________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
જોઈએ એટલે કે પરમાર્થની સમજ પ્રાપ્ત કરવી જોઈએ અને ત્યારપછી ધર્મધ્યાન ધરવું જોઈએ કે જેથી ધ્યાનમાં સ્થિરતા આવે. | દર્શનભાવનાનો અભ્યાસ કરનારે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ એ પાંચે દોષો દૂર કરવા જોઈએ અને પ્રમાદિ, શૌર્ય, પ્રભાવના, આયતન સેવા (રક્ષક સ્થાનોની સેવા) અને ભક્તિ એ પાંચ ગુણો કેળવવા જોઈએ. ચારિત્રભાવનાનો અભ્યાસ કરનારે ઇન્દ્રિયના વિષયો, કષાયો અને હિંસાદિ પાપોની અવિરતિરૂપી આશ્રવો અટકાવવા જોઈએ, બાર પ્રકારના તપનું સેવન કરવું જોઈએ અને સમિતિગુતિનું બરાબર પાલન કરવું જોઈએ.
વૈરાગ્ય ભાવનાનો અભ્યાસ કરનારે સુવિદિત જગતસ્વભાવને ઓળખવો જોઈએ, નિઃસંગ, નિર્ભય અને નિરાશસ એટલે કે ઇચ્છારહિત અનાસક્ત બનવું જોઈએ અને ક્રોધાદિ કષાયો પર વિજય મેળવવો જોઈએ.
આમ આ ચારે ભાવનાના અભ્યાસથી ધર્મધ્યાન ધરનારની યોગ્યતા વધે છે. [૫૯૭] નિશ્ચતત્વસંશોરો નિર્ણા પૂર્વજન્ !
संगाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥२०॥ અનુવાદ : નિશ્ચલત્વ, અસંમોહ, પૂર્વકર્મોની નિર્જરા તથા સંગનો, આશંસાનો અને ભયનો ઉચ્છેદ એ અનુક્રમે એનાં (ચાર ભાવનાનાં) ફળ છે.
વિશેષાર્થ : ધર્મધ્યાનની સજ્જતા માટે જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના એ ચાર ભાવનાથી મનને ભાવિત કરવાની ભલામણ કરવામાં આવી છે. એથી સાધકને શો લાભ થાય છે?
આ ભાવનાઓથી સાધકને જે મુખ્ય મુખ્ય લાભ થાય છે તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. એવું નથી કે ફક્ત આટલા જ લાભ થાય છે. બીજા પણ ઘણા બધા લાભો થાય છે કે જે એને ધ્યાનસાધનામાં અને અધ્યાત્મવિકાસમાં કામ લાગે છે. જે મુખ્ય લાભ થાય છે તે નીચે પ્રમાણે છે :
(૧) જ્ઞાનભાવનાથી નિશ્ચલત્વનો લાભ – શ્રુતજ્ઞાનના અભ્યાસથી માણસ શુભાશુભ તત્ત્વને પારખી શકે છે, અશુભ વ્યાપારમાં જતા પોતાના મનને રોકી શકે છે, સંસાર પ્રત્યે એને નિર્વેદ રહે છે, દેહની અને સાંસારિક સંબંધોની ક્ષણભંગુરતા સમજાય છે, આત્માની અમરતાની પ્રતીતિ થાય છે અને પરિણામે એવી નિશ્ચલતા પ્રગટે છે કે ગમે તેવા વિપરીત સંજોગોમાં, પરીષહ-ઉપસર્ગાદિમાં પણ તે ચલિત થતો નથી.
(૨) દર્શનભાવનાથી અસંમોહનો લાભ – દર્શનભાવનાથી શંકા, કાંક્ષા, વિચિકિત્સાદિ દૂર થાય છે. સમ્યક્ શ્રદ્ધાને કારણે અન્ય તત્ત્વ કે મિથ્યાત્વી દેવદેવીની ઉપાસના માટે તે સંમોહિત થતો નથી. આ ભાવનાથી સ્થિરતા અને અમૂઢતાના ગુણો પ્રગટ થાય છે.
(૩) ચારિત્રભાવનાથી કર્મનિર્જરાનો લાભ– ચારિત્રભાવનાના અભ્યાસથી તપની વૃદ્ધિ થાય છે. એથી પૂર્વનાં બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. વળી જીવ નવાં અશુભ કર્મો બાંધતો અટકે છે, તથા અનાયાસે શુભ કર્મો બાંધે છે.
૩૪૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org