________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
ઉદ્યમ ન કરે ત્યાં સુધી આ અપ્રશસ્ત ધ્યાન એના જીવનમાંથી નીકળતાં નથી. તે ધ્યાન આત્માને મલિન કર્યા જ કરે છે. તે જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે.
જીવે જો દુર્ગતિમાંથી બચવું હોય તો એણે ધર્મધ્યાન અને અનુક્રમે શુકલ ધ્યાન એ બે પ્રશસ્ત ધ્યાનનું આલંબન લેવું જ પડશે. પરંતુ જ્યાં સુધી ધર્મધ્યાન આવતું નથી ત્યાં સુધી શુકલધ્યાન આવવાનું નહિ. માટે સૌથી પહેલાં ધર્મધ્યાન પર આરૂઢ થવા માટે જ પુરુષાર્થ કરવો પડશે.
શુભ ધ્યાન અભ્યાસનો વિષય છે. એક દિવસમાં શુભ ધ્યાન સિદ્ધ થતું નથી. સ્થળ, કાળ ઇત્યાદિની આરંભમાં પસંદગી કરીને, કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવતા રહીને માણસે ઉત્સાહપૂર્વક ધર્મધ્યાનનો મહાવરો વધારતા જવું પડશે. ધ્યાનના અનેકવિધ વિષયો છે અને ધ્યાનની વિભિન્ન સાધના-પદ્ધતિઓ છે. પરંતુ અહીં તો ધર્મધ્યાનના જે પેટાપ્રકારો છે તેમાં જ અનુક્રમે ચિત્તને પરોવવાનું છે. આ રીતે અભ્યાસ વધારતાં વધારતાં સાધક ધર્મધ્યાન પર આરૂઢ થઈ શકે છે. [૧૯૫] માવના શત્ન વાસનાનંવનમાન્ા
ध्यातव्यध्यात्रनुप्रेक्षालेश्यालिंगफलानि च ॥१८॥ અનુવાદ : ભાવના, દેશ, કાળ, પોતાનું આસન, આલંબન, ક્રમ, ધાતવ્ય, ધ્યાતા, અનુપ્રેક્ષા, લેશ્યા, લિંગ અને ફળ (વિશે જાણવાની આવશ્યક્તા છે).
વિશેષાર્થ : પૂર્વના શ્લોકમાં પ્રશસ્ત ધ્યાનનો નિર્દેશ કરીને એના અભ્યાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશસ્ત ધ્યાન માટે પૂર્વતૈયારી રૂપે પહેલાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ ? એ માટે આ શ્લોકમાં બાર બાબતો જણાવવામાં આવી છે. એ બાબતોને – મુદ્દાઓને દ્વાર કહેવામાં આવે છે. આ શ્લોકનું અનુસંધાન હવે પછીના શ્લોકોમાં છે.
જેઓને સાચા ધ્યાનયોગી થવું છે તેઓએ પહેલાં ધ્યાન વિશેની વિવિધ બાબતોની જાણકારી મેળવી લેવી જોઈએ. ધ્યાનનો વિષય ઘણો જ ગહન છે. આંખ મીંચીને બેઠા એટલે તરત ધ્યાન થઈ ગયું એમ સમજવાની ઉતાવળ ન કરવી જોઈએ. ધ્યાનના વિષયની પૂરી તપાસ કરવી જોઈએ અને એવા પ્રકારની સજ્જતા એ માટે પહેલાં કેળવવી જોઈએ. એમ થાય તો ધ્યાનનો અભ્યાસ વ્યવસ્થિત થાય અને તેનું સારું પરિણામ આવે.
ગ્રંથકર્તા મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પૂર્વાચાર્યોને અનુસરીને આ શ્લોકમાં નીચેના બાર પેટાવિષયોનો નિર્દેશ કર્યો છે :
૧. ભાવના – જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના વગેરે ભાવનાઓ. ૨. દેશ – ધ્યાન ધરવા માટે ઉચિત દેશ એટલે કે સ્થળની પસંદગી. ૩. કાળ – ધ્યાન ધરવા માટે યોગ્ય અને અનુકુળ સમય.
૪. આસન – ધ્યાન ધરવા માટે શરીરને પદ્માસન ઇત્યાદિ કેવા આસનમાં રાખવું જોઈએ તેની વિચારણા.
૩૪૩
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org