની નિર્ગુણતા દેખાય છે. તેમને સંસાર પ્રત્યે અભાવ, અરુચિ થાય છે. એથી તેમનામાં વૈરાગ્ય પ્રગટ થાય છે. પરંતુ આવો વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય છે. મોહ એટલે અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન. તે યથાર્થ બોધ નથી કરાવતો. તેવો વૈરાગ્ય મિથ્યાત્વયુક્ત હોવાને કારણે ક્યારે ચાલ્યો જશે તે કહી શકાય નહિ. આવો મોહગર્ભિત વૈરાગ્ય બાલતપસ્વીઓને એટલે કે પ્રાથમિક દશાના અજ્ઞાની સાધકોને હોય છે. ઉત્તમ સાધકોનો વૈરાગ્ય આવો મોહગર્ભિત નથી હોતો. મિથ્યાત્વયુક્ત વૈરાગ્યવાળો માણસ કુશાસ્ત્રના અભ્યાસને લીધે દુરાગ્રહી તથા વિતંડાવાદ કરવાવાળો થઈ જાય છે. સલ્ફાસ્ત્રના અભ્યાસવાળો વૈરાગી જીવ દુરાગ્રહી હોતો નથી કે શુષ્ક વાદવિવાદમાં પણ એને રસ હોતો નથી. [૧૪૭] સિદ્ધાન્તમુપની વ્યાપિ જે વિરુદ્ધાર્થભાષિUT: !
तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ॥९॥ અનુવાદ : સિદ્ધાન્તનો આશ્રય લઈને જેઓ તેનું વિરુદ્ધ અર્થઘટન કરે છે, તેઓ દુષ્કર તપશ્ચર્યા કરતા હોય તો પણ તેઓનો વૈરાગ્ય એવો જ (મોહગર્ભિત) જાણવો.
વિશેષાર્થ : જેઓ મોહગર્ભિત વૈરાગ્યને ધારણ કરનારા હોય છે તેઓ ક્યારેક જિશ્વર ભગવાનકથિત સિદ્ધાન્તનો આશ્રય લઈ તેનું અર્થઘટન સ્વમતિથી વિપરીત રીતે કરતા હોય છે. તેઓ પોતાના સ્વાર્થને ખાતર, પ્રતિષ્ઠા ખાતર, અહંકાર માટે કે શિષ્યો પ્રાપ્ત કરવા માટે સગવડ અનુસાર હેતુપૂર્વક વિરુદ્ધ અર્થ કરનારા હોય છે. તેઓ એક પ્રકારના નિદ્ભવ જ કહેવાય. તેઓ ગમે તેટલી ઉગ્ર તપશ્ચર્યા કરે તો પણ તેમની માન્યતા અને તેમનું આચરણ એ બંને મિથ્યાત્વયુક્ત હોવાથી તેમનો વૈરાગ્ય મોહગર્ભિત વૈરાગ્ય જ કહેવાય. તેમની એવી બુદ્ધિપટુતા અંતે તો તેમના આત્માનું અહિત કરનારી જ નીવડે છે. [૧૪૮] સંસારમોર્વશીનમિતેષાં જ તત્ત્વઃ |
शुभोऽपि परिणामो यज्जाता नाज्ञारुचिस्थितिः ॥१०॥ અનુવાદ : સંસારમોચક વગેરેની જેમ તેઓનું શુભ પરિણામ હોવા છતાં તાત્ત્વિક નથી, કારણ કે જિનાજ્ઞા વિશે તેમની રુચિ સ્થિર થઈ નથી.
વિશેષાર્થ : કોઈક કદાચ પ્રશ્ન કરે કે જિનેશ્વર ભગવાનકથિત એવી તપશ્ચર્યા અને ધર્મક્રિયા કરનાર વ્યક્તિના મનનાં પરિણામો તો શુભ હોય, તો પછી એમના વૈરાગ્યને મોહગર્ભિત એટલે કે અજ્ઞાનયુક્ત કેમ કહેવાય ?
આ પ્રશ્નનું નિરાકરણ કરતાં ગ્રંથકર્તા કહે છે કે તેઓની શુભ પરિણામવાળી ક્રિયા પણ તાત્વિક નથી, કારણ કે જિનાજ્ઞા માટે તેમની રુચિ સ્થિર થઈ હોતી નથી.
અહીં સંસારમોચકનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સંસારમાંચક માટે વર્તમાન અંગ્રેજી શબ્દ છે. Mercy Killer. એનો અર્થ થાય છે દયાપ્રેરિત હત્યા કરવામાં માનનારાઓ. તેઓ એમ કહે છે કે
૮૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org