________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના મન વિશેના ત્રણ શ્લોક ટાંકીને ઉપાધ્યાયજી મહારાજ હવે દર્શાવે છે કે વૈરાગ્યનો બોધ જૈન દર્શન અને ભગવદ્ગીતામાં એકસરખો જ છે. એટલે જ વૈરાગ્યની ભાવનાથી ભાવિત થયેલા આત્માઓ માટે મનને વશ કરવાનું શક્ય છે. વૈરાગ્યની ભાવના માટે જગતના બાહ્ય પદાર્થોમાંથી મનને પાછું ખેંચી લેવાની જરૂર છે. તૃષ્ણાઓ ઉપર, વાસનાઓ ઉપર વિજય મેળવવાથી મન વૈરાગ્યવાસિત થાય છે. આવા મન માટે પણ તત્ત્વનો યથાર્થ બોધ આવશ્યક છે. બોધથી મન શુદ્ધ અને નિર્મળ થાય છે. સતત આત્મવિચારથી આ નિર્મળતા ટકી રહે છે.
સંસારમાં કેટલાયે એવા માણસો હોય છે કે જેને સાંસારિક ભોગવિલાસમાં રસ પડતો નથી. એટલે કદાચ કોઈક તેઓને વૈરાગ્યવાન કહે, પણ એનો અર્થ એ નથી કે તેઓ બધા સાચા વૈરાગ્યવાન અથવા આત્મભાવનાવાળા છે. વૈરાગ્ય અને આત્મભાવના બંનેની આવશ્યકતા છે. આત્મભાવનાનો પણ ઉપયોગપૂર્વકનો સતત અભ્યાસ જરૂરી છે. આવૃત્તિ એટલે આવર્તન અથવા પુનરાવર્તન અથવા સતત અભ્યાસ. ધર્મધ્યાનરૂપી યોગમાં જેઓને સ્થિર થવું છે તેઓએ એ માટે વારંવાર સમજણપૂર્વક, જાગૃતિ સાથે અભ્યાસ કરવાની જરૂર છે. સારા સાધક બનવા માટેની આ પૂર્વતૈયારી છે. [૬૦૩] ત્રીપશુવક્નીવડશીત્રવર્તિત થાનમાપે !
सदा यतीनामाज्ञप्तं ध्यानकाले विशेषतः ॥२६॥ અનુવાદ : સ્ત્રી, પશુ, નપુંસક (ફલીબ) અને દુ:શીલથી વર્જિત એવું સ્થાન સદા યતિઓને માટે આગમમાં શાસ્ત્રમાં) કહ્યું છે. એમાં પણ ધ્યાન સમયે વિશેષતઃ કહ્યું છે.
. વિશેષાર્થ : હવે ઉપાધ્યાયજી મહારાજ ધ્યાન ધરવા માટેના સ્થળ વિશે કહે છે. ઘણા લોકો પૂછતા હોય છે કે ધ્યાન ધરવા માટે ક્યાં બેસવું ? ધ્યાન સારી રીતે થાય એ માટે કેવું સ્થળ પસંદ કરવું ? એ વિશે શાસ્ત્રકારોએ ઊંડી મીમાંસા કરેલી છે. આગમગ્રંથોમાં પણ એ વિશે વિચારણા થયેલી છે.
સારું ધ્યાન ચિત્તની એકાગ્રતા હોય તો જ થઈ શકે. તો પછી જ્યાં ચિત્તની એકાગ્રતા કદાચ ન ટકી શકે એટલે કે ધ્યાનમાં વિક્ષેપ પડે એવો સંભવ હોય એવા સ્થાનમાં ધ્યાન ધરવા માટે ન બેસવું જોઈએ. ધ્યાન ધરતી વખતે સ્થળ, સમય, આસન, વાતાવરણ વગેરે ઘણાં કારણોને લીધે ચિત્તની એકાગ્રતા ન સચવાય એવું બને છે. એમાં અત્યારે અહીં ફક્ત સ્થળનો વિચાર કરવામાં આવ્યો છે
ધ્યાન ધરવું હોય તો મનની શાન્તિ જોઈએ. મનની શાન્તિ માટે આરંભમાં તો ઇન્દ્રિયો શાન્ત થવી જોઈએ અને પછી પણ શાન્ત રહેવી જોઈએ. ઇન્દ્રિયોને પોતાના વિષયમાં દોડી જવાનું નિમિત્ત મળતાં તે દોડી જવા લાગે છે. એથી મનની ચંચળતા વધે છે. સરસ ભોજન હોય, અત્યંત સુગંધ કે દુર્ગધ હોય, મારામારીનાં કે ભયનાં કે કામભોગનાં દશ્યો હોય, કર્ણમધુર સંગીત હોય કે વીજળીના કડાકા કે તેવા મોટા ધડાકા ભડાકા હોય તો ઇન્દ્રિયો તેમાં પરોવાઈ જાય છે, ગમો, અણગમો કે ચિંતા થાય છે અને એથી ચિત્તની સ્થિરતા ડહોળાય છે. એટલે ધ્યાનયોગનો આરંભ કરનારે તો આવી પરિસ્થિતિથી દૂર રહેવું જોઈએ. સંભવિત વિક્ષેપનાં સ્થાનો ટાળવાં જોઈએ. યોગીઓએ અને યતિઓએ પણ પોતાના રહેઠાણ માટે એવા સ્થળો પસંદ કરવાં જોઈએ કે જેથી તેમની સંયમ-સાધનામાં વિક્ષેપ ન પડે. એ માટે જ્યાં બાજુમાં સ્ત્રીઓનો વાસ હોય ત્યાં ન રહેવું જોઈએ કે જેથી વિજાતીય આકર્ષણના ભાવો મનમાં ન
૩૪૯
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org