________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
A પણ સા*, એકાગ્ર રાઈતનું
છઠ્ઠા અધ્યાયના ત્રણ શ્લોક (નં. ૩૪, ૩૫, ૩૬) અહીં ટાંક્યાં છે. એમાંથી આ ૩૪મો શ્લોક મન વિશે છે. એમાં અર્જુનની શ્રીકૃષ્ણ પ્રત્યેની આ ઉક્તિ છે મનુષ્યનું મન અનાદિ કાળથી કેટલીક લાક્ષણિકતાઓવાળું છે અને રહેશે. એમાં દેશ, જાતિ, કુળ ઈત્યાદિનો કોઈ ભેદ નથી. એ સર્વત્ર સમાન છે. એટલે કોઈપણ ધર્મના, કોઈપણ સમાજના, કોઈપણ શાસ્ત્રના કોઈપણ ગ્રંથોમાં મનની આ જ લાક્ષણિકતાઓ દર્શાવેલી જોવા મળશે. એટલા માટે જ ઉપાધ્યાયજી મહારાજે અન્ય દર્શનનાં આવાં વચનો અહીં ટાંક્યાં છે કે જેથી વાચકને આ વાતની પ્રતીતિ થાય.
શ્રીમદ્ભગવદ્ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે મન અત્યંત ચંચલ, બળવાન, દઢ, શરીર અને ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારું છે અને વાયુને જેમ મુઠ્ઠીમાં પકડી ન શકાય તેમ મનને સ્થિર કરવું તે દુષ્કર છે. અર્જુનનો આ અનુભવ સર્વસામાન્ય છે. માનવ માત્રની મૂંઝવણને અર્જુને અહીં વાચા આપી છે.
સંત અને સ્થિર રાખવાનું ઘણું જ મુશ્કેલ છે. મન ચંચળ છે. પણ સાથે બળવાન પણ છે. તેને સહેલાઈથી જીતી શકાતું નથી. એટલે કે એક જ વિષયમાં ઝાઝો વખત મનને એકાગ્ર રાખી શકાતું નથી. એટલે જ થોડી અતિશયોક્તિ સાથે પણ સાચું જ કહેવાયું છે કે સમદ્રનું પાન કરવું. મેર પર્વતનું ઉન્મલન કરવું કે અગ્નિનું ભક્ષણ કરવું સહેલું છે, પણ મનને પોતાની ધારણા મુજબ પકડી રાખવું કઠિન છે. મોટા મોટા મહારથીઓ પણ મનને વશ કરી શક્યા નથી
ચિત્તમાં પ્રતિક્ષણ, સૂતાં કે જાગતાં, વિચારોનો પ્રવાહ અવિરત ચાલ્યા જ કરે છે. થોડીક ક્ષણોમાં તો મન કૂદકા મારતું ક્યાંથી ક્યાં નીકળી જાય છે. થોડીવાર એકાંતમાં બેસીને સભાનપણે પોતાના મનનું અવલોકન કરવાથી આ વાત સમજાય એવી છે.
મનોનિગ્રહ એટલે કે મનને વશ રાખવું એ તો આમ ઘણી કઠિન વાત છે, પરંતુ તે અશક્ય નથી. એ માટે અભ્યાસ, ત્યાગ, વૈરાગ્ય, સાધના વગેરે જોઈએ. એ વિશે હવે પછીના શ્લોકમાં કહેવામાં આવ્યું છે. [૬OO] સંશયં મહીવાદો મનો વિનમ્ |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥२३॥ અનુવાદ : હે મહાબાહ! મન ચંચલ અને સહેલાઈથી વશ ન થાય એવું છે. એમાં સંશય નથી. પરંતુ હે કૌન્તય ! અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે.
વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ બીજો શ્લોક પણ શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી અહીં આપ્યો છે. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ મનની ચંચળતા વિશેના અર્જુનના વિચારનો જવાબ આપે છે. તેઓ કૌન્તય એટલે કે કુત્તીના પુત્ર અર્જુનને “મહાબાહુનું સંબોધન કરીને એને એના સામર્થ્યનું ભાન કરાવીને કહે છે કે મન ચંચળ છે એ વિશે કોઈ શંકા નથી. અસંખ્ય લોકોનો આવો જ અનુભવ છે. એ જ વાસ્તવિકતા છે. પરંતુ એ આદર્શ નથી. મનને સંયમમાં જરૂર લાવી શકાય છે. અનેક મહાત્માઓએ ભૂતકાળમાં મન પર પ્રભુત્વ મેળવેલું છે. મન અતિશય ચંચળ હોવાથી તે એક દિવસમાં કે પાંચ-પંદર દિવસમાં તરત જ કાયમને માટે સંયમમાં આવી જાય એવું નથી. એને માટે સતત અભ્યાસની જરૂર છે. જેમ વ્યાયામવીરો, યોગીઓ પોતાના શરીરના અંગોને વાળી શકે છે, જેમ ખેલાડી દોડવામાં,
उ४७ For Private & Personal Use Only
Jairt Education International 2010_05
www.jainelibrary.org