________________
અધ્યાત્મસાર
૫. આલંબન – ધ્યાન માટે વાચના વગેરેનું આલંબન. ૬. ક્રમ – ધ્યાન માટે મનોનિરોધ ઈત્યાદિનો ક્રમ.
૭. ધાતવ્ય – એટલે ધ્યાનનો વિષય, જેમકે જિનેશ્વર ભગવાનની આજ્ઞા, સંસારનાં દુઃખો, કર્મનો વિપાક, વિશ્વનું સ્વરૂપ વગેરે.
૮. ધ્યાતા – ધ્યાન ધરનારની યોગ્યતા, જેમકે અપ્રમાદ વગેરે ગુણવાળી તે વ્યક્તિ હોવી જોઈએ. ૯. અનુપ્રેક્ષા – ધ્યાન પૂરું થતાં અનુચિંતન – એ માટે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન. ૧૦. લેશ્યા – ધર્મધ્યાનીની શુભ લેશ્યાઓ. ૧૧. લિંગ – ધર્મધ્યાનીની ઓળખ – શુદ્ધ સમ્યફ શ્રદ્ધાન વગેરે. ૧૨. ફળ – દેવલોક વગેરે ગતિની પ્રાપ્તિ. આ બધા કારો વિશે હવે પછીના શ્લોકોમાં સવિગત વિચારણા કરવામાં આવી છે. [૫૯૬] જ્ઞાત્વી થર્ચ તતો ધ્યાવ્યતત્રસ્તર માવના:
ज्ञानदर्शनचारित्रवैराग्याख्याः प्रकीर्तिताः ॥१९॥ અનુવાદ : એ વિશે જાણ્યા પછી ધર્મધ્યાન ધ્યાવવું. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર (ચતગ્ન) ભાવના રહેલી છે.
વિશેષાર્થ : પૂર્વના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. એમાં ધર્મધ્યાનના અભ્યાસ માટે બાર અંગ જણાવ્યાં છે. એમાં સૌથી પહેલું અંગ તે ભાવના છે. ધર્મધ્યાન ધરનાર આ ભાવનાઓનો અભ્યાસ કરવો જોઈએ.
ભાવનાઓ વિવિધ પ્રકારની છે. મૈત્રી, પ્રમોદ વગેરે ચાર ભાવનાઓ છે. વળી અનિત્ય, અશરણ વગેરે વૈરાગ્યની બાર ભાવના છે. અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ભાવનાના અભ્યાસની વાત છે. એથી ધ્યાન ધરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
જેનાથી મન ભાવિત થઈ જાય તે ભાવના. માવ્યતે મનેન તિ ભાવના એવી ભાવનાની વ્યાખ્યા આપવામાં આવી છે. અનાદિ કાળના સંસ્કારને લીધે જીવ અત્યાર સુધી મિથ્યાત્વ, ઇન્દ્રિયવિષયો, કષાયો, આહાર, પરિગ્રહ, વિષયવાસના, ભય ઇત્યાદિને લગતી અપ્રશસ્ત ભાવનાઓથી ભાવિત હતો. સંસારના રંગોથી તે રંગાયેલો હતો અને સંસારની મલિનતાથી ખરડાયેલો રહ્યો હતો. હવે એને પ્રશસ્ત ભાવનાઓથી ભાવિત કરવાનો છે. એ ભાવનાઓના અભ્યાસથી મન ચંચળ, અશાંત, નિર્બળ મટીને સ્થિર, શાન્ત અને સબળ બને છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં કહ્યું છે કે જ્ઞાન-ભાવનાનો અભ્યાસ કરનારે શ્રુતજ્ઞાનની હમેશાં પ્રવૃત્તિ રાખવી જોઈએ; મનને અશુભ ભાવોના વ્યાપારોમાં જતું અટકાવવું જોઈએ; સૂત્ર અને અર્થની વિશુદ્ધિ સાચવવી જોઈએ; ભવનિર્વેદ કેળવવો જોઈએ; જ્ઞાનગુણથી વિશ્વના પદાર્થોને સમજવા
૩૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org