________________
અધ્યાત્મસાર
(૪) વૈરાગ્યભાવનાથી સંગ, આશંસા અને ભયનો ઉચ્છેદ – આ ભાવનાના અભ્યાસથી માણસ સંસારની અસારતા સમજે છેઃ દેહની નશ્વરતાને તે પિછાને છે. એથી તે રાગદ્વેષની વૃદ્ધિ થાય એવો સંગ છોડે છે એટલે કે એને નિઃસંગ બનવું ગમે છે. તે આશંસા એટલે કે ઇચ્છાઓ, આશાઓ, વાસનાઓ ઉપર
મેળવતો જાય છે. શુદ્ધ આત્મતત્ત્વની રમણતાને લીધે કોઈપણ પ્રકારનો ભય હવે એને લાગતો નથી કે સતાવી શકતો નથી.
આમ પ્રત્યેક ભાવનાના અભ્યાસથી જીવને આધ્યાત્મિક વિકાસ માટે ફળ સ્વરૂપે જે કેટલાક ગુણો પ્રાપ્ત થાય છે તે બધા એને ધર્મધ્યાન માટે પણ ઉપયોગી બને છે. એથી ધર્મધ્યાન માટેની એની સજ્જતા વધે છે.
[૫૯૮] સ્થિત્તિ: વિશ્વનૈતામિર્યાતિ ધ્યાનસ્થ યોતામ્
योग्यतैव हि नान्यस्य तथा चोक्तं परैरपि ॥२१॥ અનુવાદ : સ્થિર ચિત્તવાળો જ એ (ભાવનાઓ) વડે ધ્યાનની યોગ્યતા પામે છે. એ સિવાય બીજા કોઈની યોગ્યતા નથી. બીજાઓએ (અન્ય દર્શનીઓએ) પણ એ પ્રમાણે કહ્યું છે.
વિશેષાર્થ : ધર્મધ્યાનની ચાર ભાવનાઓ – જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના – વડે મનને ભાવિત કરવું જોઈએ. અભ્યાસથી જ મન ભાવિત થાય છે. ભાવિત થાય એટલે કે એનો એને રંગ લાગે છે. એમાં જ એને રસ પડે છે. એના જ વિચારો એને આવે છે. એમ કરવાથી ચિત્ત સ્થિર અને શાન્ત થાય છે અને ત્યારપછી તે ધર્મધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જો ચિત્તમાં વખતોવખત તરેહ તરેહના વિષયો રમતા હોય, આરંભ, પરિગ્રહ, વિષયવાસના, વેરઝેર વગેરેના જ વિચારોમાં ચિત્ત દોડી જતું હોય તો એનામાં ચંચલતા આવ્યા વગર રહે નહિ. જ્યાં સુધી ચિત્ત એક વિષયના વિચાર પરથી બીજા વિષયના વિચાર પર કૂદાકૂદ કરતું હોય તો ત્યાં સ્થિરતા ક્યાંથી આવે ? પણ ભાવનાઓમાં મન તરબોળ રહે તો ચિત્તની ચંચલતાનો પ્રશ્ન રહે નહિ. ચિત્ત સ્થિર બને અને પરિણામે તે ધ્યાન માટે યોગ્ય બને. જ્યાં સુધી સાધક આ પ્રમાણે ભાવનાથી ભાવિત ન થાય ત્યાં સુધી તે ધ્યાન માટેની પાત્રતા મેળવી શકે નહિ. આમ, ધ્યાન માટે ભાવનાઓના અભ્યાસની આવશ્યકતા રહેલી છે.
શ્રીમદભગવદ્ગીતા વગેરે ગ્રંથો પણ આ વાતની સાક્ષી પૂરે છે. એ માટે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ નીચેના કેટલાક શ્લોક શ્રીમદ્ભગવદ્ગીતામાંથી ટાંક્યા છે. [૫૯૯] ચંવ દિ મનઃ #પ્રમાથિ વત્નવ દેહમ્
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥२२॥ અનુવાદ : હે કૃષ્ણ ! મન તો ચંચળ, ક્ષોભ ઉપજાવનારું (પ્રમાથિ), બળવાન અને દઢ છે. તેને વશ કરવું એ વાયુની જેમ અત્યંત દુષ્કર છે એમ હું માનું છું. ' વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના વક્તવ્યના સમર્થનમાં શ્રીમદ્ભગવદ્ગીતાના
--
૩૪૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org