________________
અધ્યાત્મસાર
કૂદવામાં, તરવામાં, રમત રમવામાં અભ્યાસથી આગળ વધી શકે છે, જેમ પશુઓને કેળવી શકાય છે તેમ મનને પણ મહાવરાથી વશ કરી શકાય છે.
મનને એક દિશામાં વાળવાનો પ્રયાસ કરીએ, પણ એની દોડી જવાની બીજી દિશા જ બંધ ન કરીએ તો ઘણી મહેનતે પણ પરિણામ નહિ જેવું જ આવે. એટલે મનને ચંચળ બનાવનાર કારણોનો પહેલાં વિચાર કરીને એ કારણોને નિવારવાં જોઈએ. મન ભાત-ભાતના વિષયોમાં સહજ રીતે દોડી જાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં એ તલ્લીન બનીને રાચે છે. આવું જ્યાં સુધી થયા કરે ત્યાં સુધી મનને વશ કરવા માટે ગમે તેટલા ઉપાયો કરીએ તો પણ તે બધા નિષ્ફળ નીવડવાના. એટલે મનને પહેલાં વિષયોથી વિરક્ત બનાવવું જોઈએ. જ્યાં સુધી વૈરાગ્યભાવ ન આવે ત્યાં સુધી વિષયભોગની ઇચ્છાઓ શાન્ત ન થાય. એટલે વૈરાગ્યની પણ જરૂર છે. વૈરાગ્ય ત્યારે આવે કે જ્યારે વૃત્તિઓ બહિર્મુખ થતી અટકી જાય અને ચિત્ત અંતર્મુખ બને. ચિત્ત અંતર્મુખ ત્યારે જ બને કે જયારે એને પોતાનામાં – આત્મામાં અથવા બ્રહ્મમાં રસ પડે અને દેહનો મમત્વભાવ ઘટતો જાય. એટલે ચિત્તને આત્મામાં રસ લેતું કરી શકાય તો વૈરાગ્યભાવ સરળ બને. વૈરાગ્યભાવ પ્રગટ થાય તો ચિત્તને સંયમમાં રાખવાના અભ્યાસનું સારું પરિણામ આવે. આમ, અભ્યાસ અને વૈરાગ્ય વડે ચંચલ મનને અવશ્ય સંયમમાં રાખી શકાય છે, જીતી શકાય છે. [૬૦૧] સંતાત્મનો યોગ સુwાથમિતિ મતિઃ
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥२४॥ અનુવાદ : જેણે મનને વશ કર્યું નથી (અસંયતાત્મા) તેને માટે (સામ્યરૂપી) યોગ દુષ્માપ્ય છે, પરંતુ જેણે મનને વશ કરેલું છે એવા યત્નશીલ (મહાત્માઓ) વડે તો ઉપાયથી તે પ્રાપ્ત (વશ) કરવું શક્ય છે એમ મારું માનવું છે.
વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ ત્રીજો શ્લોક પણ શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી અહીં ટાંક્યો છે. શ્રીકૃષ્ણ મનની ચંચળતાને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યની વાત કર્યા પછી અર્જુનને તેઓ સમજાવે છે કે જે અસંયમી છે તેને માટે યોગ દુષ્માપ્ય છે. જે સંયમી છે તેને માટે તે સુપ્રાપ્ય છે. સમત્વરૂપી યોગ તો સંયમી મહાત્માઓ જ પ્રાપ્ત કરી શકે છે. જેઓ અસંયમી છે તેઓનું મન વિષયોના અનેક વિચારોમાં ભટકતું રહેવાનું. જ્યાં સુધી મન ભટકતું રહે ત્યાં સુધી તે સ્થિર થાય નહિ. જયારે મન ભટકતું બંધ થાય ત્યારે તે સ્થિર થાય. તે સંયમમાં આવે. તેનામાં વિવેકબુદ્ધિ જાગે. તે આત્મભાવમાં સ્થિર થવા લાગે. એમ થવાથી તે ગમે તેવા વિપરીત પ્રસંગોમાં ક્ષોભ ન અનુભવે અને ભોગવિલાસના સારા અનુકૂળ પ્રસંગોમાં ખેંચાય નહિ કે રાચે નહિ. એથી એની સમત્વબુદ્ધિ ખીલે. પરંતુ એવી સમતા પ્રાપ્ત કરવા માટે માણસે, વિશેષતઃ સાધકે વિવિધ ઉપાયો વડે મનને સ્થિર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. [૬૦૨] સંદશ પ્રત્યાવૃજ્યા વૈતૃwથાત્ વર્થિતઃ |
एतच्च युज्यते सर्वं भावनाभावितात्मनि ॥२५॥ અનુવાદ : સદશ બોધ(પ્રત્યય)ના અભ્યાસ(આવૃત્તિ)થી અને બાહ્ય અર્થો (વિષયો) વિશે તૃષ્ણારહિત થવાથી (વૈરાગ્યથી), ભાવનાથી ભાવિત થયેલા આત્માને માટે આ સર્વ શક્ય છે.
૩૪૮ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org